________________
-: વિ બુ ધા ન ન્દ ના ટ ક – મંગળ–સ્તુતિ - હે નિર્મલ ચરિત્રવાળી રાજિમતી ! સાંભળ અને પ્રિયની કથા તથા આત્માને વિચાર કર કે આ જગતમાં કેઈએ પતિના વિયેગમાં મરણ સ્વીકાર્યું છે? એ વચનને સાંભળી અને વિચારીને તે રાજિમતીએ જેના માટે મૂચ્છને ત્યાગ કર્યો, એવા નેમિનાથ ભગવંત તમારૂં રક્ષણ કરે.
જેના જન્મ-સમયે બન્ને નૃત્ય કર્યું અને શંકારહિતપણે પગ અફાળ્યા ત્યારે પૃથ્વી ફુટવા લાગી. મુક્તબંધનવાળા પર્વતે ડોલવા લાગ્યા. ચારે બાજુ આકાશ ચકડોળ માફક ભ્રમણ કરતું હોય તેમ દિશાબ્રમ જણાવા લાગે, મોટા સમુદ્રો ખળભળવા લાગ્યા અને તેમાં રહેલા જળચરે ક્ષોભ પામ્યા, આવા પ્રકારની જગતની સ્થિતિ જેના જન્માભિષેક સમયે થઈ, એવા નેમિનાથ તમારું રક્ષણ કરે.
( ત્યાર પછી નાન્દીના અંતમાં લગાર ચાલીને- ) સૂત્રધાર-આજે નગરના શિષ્ટપુરુષની પર્ષદાએ મને આજ્ઞા કરી છે કે- આજે તમારે શીલ
અંકવાળા વિમલમતિ નામના કવિની કૃતિરૂપ એક અંક નામનું રૂપક વિબુધાનન્દ નામનું નાટક ભજવવું. એ વાત પણ ઠીક થઈ કે વિશિષ્ટ વિદ્વાનની પર્ષદામાં નાટક ભજવતાં મારે પરિશ્રમ પણ સફળ થશે. કવિએ આમ પણ કહેવું છે કે, સુંદર વસ્તુને આશ્રય કરનાર અપૂર્વ ગુણની પ્રાપ્તિ કરે છે. છીપની વચમાં રહેલ નિર્મળ જળ મેતીની શેભા ધારણ કરે છે. ન બનેલી કૃત્રિમ હોવા છતાં પરમાર્થ અર્થવાળી આ રચના એક વખત કહેવામાં આવે અને તેનું શ્રવણ થાય, તે લેકેના મનમાં નક્કી તેની અસર થયા વગર ન રહે. વૃષ્ટિની આગાહી કરાવનાર દેડકાઓના કાર શબ્દો જેમ હર્ષ આપનાર થાય છે તેમ. માટે ઘરે જઈને મારી ગૃહિણીને આ વૃત્તાન્તથી વિદિત કરૂં. ( લગાર થોડું ચાલીને આકાશમાં નજર ફેંકીને) આ મારૂં ઘર છે, માટે પત્નીને બોલાવું
હે ગુણવતિ ! ઉપભોગ કરનાર ! પ્રધાનભૂત ! મારા માટે ઉદ્યમ કરનારી મારા સ્વભાવ સરખા ધર્મવાળી હે આયે ! કાર્ય હોવાથી જલદી અહિં આવે.'
(પ્રવેશ કરે છે) નટી-(આંસુ સાથે) હે આર્ય ! આપ આજ્ઞા કરે, આપના કયા હુકમને અમલ કરું ? સૂત્રધાર-આયે ! તું આજે શેકવાળી જણાય છે, તે તારા શકનું કારણ કહે. નટી-હે આર્યપુત્ર ! નિર્ભાગી એવી મને શકનું કારણ પૂછવાથી સર્યું, માટે આજ્ઞા કરે કે, શે હુકમ બજાવવાને છે ? સૂત્રધાર- હે આ ! વિદ્વાન સજ્જન પુરુષોએ મને આજ્ઞા કરી છે કે આજે તમારે “વિબુ
ધાનન્દ’ નામનું નાટક ભજવવું. માટે તારે તૈયાર થવું. નટી– (આંસુ સાથે) ચિંતા વગરના તમે નાચ્યા કરે. મને તે નિમિત્તિયાએ પુત્રના વિવાહ
સમય પછી તરત જ કુટુંબ-ભંગ જણાવેલ છે; આ ચિંતાથી ભેજનની પણ ઈચ્છા થતી નથી, તે પછી નૃત્ય તે કેવી રીતે થઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org