________________
૩૭૪
ચાપન્ન મહાપુરુષાનાં ચરિત દમન કરેલ દુષ્ટ ઇન્દ્રિય-અશ્વવાળા, હસ્તિ-સમૂહ છેાડવા છતાં પણ મત્તહાથી સમાન ગતિ કરનારા ભગવંત એક ગામથી મીજા ગામ કમસર પૃથ્વીમાં વિહાર કરવા લાગ્યા.
બ્રાહ્મણને વજ્રદાન
તેટલામાં કાઈક દિવસે કંઇક પુખ્ત વયવાળે દરિદ્ર બ્રાહ્મણ આવીને પ્રણામ પૂર્વક એમ કહેવા લાગ્યા કે હું ભગવત ! બીજાની પાસે યાચના અને પ્રાના કરતા નિર્ભાગી એવા મારા જન્મ પૂરું થવા આવ્યેા. મેટા રિદ્રપાના કારણે ઉપદ્રવ પામેલા દેહવાળા મને પ્રાર્થનાભંગ કરવાથી કાળા અને કલંકિત થએલા ખીજાઆનાં મુખ દેખવાના પ્રસંગો ઉત્પન્ન થયા. કઠમાં સ્ખલના પામતા ગદ્ગદ અક્ષરોવાળાં દીન વચનાથી લાકો પાસે પ્રાર્થના કરતા હતા. હાથમાં તાળી આપી હર્ષ પામતા ધનના અભિમાની દુષ્ટ નાનાં હાસ્ય-ગ િત વચના પણ સાંભળ્યાં પારકા મકાનના દરવાજામાં પ્રવેશ ન મળવાથી બહાર ટાઢ અને તડકાની વેદના સહન કરવી પડી. દુઃખિયારા મારા કુટુંબના કાય માટે મીજા લેાકેાની ખુશામતા કરી. આપને સ` કેટલું નિવેદન કરું ? જ્યારે બીજાને પ્રાર્થના કરવા માટે મેં પરદેશમાં પ્રયાણ કર્યું, ત્યારે ભગવ ંતે તે અહીં મહાદાન વરસાવ્યું. કેવા પ્રકારનું ?-કેટલાકને મહાદારિદ્રચ સમૂહને દૂર કરનાર અનેક નગર, ગામ, ખાણ અને ધનની પ્રચુરતાવાળા ભંડારા આપ્યા. વળી બીજાઓને મદની ગોંધમાં લુબ્ધ થએલા અનેક ભ્રમરોના ગુંજારવથી મુખર એવા મૃગ, ભદ્ર, મંă, મિશ્ર વિવિધ જાતિના હાથીઓના સમૂહેા આપ્યા. વળી કેટલાય તે મણિ-રત્નજડિત અનાવેલા સુવર્ણના પલાથી સજ્જ કરેલા તાકખાર, તુરુષ્ક, શ્રેષ્ઠ કાજ આદિ ઉત્તમ જાતિના અશ્વેા, વળી કેટલાયને ઉત્તમ સુવર્ણ થી ઘડેલા, પૃથ્વીતલને ઉખેડતા અને રજ ઉડાડતા ચંચળ અવા જોડેલા રથ-સમૂહે આપ્યા. વળી કેટલયાને નવીન વર્ષાકાળની જેમ વિવિધ મણિ, રત્ન, સુવર્ણ –સંપત્તિની દાનવૃષ્ટિથી ઉત્પન્ન થતા સુખ વડે કરીને આપે દરેકની તૃષ્ણા દૂર કરી મને તે પૂર્વે કરેલા દુષ્કૃત-પાપકમના ચેગે પરદેશમાં પણ કંઈ પ્રાપ્ત ન થયું અને દૂર દેશથી પાછે ઘરે કર્યાં, ત્યારે હું નરનાથ ! આપનાં આવાં દાનાતિશયવાળાં સુંદર ચરિત્રો સાંભળ્યાં. આ રીતે અતિતૃષ્ણા ભરપૂર વચને ખેલના, દીનતા બતાવતા, જાણે પ્રભુ આગળ રુદન કરતા ન હાય તેમ યાચના કરવા લાગ્યા.
તેનાં તેવાં દીનવચને સાંભળીને અત્યંત કરુણા પામેલા ચિત્તવાળા ભગવતે તેને કહ્યું કે- હું દેવાનુપ્રિય ! અત્યારે તે મેં સમગ્ર સંગ અને સંપત્તિના ત્યાગ કરેલા છે, તું પણ દરિદ્રતાના દુઃખથી પીડાઇ રહેલા છે, તે મારા ખભા પર રહેલા વસ્ત્રમાંથી અદ્ધ વસ્ત્ર લઈ ને જા’ તે સાંભળી બ્રાહ્મણ હર્ષ પામ્યા. ભગવંતના કહેવા પ્રમાણે તેણે અધ વસ્ત્ર લઈ લીધુ. તે પેાતાના ઘર તરફ ગયા. સાળવીને એ અર્ધ વસ્ત્ર બતાવ્યુ. એટલે વસ્ત્ર તુણુનારે બ્રાહ્મણને કહ્યું કે, વસ્ત્રના ખાકીના અર્ધો ભાગ પણ સ્પૃહા વગરના તે મહામુનિના ખભા ઉપરથી પવનથી ઊડીને દૂર થશે, અગર વિહાર કરતાં કરતાં કાંટાની વાડમાં પડશે; માટે ફરી તુ તેમની પાસે જા અને તે લઈ ને પાછે આવ; જેથી હું તુણીને તેને તદ્દન નવુ' વસ્ત્ર હેાય તેવુ ખનાવી આપીશ.’ એમ કહ્યું, એટલે તે બ્રાહ્મણ જ્યાં ભગવંત હતા, ત્યાં તેમની પાછળ પાછળ ગયા. એમ કરતાં સુવર્ણ વાલુકા નામની નદી હતી ત્યાં પહોંચ્યા. ભગવ'ત વિહાર કરતા હતા, ત્યારે ભગવ ́તના ખભા પરથી વસ્ત્ર સરી પડ્યું અને કાંટાળા વૃક્ષમાં ભેરવાઇ ગયું. કયાં વસ્ર પડયું ? તેમ નજર કર્યાં વગર ભગવંત તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org