________________
३७६
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત છે. પોતાની શક્તિના સામર્થ્યથીજ યતિએ મહા તપકર્મ કરીને ઉપસર્ગોને મહાત કરે છે. જે બીજે તે કાર્ય કરી આપે, તે તેમાં તેણે શું કર્યું ગણાય ? જે મનુષ્ય સત્ત્વની હીનતાથી જે ભારને વહન કરવા સમર્થ નથી, તે પિતાના શરીરનું બળ વિચાર્યા વગર તેવા ભારને વહન કરવા કેમ તૈયાર થાય? દેવે, મનુષ્ય અને તિર્યચેથી ઉત્પન્ન થયેલા સમગ્ર ઉપસર્ગો પર વિજ્ય મેળવીને દુષ્કર તપ અને ચારિત્ર પાલન કરનાર એવા સાધુએજ ભુવનમાં તે ઉદ્યમ કરનારા છે. હે શક્ર! જે કે ઘણા પ્રકારના વિદ-ઉપસર્ગોને નિવારણ કરવા તમે સમર્થ છે, પરંતુ કર્મને ઉપશમ બીજાની નિશ્રાએ થતું નથી.” આવા પ્રકારનાં અનેક વચનેથી ઈન્દ્રને સમજાવીને, વિશ્વાસ ઉત્પન્ન કરાવીને ભગવંત અત્યંત દુર્ધર દુસહ તપવિધાન કરવામ ઉદ્યમવંત થયા.
ત્યારપછી ઈન્દ્રમહારાજાએ પણ ભગવંતની માશીના પુત્ર છે, જે બાલતપ કરીને સિદ્ધાર્થ નામથી વ્યંતરદેવપણે ઉત્પન્ન થયે હતું, તેને કહ્યું કે- “આ ભગવંતને દિવ્યાદિક મહાઉપસર્ગો થવાના છે, તેને તારે નિષ્ફલ કરવા” એમ કહી સુરપતિ પિતાના સ્થાને ગયા. ત્યાર પછી સિદ્ધાર્થ વ્યંતરદેવે ઈન્દ્રની આજ્ઞા પામવાના કારણે પોતાનું ગૌરવ માનતા, તથા પિતાના પૂર્વના સંબંધના સ્નેહાતિશયથી કાયારહિત હોય તેમ ભગવંતના શરીરમાં પ્રવેશ કર્યો. ભગવંત
જ્યાં જ્યાં યથાક્રમે વિહાર કરતા હતા, ત્યાં ત્યાં પોતાના પ્રભાવથી ઉપસર્ગોનું નિવારણ કરીને રહેતે હતે. (૩) અસ્થિક નાગરાજે કરેલ ઉપસર્ગ
ભગવંત પણ સૂર્યોદય સમયે ત્યાંથી આગળ ચાલ્યા. ગ્રામાનુગ્રામ વિહાર કરતા “બહુલ નામના સંનિવેશે પહોંચ્યા. ત્યાં અસ્થિક નામના ઉદ્યાનમાં મોટા મંદિરમાં પ્રતિમાપણે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. ત્યાં અનેક જીના સમૂહને નાશ કરનાર અસ્થિક નામને નાગરાજા રહેતા હતા અનેક જીના પ્રાણ લેનાર તેણે લેકોની આરાધનાના કારણે ઉપશાંત થઈ કહ્યું કે, મારી નજરમાં આવીને જે પ્રાણુઓ મૃત્યુ પામ્યા છે, તેઓના સમગ્ર હાડકાના સમૂહથી મારું મંદિર તમે બનાવે. તે અસ્થિક ભુજંગાધિપતિ કાઉસ્સગ ધ્યાને ખડા રહેલા ભગવંતને જોઈને ક્રોધાધીન બની વિષાગ્નિની ભયંકર જવાળા ફેંકીને દિશાઓના પિલાણને ભયભીત બનાવતે સ્કુરાયમાન પ્રગટ કુંફાડાના પવનથી બગીચાના સ્થળને ગજાવતે ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યા કેવી રીતે? ભગવંતના સમગ્ર શરીર પર વીંટળાઈ ભરડે આપી ગાઢ વેદના ઉત્પન્ન કરતે, સન્મુખ દષ્ટિ સ્થાપન કરી વિષાગ્નિના જવાલા-સમૂહને પ્રભુ ઉપર ફેંક્ત, વિસ્તારેલ સેંકડો ફણથી ઉત્પન્ન થએલ ભયંકર દેખાવથી દુઝેક્ષણીય, ડોલાવતા ફણમુખમાંથી ભયંકર કુકારો ફેંકતે, મસ્તક પર રહેલા મણિના કિરણ–સમૂહથી વિવિધ રંગવાળા આકાશ અને ભૂમિતલને પ્રકાશિત કરતો, મુખમાં રહેલી ચારે તરફ લપલપાયમાન થતી જિહુવાથી ભયંકર જણાતે, ડંખના છિદ્રોથી અંકિત સમગ્ર દેહમાં ઉત્પન્ન કરેલા મુખના વિસ્તારવાળો તે જાણે અશુભ કર્મ પરિણતિ-સમૂહ ન હોય તેમ સ્વછંદપણે ભગવંત ઉપર આક્રમણ કરવા લાગે. આ પ્રમાણે તીવ્ર ઉપસર્ગની પરંપરાથી પરેશાની પમાડેલા પ્રભુના શુભ પરિણામની અતિશય વૃધ્ધિ થઈ. લગભગ પ્રાતઃકાળ નજીક સમય થયે, ત્યારે તે જ કાઉસ્સગ ધ્યાનની સ્થિતિમાં રહેલા ભગવંતને ક્ષણવાર નિદ્રા આવી. દશ સ્વને દેખ્યા પછી નિદ્રા ઉડી ગઈ, ત્યારે રાત્રિ પૂર્ણ થઈ સૂર્યોદય થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org