________________
શ્રીપાર્થપ્રભુને કેવલજ્ઞાન, ધર્મ-દશના
३६७
પ્રભુના દેહમાં પણ પ્રભા વૃદ્ધિ પામવા લાગી. વળી તેમની આગળ પ્રજળતી અગ્નિશિખા સમુહની શોભા સરખા અને સ્કુરાયમાન પ્રચંડ ધારાવાળા રહેલાં ધર્મચક્રને સમગ્ર સાસારસાને વિચ્છેદ થવાના કારણે ઉછળેલા યશને સમૂહ જાણે ફેલા હોય તેમ, આકાશ–મંડલમાં ત્રણ વેતછત્રો વિરતાર પામ્યાં. અદશ્યપણે વાગતા મેઘ સરખા ગંભીર કર્ણપ્રિય શબ્દ કરતા દુંદુભિને લાંબે રવ સંભળાવા લાગ્યા, ઉછળતી સુગંધી પરિમલથી આકર્ષાએલા ભ્રમરોથી મુખર પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડવા લાગી. તેમજ મંદ મંદ પવન વાવાના કારણે ઉડતી રજવાળી પૃથ્વીને આકાશ મંડલના ઉપરના ભાગમાં રહેલા મેઘે જળ છાંટીને શાંત કરી. વનલક્ષ્મીએ વેરેલા અનેક વર્ણવાળાં પુષ્પ ડીંટિયાં ઉપર રહેલા હોવાથી શુભતાં હતાં. નિર્મળ ચાંદી, સુવર્ણ, રત્નનાં બનાવેલા ત્રણ વલયવાળા, સિંહ સહિત પર્વત-શિખર સરખા સિંહાસનથી શોભાય.
માન, સર્વ દિશામાં ફેલાએલ કલ્પવૃક્ષનાં પુષ્પોની પરિમલવાળા, સમગ્ર સુરે, અસુરે, મનુષ્ય, તિને સમૂહ સમાઈ શકે તેવા પ્રકારના યોજન–પ્રમાણવાળા સમવસરણની રચના દેવાએ કરી.
ત્યાર પછી પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થએલ સુવર્ણકમલની પંક્તિ પર ચરણ સ્થાપન કરતા, દે વડે હાથ ઠેકીને વગાડાતા વાજિંત્રેના ઉછળતા પડઘાને અવગણીને યાન વાહનને ત્યાગ કરીને નીચે ઉતરતા દેવ-સમૂહો વડે જય જયારવ કરાતા, ઈન્દ્ર મહારાજના હાથમાં રહેલા ચંચળ ચામરથી વીંજાતા, નજીકના કલ્પવૃક્ષના ઉત્પન્ન થયેલાં વિવિધ રત્નમય પુષ્પથી શોભાયમાન સિંહાસન ઉપર ભગવંત બિરાજમાન થયા. એટલે મહીતલમાં ઝુલતા ચમક્તા હારવાળા દેના સમૂહે પ્રભુને પ્રણામ કરીને યથેચિત સ્થાને બેઠા. દે, અસુરે, મનુષ્ય અને તિર્યએને સમીપતા આપનાર એવા પ્રકારનાં ચારે દિશામાં રહેલા સમગ્ર લેકને આનંદ આપનાર સુંદર દર્શનીય ત્રણ રૂપે તરત જ પ્રગટ થયાં.
“R ' એમ પ્રણામ કરવા પૂર્વક મેઘગર્જનાના પડઘા સરખા ગંભીર સ્વરથી પ્રભુએ સમ્યગદર્શનાદિ સ્વરૂપ ધર્મદેશના શરુ કરી.-“મહાપરિગ્રહ અને આરંભ–સમૂહથી વૃદ્ધિ પામતા સજજડ કર્મ બાંધતા દુઃખ-સમૂહથી ભરપૂર નરક-કૃપમાં પડે છે. તેમજ
સ્થાવરપણામાં પણ તે જ ક્ષણમાં પ્રાપ્ત થયેલા ગરાટના કારણે વિનાશ-સૂચક દુસહ લાંબા કાળનાં દુઃખે પ્રાણુઓ પામે છે. વળી તિર્યચપણમાં પણ નિશાની કરવા, ડામનાં, વાહનમાં જોડાઈ ભાર વહન કરવાનાં, બંધન, વધ, અવયવ છેદાવા રૂપ અતિશય અનેક દુઓ લાંબા કાળ સુધી અનુભવે છે. જેવી રીતે સેંકડે ભવે અતિદુર્લભ અ૯૫ પરિગ્રહ અને હલકમી પણવાળું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, જેવી રીતે અતિદુષ્કર તપ અને ચારિત્રનું સેવન કરીને ઘણું પાપકર્મ તેડીને શુભ પુપાર્જન કરીને સમગ્ર જીવલેકમાં દુર્લભ એ દેવક જ મેળવે છે. જેવી રીતે જીવે જગતમાં સમગ્ર સુખના નિધાન સરખા જિનકત દુર્લભ દર્શન-જ્ઞાન-ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરે છે, જેવી રીતે વૃદ્ધિ પામતા ધ્યાનાગ્નિ વડે બાળી નાખેલા કન્યન-ઘાતી કર્મના પ્રભાવથી કાલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પામે છે, જેવી રીતે સમગ્ર કમલના લેપથી મુકત થએલા છે અનુપમ સુખાનુભવ યુક્ત નિર્વાણસ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સમગ્ર જીના સંસારકારણને નાશ કરવામાં સમર્થ એવી ધર્મકથામાં એકચિત્તવાળી અને નિશ્ચલ નેત્રવાળી પર્ષદા જાણે ચિત્રેલી ન હોય, તેમ શોભતી હતી. આ પ્રમાણે સમગ્ર જીવસમૂહને સંસાર-સાગરથી તારવા સમર્થ એવા ધર્મનું ભગવતે નિરૂપણ કર્યું. ત્યાર પછી કેટલાંક આત્માઓએ અસાર સંસારનું સ્વરૂપ જાણીને સકલ સંગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org