________________
૩૫૨
ચેપન્ન મહાપુરુષનાં ચરિત અંતઃપુરમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે ઈચ્છિતથી અધિક સુખ પ્રાપ્ત કરતી અને સમગ્ર ભેગ સુખ ભગવતી દિવસો પસાર કરતી હતી. વળી કલ્પવૃક્ષ વડે જેમ નંદનવનની શ્રેણિ, શ્રીવત્સમણિ વડે જેમ મહાપુરુષનું વક્ષસ્થલ, પર્વતની પાછળ છૂપાયેલ ચંદ્રવાળી રાત્રિ સરખી પ્રતિબિંબિત થયેલ વદન–શેભાવાળી દર્પણલક્ષમી સરખી અત્યંત પ્રાપ્ત કરેલ શોભાવાળી દેવી દેખાવા લાગી.
ત્યાર પછી ચલાયમાન થયેલા આસનવાળી દિશાકુમારીઓએ હંમેશાં સમગ્ર દિશાઓમાં સ્થાપન કરેલા મણિના નિર્મલ દીપકવાળા, સંપૂર્ણ કળશ સ્થાપન કરેલા કારભાગવાળા, તાજા આલેખેલ ઉજજવલ ભિત્તિભાગવાળા, ઉપરના ભાગમાં રહેલા વેત ચંદ્રમાની કિનારી પર રહેલા મુકતા ફલવાળા,વેત ભૂતિરક્ષાથી વીંટળાયેલ શય્યાની સમીપમાં મસ્તકભાગ પાસે સ્થાપન કરેલા સ્ફટિકમણિમય નિદ્રાકળશવાળા, મંત્રેલી ઔષધિઓના વલયથી બાંધેલા શયનવાળા વાસભવનમાં સારસંભાળ કરાતી વારમાદેવીને ક્રમે કરીને જન્મ આપવાને સમય પૂર્ણ થયે. પિષ માસના કૃષ્ણ દશમીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે પ્રશસ્ત મુહર્તન અને ગન સમય થયો, ત્યારે મેઘશ્રેણિ જેમ સૂર્યને તેમ સમગ્ર લેકનાં નયનોને આનંદ ઉત્પન્ન કરનાર પુત્રને વામાદેવીએ જન્મ આપે. તે સમયે ચલાયમાન થયેલા સિંહાસનવાળા ઈન્દ્રમહારાજાની આજ્ઞા પામેલા હરિણેગમેષીએ ઘંટા વગાડી, એટલે સર્વ દિશામાં સ્પષ્ટ રણકારવાળે ઘંટાને ટંકારવ ઉછ. ઘંટાના શબ્દ સાંભળીને જિનેશ્વરને જન્મ વૃત્તાન્ત સમજીને એકદમ સમગ્ર સુર–સમુદાય વિવિધ પ્રકારના વેષ ધારણ કરીને, રત્નાભૂષણ પહેરી શોભાયમાન થઈમેટાં વાજિંત્રોના પડઘાઓ સહિત શબ્દો ઉછળતા ઈન્દ્રમહારાજના મંદિરના સભામંડપમાં પહોંચ્યા. ત્યાર પછી વિકસિત મુખ ભાવાળા, બાકીના સમગ્ર સુરે, અસુરોથી પરિવરેલા સૌધર્માધિપતિ ત્રિભુવનના ગુરુ પાસે પહોંચ્યા. પછી ઈન્દ્રમહારાજાની આજ્ઞા પામવાથી હર્ષિત થયેલા હરિણેગમેલી દેવ પિતાના દૈવી પ્રભાવથી સમગ્ર રાજપરિવારને અવસ્થાપિની નિદ્રાથી સુવરાવીને, પ્રભુને લઈ જઈને ઈન્દ્રમહારાજને અર્પણ કર્યા. પાંચ પ્રકારનાં બીજાં રૂપ કરીને ઈન્દ્રમહારાજ ભગવંતને પિતાના હાથની અંજલિમાં સ્થાપન કરીને, નમસ્કાર કરીને સૂર્યનાં કિરણે પડવાથી શિખર પર રહેલા મણિના તેજની વિશિષ્ટ પ્રભાવાળા મેરુ પર્વત સમ્મુખ ચાલ્યા. વચમાં પ્રગટ ઊંચા નાના નાના શિખરવાળા, વર્ષધર પર્વતે, મહાનદીએથી મનેહર, મહાસમુદ્રના નિર્મળ જળ ઉછળતી શિખાવાળા જબૂદ્વીપને જોતા જોતા પ્રયાણ આગળ ચલાવ્યું. કેમે કરી મહા જયકાર શબ્દ કરતા દેવ-પરિવાર સાથે ઈન્દ્ર મહારાજા એકદમ ત્રિભુવનરૂપ મંદિરના સ્તંભ સરખા સુરગિરિના શિખર પર આવી પહોંચ્યા. તે સુરિગિરિ કેવો છે?
વિશાળ મણિશિલાવાળા ઊંચા શિખરે પરથી વહેતા જલપ્રવાહવાળા મનહર કલ્પવૃક્ષ ઉપર ઉત્પન્ન થયેલ મણિઓના વર્ણ સરખા પુષ્પગુચ્છમાંથી ઉછળતા અલ્પ સુગંધરસવાળા, બન્ને બાજુ નજીકમાં ચાલતા ગ્રહ-સમૂહનાં કિરણે વડે રંગ-બેરંગી થયેલા શિલાતલવાળા, વિદ્યાધર-સુંદરીઓના ચાલવાથી પગે લાગેલા અલતાના લાલ રંગથી રંગાયેલા મેખલા-સમૂહવાળા, શાશ્વતા જિનેશ્વરેનાં મણિમય ભવનથી શોભાયમાન મધ્યપ્રદેશવાળા, શિખરચૂલિકા વિષે રહેલ રક્ષા-મણિઓનાં કિરણોની કાંતિળાવા, ચંદ્રકાન્ત મણિએમાંથી ઝરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org