________________
(૫૪) શ્રીવર્ધમાનસ્વામીનું ચરિત નિઃસ્વાર્થભાવે બીજા લેકેનાં હિતકાર્યો કરવામાં તત્પર, વચ્ચે અનેક વિદને આવે તે પણ પપકાર ન છોડનારા, પરંતુ કાર્યને નિર્વાહ કરનારા હોવાથી તેઓ નક્કી મહાપુરુષ કહેવાય છે. કેવી રીતે ?--
જંબુદ્વિપ નામના આ જ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં “માહણકુંડ' નામનું ગામ હતું. ત્યાં કેડાલસ ગેત્રવાળે ઝાષભદત્ત નામનો બ્રાહ્મણ રહેતું હતું. તેને દેવાનંદા” ભાર્યા હતી. તેની સાથે સુખપૂર્વક રહેતાં દિવસે પસાર થતા હતા. આ બાજુ “પુષ્પોત્તર નામના વિમાનમાંથી આષાઢશકલ છઠ્ઠીના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચવીને અનેકભવ પહેલાં મરીચિના ભવમાં “અહો! મારું કુલ ઉત્તમ છે એવાં અભિમાનનાં વચન બોલવાના કારણે ઉપાર્જન કરેલ નીચત્રકર્મ, જે હજુ કંઈક ભેગવવાનું બાકી રહેલ હતું, તે પૂર્ણ કરવા માટે તે દેવાનંદા' બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુખમાં સૂતેલી દેવાનંદાએ તે જ રાત્રિના પ્રભાત-સમયે હાથી, વૃષભ આદિ ચૌદ મહારવને જોયાં, ફરી પાછાં ચાલ્યાં ગએલાં દેખીને ભયવાળી જાગી. પતિને સ્વપ્નની હકીકત જણાવી. તે વિષયમાં અજાણ હોવાથી જવાબ ન આપતાં પતિ મૌન રા.
આ પ્રમાણે વૃદ્ધિ પામતા ગર્ભને વાસી દિવસે ગયા પછી ચલાયમાન થએલા સિંહા સનના કારણે ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી ભગવંતને ગર્ભમાં ઉત્પન્ન થએલા જાણ્યા. તે વિચાર કરવા લાગ્યા કે–આવા પ્રકારના મહાનુભાવે તુચ્છકુલમાં ન જમે. એમ વિચારીને બ્રાહ્મણના ગર્ભમાંથી ભગવંતનું અપહરણ કર્યું. અને આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત શ્રેત્રમાં ઉચા ધવલ પ્રાસાદના શિખરોથી શોભાયમાન “ક્ષત્રિયકંડો’ નગરમાં લાવીને મક્યા. જે નગરમાં મલિનતા રડાના ધૂમાડામાં હતી, નહિ કે સજજનેના ચરિત્રમાં. મુખરાગ ભવનના કલહેસમાં હતા, નહિ કે કેપમાં. ચપળપણું કેળના પત્રોમાં હતું, નહિ કે મનમાં. નેત્રરાગ કેયમાં હતા, નહિ કે પારકી સ્ત્રીઓમાં રાગ હતો. સ્તન-સ્પર્શ વેણુકાઓ (વાંસળીઓ)માં હતું, નહિ કે બીજાઓની સ્ત્રીઓ વિશે સ્તનસ્પર્શ હતે. કૂકડાઓની ચૂડામાંથી પીંછાઓ પડતાં હતાં, નહિં કે વિવાદમાં પક્ષપાત હતે. મુખભંગ લેકેની વૃદ્ધાવસ્થામાં થતું હતું, નહિ કે ધનના અભિમાન વડે. તે નગરમાં વૃદ્ધિ પામતા ઉદયવાળા સૂર્ય સરખા નિરંતર વહેતા દાન (મદ)-જળથી આદ્ર સૂંઢવાળા રાવણ જેવા, રાજા પક્ષે નિરંતર દાન આપતા હોવાથી આ હથેળીવાળા, પિતાના પ્રતાપથી વશ કરેલા અને નમન કરતા સામે તેના મસ્તકેની માલાથી અર્ચન કરાએલા ચરણ-યુગલવાળા ઈફવાકુ વંશમાં થએલા સિદ્ધાર્થ નામના રાજા હતા. જે રાજા ગુણગણનું સ્થાન, વિવિધ કળાઓનું કુલભવન, સર્વ શાસ્ત્રોને આશ્રય, સુંદર ચરિત્રની ઉત્પત્તિ સમાન હતે. ચંદ્રને જેમ રહિણી, તેમ તેને સમગ્ર અંતઃપુરમાં મુખ્ય “ત્રિશલા' નામની પટ્ટરાણી હતી. તેના ઉપર અત્યન્ત પ્રીતિ હેવાથી જ્યાં જ્યાં ઉદ્યાન કીડા કરવા માટે રાજા જતો હતો, ત્યાં ત્યાં તેને પણ સાથે લઈ જતા હતા.
કેઈક સમયે એક ગામથી બીજે ગામ જતાં જતાં ક્રીડા કરવા માટે પિતાના આનંદ-પ્રમોદ માટે ભેગવટામાં સ્થાપન કરેલ કુંડપુર નામના નગરમાં આવ્યું. યથાગ્ય સત્કાર-સન્માનપૂર્વક
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org