________________
૩૬૮
ચોપન મહાપુરુષનાં ચરિત ત્યાગ કરીને શ્રમણપણું અંગીકાર કર્યું. બીજા કેટલાકોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશના પૂર્ણ થયા પછી ઈન્દ્ર મહારાજા ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે?
સંસારવાસના પ્રપંચને ત્યાગ કરનાર હે પાર્શ્વ જિનચંદ્ર! હું આપને પ્રણામ કરું છું. અતિભયંકર ભવના ભયથી ત્રાસ પામેલા ભવ્યજનોને ઉદ્ધારનાર ! તમે જય પામે. કઠણ અંકુશના અગ્રભાગ કરતાં તીક્ષણ અને ભર્યકર નખવાળ મજબૂત ભત્પાદક દાઢવાળા સિંહ આપના ચરણ-કમળમાં પ્રણામ કરનારને આક્રમણ કરતું નથી. હે જગદ્ગુરુ ! તમેને પ્રણામ કરનાર પ્રાણીને વિશાલ ગંડસ્થલમાંથી અતિ મદજળ સિંચનાર હાથી સામે આવ્યો હેય, તે પણ છેડતા નથી. અતિશય પ્રજ્વલિત વાલા–સમૂહથી ભરખતે અને આકાશના અંતભાગ સુધીને વનરાવાગ્નિ તમારા વચન-જળથી સિંચાએલાને બાળ નથી. અતિપ્રચંડ ફણવાળા સર્ષના ફૂકારના પવન સાથે વિષકણિયાના સમૂહને એકનાર કોપાયમાન સર્પ આવ્યું હોય, પણ તમારા ગોત્રરૂપ મંત્રનું સ્મરણ કરનાર મનુષ્યને ડસતો નથી. કાન સુધી ખેંચેલા મજબત પ્રચંડ ધનુષ-બાણથી ભયંકર એ ચેર-સમહ તમારું માનસિક સ્મરણ કરનાર મનુષ્યની પાસે આવતું નથી. તમારા ગોત્રનું કીર્તન કરનાર મજબૂત લેહની બેડીમાં જકડા હોય તો પણ, તેના બંધથી મુક્ત થઈ કેદખાનામાંથી છૂટીને પિતાના ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે. હે પ્રભુ ! સમુદ્રમાં સફર કરનાર મનુષ્યનું યાનપાત્ર જળની લહેરેથી તૂટી જાય અને નિરાધાર થાય, પરંતુ તમને પ્રણામ કરવા રૂપ તરંડનું અવલંબન કરનાર સમુદ્રને પાર પામી જાય છે. દંતાળા ભયંકર ફાડેલા મુખવાળા અગ્નિના વર્ણ સરખા લાલ નેત્રથી દુપ્રેક્ષ્ય એવું પિશાચકુલ પણ તમારા નામમાત્રથી છળી શકતું નથી. વિજળી સરખા ચંચળ અને ચમક્તા, તીણ વિષમ ભયંકર તરવાર, ભાલા વગેરે શસ્ત્રવાળા યુદ્ધમાં તમને પ્રણામ કરવામાં અનુરાગવાળ સુભટ જદી જય મેળવે છે. નીકળતા અને વહેતા પરુવાળા, સડેલા હાથ, પગ અને નાસિકાવાળે મનુષ્ય તમને કરેલા પ્રણામરૂપ અમૃતરસથી તેવા અસાધ્ય રોગથી મુક્ત થાય છે.
આ પ્રમાણે સિંહ, હાથી, અગ્નિ, સર્પ, ચેર, સમુદ્ર, પિશાચ, યુદ્ધ, રોગ વગેરેને ભય તે મનુષ્યને થતું નથી કે, જે આપના ચરણ-કમળમાં પ્રણામ કરવા માટે અનુરાગવાળ હોય.” આ વગેરે ઘણું પ્રકારે ભગવંતની સ્તુતિ કરીને સમગ્ર સુર-સમુદાય સાથે દેવેન્દ્ર પિતાના સ્થાને ગયા. મનુષ્ય અને તિર્યંચે પણ પોત-પોતાના સ્થાનકે પહોંચી ગયા.
ભગવંત પણ ક્રમે કરી વિહાર કરતા કરતા સમેત” ગિરિએ પહોંચ્યા. તે પર્વતના શિખર ઉપર આરૂઢ થયા. પિતાનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે, શ્રાવણ માસના શુકલ પક્ષના અષ્ટમીના દિવસે સમગ્ર સુખના આવાસભૂત નિર્વાણ પામ્યા. દેવ-સમૂહે યક્ત ક્રમે નિર્વાણ-મહોત્સવ કર્યો.
આ પ્રમાણે અહીં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર ભગવંતનું ચરિત સમાપ્ત થયું. આ ચરિત્ર સાંભળનારને અને સંભળાવનારને દુઃખને અને કર્મને અવશ્ય ક્ષય થાય છે.--આ પ્રમાણે શીલાંકાચાર્ય–રચિત પ્રાકૃત મહાપુરુષચરિત્રમાં શ્રી પાર્શ્વ સ્વામી ભગવંતનું ચરિત પૂર્ણ થયું. [૫૩] (ગ્રંથાઝ ૧૦૭૦૦)
આગદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરિજીના શિષ્ય આચાર્ય
શ્રીહમસાગરસૂરિજીએ કરેલ તેને ગુજરાતી અનુવાદ પૂરે થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org