________________
૧. ગાયભસ્વામિ અને ૨ ભરત ચક્રવતિનું ચરિત્ર સ્થાને સ્થાને વિકસિત કમળ અને મધુર જળથી પૂર્ણ દિશાના અંત થયા અને પૃથ્વી કંઈક કાદવ સુકાવાથી સુખેથી ચાલી શકાય તેવા માર્ગવાળી બની છે. વળી ધાન્ય પાકવાથી હર્ષિત થયેલ ગ્રામીણ લેક ક્ષેત્રમાં હર્ષને કેલાહલ કરે છે. તે વિશાલ વક્ષસ્થળ વાળા ! વ્યવસાયમાં સહાયક થનાર શરદ-સમય આવી ગયું છે.
આ સાંભળીને સાર્થવાહ માણિભદ્રને બોલાવ્યા, અને કહ્યું કે, વ્યવસાય કરવામાં વિદ્ધ કરનાર વર્ષા સમય પૂર્ણ થયા છે, ઉત્સાહ આપનાર શરદકાળ આવી ગયો છે, માટે આજે જ પ્રયાણને આરંભ કરાવે. માણિભદ્રે કહ્યું, “ભલે એમ કરાવીએ” એમ કહીને સાર્થમાં પ્રયાણની ઉદ્ઘેષણ કરાવી. આર્થિક આકુળ-વ્યાકુળ થયા અને પોતપોતાનીતૈયારી કરવા લાગ્યા. ગાડી, ગાડાં આદિ વાહનો સામાન ગઠવી તૈયાર કરે છે. Ëટ મંડલીઓને સજ્જ કરે છે. પાડાના સમુદાયને પલાણ કરાવે છે. ગધેડાઓ ઉપર લાકડાં ભરાય છે. આ પ્રમાણે મહાઆડંબરથી સાથે ચાલ્યા. સતત-અટક્યા વગર પ્રયાણ કરતા કરતા સાથે વસંતપુર પહોંચ્યો. આચાર્ય પણ મહાઇટવીનું ઉલ્લંઘન કરીને સાર્થવાહને ધર્મલાભ આપીને પોતાની અનુકૂળતા પ્રમાણે વિચારવા લાગ્યા.
સાર્થવાહ પણ પિતાને વેચવાને માલ વેચીને ઈચ્છા પ્રમાણે નફો મેળવ્યો અને ત્યાંથી પણ મળતો વેપાર યોગ્ય સારે માલ ખરીદ કરીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પાછા આવ્યા. ક્રમે કરી આયુષ્ય પૂર્ણ કરી મરીને દાનરૂપી વૃક્ષના પુષ્પ સમાન પુણ્યના પ્રભાવથી ઉત્તરકુરુમાં સીતા નદીના ઉત્તર ખૂણામાં શ્રેષ્ઠ જંબૂવૃક્ષના પૂર્વ વિભાગમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે, બ્રણ ગાઉની ઊંચાઈવાળે, યુગલપણે ઉત્પન્ન થયે. ત્યાં ક૯૫વૃક્ષો પાસેથી ઈચ્છાનુસાર સમગ્ર ઇન્દ્રિયના ભેગે પ્રાપ્ત કરે તે દેવલેથી અધિક ભેગે ભેળવીને આયુષ્ય પૂર્ણ થયું એટલે મૃત્યુ પામીને સાધુને દાન આપવાના પ્રભાવથી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. તે દેવલેક કે છે?
પિતાની સહચરી દેવીના વિરહની વેદના જ્યાં જણાતી નથી અને મોટા કલ્પવૃક્ષ એ જ જ્યાં શ્રેષ્ઠ ઘર છે, વિચાર કરવા માત્રમાં મનહર સકલ ઇન્દ્રિયેના ભેગો ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં પરિણામ પામતાં દુઃખ જ્યાં નાશ પામેલાં છે અને વિસ્તારવાળા સુખ-સમુદ્ર સરખા, ઈર્ષ્યા અને વિષાદથી પરાધીન બનેલા દેવકને હાસ્ય કરે તેવા તે શ્રેષ્ઠ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર માફક ભેગો ભેગવીને દાનફલના બાકી રહેલા પુણ્યદયથી ઉપાર્જન કરેલા યશભરવાળો દેવાંગનાઓના વિકસિત સુંદર રસવાળા મુખ-કમલમાં ભ્રમર માફક લીન બનેલો આનંદથી ત્રણ પલ્યોપમના કાળ સુધી ભોગ ભેગવનાર બન્યો.
ત્યાર પછી ભેગ ભેગવતાં આયુષ્ય પૂર્ણ થયું એટલે ત્યાંથી ચ્યવને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં ગંધિલાવતી નામના વિજ્યમાં વૈતાઢ્ય પર્વત ઉપર ગંધારદેશમાં ગંધસમૃદ્ધ નામના નગરમાં શતબલ રાજાની ચંદ્રકાન્તા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. મહાબલ એવું તેનું નામ પાડ્યું. કલા સાથે વૃદ્ધિ પામવા લાગે. પિતાએ વિનયવતી ભાર્યા સાથે પરણાવ્યું. યૌવનવય પામે. કેઈક સમયે શતબલ પિતાએ કુલક્રમાગત આવેલા સમગ્ર કલા અને શાસ્ત્રના પારગામી, સંસાર-સ્વરૂપના જાણકાર, ભક્ત વિનીત વિશ્વાસના સ્થાનક જેના ઉપર સમગ્ર રાજ્યભાર નાખે છે, જિનવચન–ભાવિત મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org