________________
३७७
ઉત્પલ મહર્ષિ (૪) ઉત્પલ મહર્ષિ
આ અવસરે પાર્શ્વનાથ ભગવંતના તીર્થમાં અંગીકાર કરેલ શ્રમણુપણુવાળા “ઉત્પલ” નામના મહર્ષિ ભગવંતને વંદન કરવા આવ્યા. વિધિપૂર્વક વંદન કરીને ભગવંતના ચરણયુગલ પાસે બેઠા. ત્યાર પછી ભગવંતે કાઉસગ્ગ પૂર્ણ કર્યો, એટલે ફરી વખત વંદન કરીને ભગવં. તને કહ્યું કે- “હે સ્વામી! આપે રાત્રિના છેલ્લા સમયમાં જે દશ સ્વમો દેખ્યાં, તે મહાફળવાળાં છે. જે તાલપિશાચ તમે હ, તેથી અલ્પકાળમાં આપ મોહનીયકમને મૂળમાંથી ઉખેડી નાખશે. જે શ્વેત પક્ષી જોયું, તેથી તમે શુધ્યાન ધ્યાશે. જે વિચિત્ર રંગ-બેરંગી પક્ષી જોયું, તેથી બાર અંગની પ્રરૂપણા કરશો. ગેવગે દેખવાનું ફળ–“ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ શ્રીસંઘની સ્થાપના કરશે. પદ્મસરોવર દેવું, તેથી
ચારે નિકાયના દે તમારી સેવા કરશે.” સ્વમમાં જે સમુદ્ર તરી ગયા; તેથી તમે સંસારસમુદ્ર તરી જશે.” જે સૂર્ય દેખે, તેથી “ટૂંકા કાળમાં આપને કેવલજ્ઞાન પ્રગટ થશે. જે આંતરડાંથી માનુષેત્તર પર્વતને વીંટી લીધે, તેથી કરીને “આપની નિર્મલ કીર્તિ–ચશ અને પ્રતાપ સમગ્ર ત્રણે ભુવનમાં વિસ્તાર પામશે.” જે મેરુપર્વત ઉપર આરૂઢ થયા, તેથી કરીને તમો સિંહાસન ઉપર બિરાજમાન થઈને દે, મનુષ્ય અને અસુરો આદિની બાર૫ર્ષદામાં ધર્મની પ્રરૂપણ કરશે. • બે પુષ્પમાળાઓ જોઈ, તેનું ફળ હું જાણતા નથી. ત્યારે ભગવંત કહ્યું- “હે ઉત્પલ ! જે તું નથી જાણતે, તે હું કહું છું. માળાયુગલ દેખવાથી “હું ગૃહસ્થ અને શ્રમણ એવા બે પ્રકારના ધર્મની પ્રરૂપણ કરીશ.” ત્યાર પછી ઉ૫લ કેટલાક પ્રશ્નો પૂછીને ડીવાર બેસીને જે આવ્યું હતું, તે પાછા ગયે. (૫) પાખંડ અચ્છેદક
ભગવંત પણ તે પ્રદેશમાંથી વિધિપૂર્વક વિહાર કરીને આગળ ગયા અને “મૂલાગ” નામના સંનિવેશમાં પહોંચ્યા. ત્યાં એક ઉદ્યાન વનમાં રહ્યા. “ભગવંત પધાર્યા છે. એમ હકીક્ત જાણુને લેકસમુદાય વંદન કરવા આવ્યો અને ભગવંતની પૂજા કરી. લોક સેવા કરવા લાગ્યા. લોકસમૂહને ભગવંત પાસે જતા દેખીને “અછંદક’ નામનો પાખંડી વિચારવા લાગ્યો કે, “ આ લેકે મને છોડીને તેની પાસે કેમ જઈ રહેલા છે? ત્યાં જઈને હું તેના યતિપણાના અભિમાનને દૂર કરું' એમ વિચારીને તે ત્યાં ગયો કે જ્યાં લોકસમૂહથી જેમનાં ચરણકમલ સેવાય છે એવા ભગવંત રહેલા હતા. ત્યાં પહોંચીને હાથની મુઠ્ઠીમાં તણખલું ગ્રહણ કરીને ભગવંતને બતાવીને કહેવા લાગ્યો કે અરે આ તણખલું છેદાશે કે નહિ ?'
આ સમયે ભગવંતના શરીરમાં છૂપાએલ સિદ્ધાર્થવ્યંતરે કહ્યું કે- આ છેદાશે નહિ.” ત્યાર પછી તે દેવના પ્રભાવથી તણખલું કઠિનભાવ પામ્યું, તેને આમ તેમ મર્દન કરવા છતાં લગાર પણ ભાંગવા માટે તે સમર્થ ન થયે, ત્યારે ભેંઠો પડી ગએલે, સમગ્ર લોકોથી હાસ્ય કરાતે તે સ્થળમાંથી દૂર ચાલ્યા ગયે. (૬) ચંડકૌશિક સર્પને પ્રતિબદ્ધ - તે પ્રદેશમાંથી વિહાર કરીને ભગંવત સુખપૂર્વક અનેક વનખંડથી શોભાયમાન વનના મધ્યભાગમાં પહોંચ્યા. તે વન કેવું હતું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org