________________
૩૭૩
~~
~
શ્રીવર્ધમાનસ્વામીની દીક્ષા ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોને આપ યથાર્થ જાણે છે, તમારી આગળ અમારા સરખા લેક શું જાણે? તે પણ “લેકસ્થિતિ આવા પ્રકારની હોવાથી” –એમ સમજીને અમે આપની આગળ માત્ર તેનું સ્મરણ કરાવવા પૂરતા વિજ્ઞપ્તિ કરીએ છીએ. “હે તીર્થકર ભગવંત! ભવના
ય પામેલા ભવ્ય જીવે જેઓ મિથ્યાત્વના માર્ગે પ્રયાણ કરીને મઢ થયેલા છે, તેઓને યથાર્થ માર્ગ બતાવનાર તીર્થ આપ પ્રવર્તા. કુત્સિત સિદ્ધાંતના માર્ગ–પ્રસારના સંતાપથી નષ્ટ થએલા મેક્ષમાર્ગને જ્ઞાન–ચારિત્રને ઉપદેશ આપીને પ્રકાશિત કરે. તમારા વિવિધ અતિશયોથી વૃદ્ધિ પામતા ગુણરત્નોથી ભરેલા અપૂર્વ સમુદ્રમાંથી લેકે વચનામૃત ગ્રહણ કરે. તમારા ગોત્રનું કીર્તન કરવાથી ઉલ્લસિત થએલ રોમાંચ-કંચુકવાળા ભવ્ય આત્માઓ તમારી કથાને યુગાન્તકાલ સુધી વિસ્તાર પમાડો ” આ પ્રમાણે વિનયથી નમેલા સુરગણના વચનથી વિકાસિત થએલ કર્તવ્યવાળા ભગવંત શાશ્વત સુખસ્વરૂપ મેક્ષ-પ્રાપ્તિમાં પરાક્રમ કરવાની મતિવાળા થયા.
આ સમયે ભગવંતના ભાવી કાર્યક્રમની હકીકત જાણનાર સમગ્ર દેવ-સમૂહે આવ્યા. પ્રણામ કરવા પૂર્વક પહેલાં કહેલા ક્રમ પ્રમાણે શિબિકારત્ન તૈયાર કરીને ભગવંતની સમીપમાં હાજર થયા. ઈન્દ્ર મહારાજાએ ભગવંતને નિષ્ક્રમણ—અભિષેકાદિ-વિધિ કર્યો. ત્યાર પછી પ્રભુ શિબિકારનમાં આઉટ થયા. મનએ અને સુરેના સમદાયે શિબિકાને ખભા ઉપર વહન કરી. ત્યાર પછી દેવાના અને મનના જયજયકારના શબ્દ સાથે પડતોના શબ્દો મિશ્રિત થવાના કારણે પડઘા સંભળાતા હતા, તથા શંખ, કાંસીજોડાના મધુર શબ્દો આકાશમાં વ્યાપી ગયા હતા. આ પ્રમાણે આડંબરપૂર્વક નગરમાંથી નીકળી બહારના ઉદ્યાનમાં ગયા. શિબિકા નીચે મૂકી એટલે તેમાંથી પ્રભુ નીચે ઉતર્યા. સમગ્ર કાર્યભાર સરખે આભૂષણને સમૂહ શરીર પરથી ઉતાર્યો. પ્રભુના દેહને આલિંગન કરવાના ગૌરવથી કિંમતી થયેલ વસ્ત્રયુગલને વિષયસંગના સુખની જેમ ત્યાગ કર્યો. વેદનાને વિચાર કર્યા વગર વજ સરખી મુષ્ટિથી કેશ-સમૂહ મસ્તકથી ઉખેડી નાખ્યો. પૂર્વે કહેલા ક્રમથી માર્ગશીર્ષ શુદ્ધદશમીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયા, ત્યારે દીક્ષા અંગીકાર કરી.
ત્યારે પ્રચંડ કર્મરૂપ વનના ફલના મધ્યભાગથી નિર્ગમન સ્વીકારીને જ્ઞાન-સૂર્યનાં કિરણેથી પ્રકાશિત નિર્મલ તપ અને ચારિત્રરૂપ મા ગ્રહણ કરીને વ્યંતરો, નાગેન્દ્રો, દે અને મનુષ્યના સમુદાયથી અનુસરતા માર્ગવાળા, ઈન્દ્ર મહારાજાએ ખભા ઉપર સ્થાપન કરેલા એક દેવદુષ્યથી શોભતા, ચારિત્રના મહાભારને વહન કરતા, ભુવનગુરુને ઉત્તમ પરમાર્થવાળા અતિશય પ્રકાશવાળા “મન:પર્યવ ' સુધીના ચાર જ્ઞાનાતિશ પ્રગટ થયા. આ પ્રમાણે ચારિત્ર સ્વીકાર્યા પછી દેવસમુદાયે ભગવંતને ત્રણ પ્રદક્ષિણ અને પ્રણામ કરીને હર્ષથી ઉલ્લાસ પામતા તેમજ રોમાંચિત થતા સ્તુતિ કરવા પૂર્વક પોતપોતાના સ્થાને ગયા.
આ પ્રમાણે સમગ્ર પાપને ત્યાગ કરીને પ્રવજ્યાના અનુષ્ઠાનમાં અપ્રમાદપણે ઉદ્યમ કરનારા, સંયમ પાલન કરનારા, દુસહ પરિષહને જિતનારા, સમગ્ર ભૂષણોને ત્યાગ કર્યો હોવા છતાં સુંદર સંયમથી શોભતા, સમગ્ર વ છોડેલાં હોવા છતાં ઈન્દ્ર મહારાજાએ ખભા ઉપર સ્થાપન કરેલા લટકતા એક દેવદૂષ્ય વસ્ત્રવાળા, અશ્વવાહનને ત્યાગ કરવા છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org