________________
૩૭૫
બ્રાહ્મણને વસ્ત્રદાન, ઉપસર્ગો તે સ્થળમાંથી ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણે ચિંતવ્યું કે, મહાઆશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર એમને વ્યવસાય તે જુઓ ! અથવા તે જેમને પિતાના શરીરની પણ મમતા નથી, તે પછી બીજા બાદ્ય પદાર્થની મમતા તે ક્યાંથી જ હોય? એમ વિચારીને તે પ્રદેશમાંથી ભગવંત આગળ ચાલી ગયા, એટલે પડી ગએલ અર્ધવસ્ત્ર ધારણ કર્યું અને વસ્ત્ર તૃણનારને આપ્યું. તેણે પણ તેવી રીતે બને ટૂકડા તૂણીને એક અખંડ તૈયાર કર્યું કે જેથી ફરી નવીન વસ્ત્ર બની ગયું, પછી બ્રાહ્મણને અર્પણ કર્યું. તેવું દેખીને બ્રાહ્મણ હર્ષ પામે. પછી ભગવંતના બંધુ નંદિવર્ધન રાજા પાસે જઈને “રત્નના ભેગવનાર રાજાઓ હોય છે એમ સમજીને તેમને આપ્યું. તે રાજાએ પણું મહાન ધનસંપત્તિ આપીને તે બ્રાહ્મણની પૂજા કરી. જગતના નાથ વર્ધમાન સ્વામી ધનસંપત્તિ વગરના હોવા છતાં પણ અઢળક ધનનું દાન આપીને તે બ્રાહ્મણને સંતષિત કરી નિસ્પૃહ મહાપ્રભાવશાળી ભગવંત વિચરવા લાગ્યા. એમાં શું આશ્ચર્ય ? કારણ કે ધીરપુરુષ હંમેશાં સમગ્ર લેના ઉપર ઉપકાર કરનારા હોય છે. બ્રાહ્મણને વસ્ત્રદાન નામને પ્રસ્તાવ ૧. (૨) મૂખ શેવાળે કરેલ ઉપસર્ગ
કોઈક સમયે ભગવાન વિહાર કરતા કરતા કમરગામ નજીક પહોંચ્યા. ત્યાંથી બહુદ્દર નહીં એવા વડલાના વૃક્ષ નીચે ભગવાન કાઉસ્સગ્ન પ્રતિમા ધારણ કરીને ઉભા રહ્યા. સમગ્ર વિવેક, વિનય ન સમજનાર એક મૂર્ખ ગોવાળ બળદ લઈને ત્યાં આવ્યું. ભગવંતને ઉદ્દેશીને તે કહેવા લાગે કે- “અરે દેવાર્ય ! બીજા બળદને લઈને જયાં સુધી હું પાછો આવું, ત્યાં સુધી આ બળદની સંભાળ રાખજે” એમ કહી પિતાના ધારેલા કામ માટે તે ગામમાં ગયા. ત્યાર પછી રાત્રિ પૂર્ણ થઈ એટલે તે જ સ્થિતિમાં રહેલા ભગવંતની પાસે આવ્યા. બળદેને ન જેવાથી કહેવા લાગે કે- હે દેવાર્ય ! મેં તમને બળદ સમર્પણ કર્યા હતા, તે કહો કે તે કયાં ગયા? ફરી ફરી પૂછતાં ભગવંત પ્રત્યુત્તર આપતા નથી, ત્યારે અવિવેકની બહુલતાવાળો તે શેવાળ વિચારવા લાગ્યા કે નકકી આણે બળદ કયાંય સંતાડ્યા લાગે છે. ફરી પણ કઠોર આકરાં વચને કહેવા લાગ્યા. કેવી રીતે ?–
હે દેવાર્ય ! મારી થાપણ તમને અર્પણ કરીને હું કાર્ય માટે ગયા અને તમે છૂપાવીને ખરેખર આત્માને નિંદાપાત્ર કર્યો. બીજાની થાપણની રક્ષા કરનારે પિતાના જીવિતને પણ હોડમાં મૂકે છે. સજજનેને આ જ સ્વાભાવ હોય છે. જ્યારે તમે તે તેથી વિપરીત જ વર્તન કર્યું છે. જે હકીક્ત હોય તે જલ્દી કહી દે, વધારે નકામું બેલવાથી શું લાભ? આમ વિપરીત કરનાર તમને સહન કરીશ નહીં” એમ મહાકેપથી ભયંકર મુખાકૃતિવાળો ગોવાળ ભગવંતને હણવા માટે તૈયાર થયે, તે જોઈને ઈન્દ્ર મહારાજા એકદમ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી ઈન્દ્રમહારાજાએ એ હુંકાર કર્યો કે જેથી શેવાળ પલાયન થયે. પછી ઈન્દ્રમહારાજા ભગવંતને વિનંતિ કરવા લાગ્યા કે- “હે ભગવંત! આજથી માંડી બાર વરસ સુધી આપને મહાઉપસર્ગો થવાના છે, તે જે આપ આજ્ઞા આપે, તે તેને પ્રતિકાર કરવા હું સાથે રહું.” આ સમયે ભગવંતે કાઉસ્સગ પારીને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! આ ભુવનની અંદર કદાપિ એવું બન્યું નથી કે બનશે પણ નહીં કે પારકા બલને આશ્રય કરીને કોઈ કેવલજ્ઞાન પ્રગટ કરી શકે. શક્તિ-સમર્થ આત્માઓ પિતાના પરાક્રમથી જ તેવા ઉપસર્ગોને પડકારે. રારો એકઠા કરેલા અંધકારને સૂર્ય પોતે જ દૂરથી વિનાશ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org