________________
વામાં માતાએ જોયેલાં ૧૪ સ્વપ્નો
૩૫૧
તેવું ચંદ્રબિંબ સ્વમમાં જોયું (૬). ઉદયાચલના ઉન્નત શિખર ઉપર રચિત શિરોમણિ સમાન દિવસરૂપ મૃગરાજને રોકવા માટે સ્થાપિત કરેલ જાણે રત્નજડિત પાશ ન હોય, વિશાળ ભુવનરૂપ ભવનને પ્રકાશિત કરવા માટે નિર્મલા દીપક સમાન, સ્વચ્છ ગગનરૂપ સરોવરના કમલરૂપ સૂર્યને એકદમ જોયો. (૭). પવન વડે લહેરાતી મધુર શબ્દ કરતી ઘુઘરીઓ વડે મુખર, સમગ્ર દિશામુખમાં આંદોલન થતી ઝૂલતી ચૂલા વડે ચંચળ નિર્મલ કિરણવાળા વિવિધ મણિઓથી આશ્ચર્યકારી, લાંબા દંડથી અલંકૃત, પૃથ્વી સહિત આકાશના અંતરાલને માપતો હોય તે ઉચે ધ્વજ અકસ્માત સ્વમમાં જોયો. (૮). સ્થલકમલના વિકસિત કોષના મધ્યભાગમાં સ્થાપન કરેલ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાના મધ્યભાગમાંથી પડેલી રજથી ઉજજવલ થયેલ કંઠપ્રદેશનાં વસ્ત્રવાળાં તાજા રસવાળાં, ખીલેલાં કમલપત્ર વડે આચ્છાદિત કરેલા વજનવાળા, ત્રણે ભુવનના મંગલેએ પિતાના એક મંદિરરૂપે વાસ કર્યો હોય તેવા શ્રેષ્ઠ પૂર્ણકુંભને જોય.(૯). કઈ જગ્યા પર નિર્મલ ચંદ્ર અને બટગરા સરખી ઉજજવલ કાંતિવાળા, સારસ અને હંસ પક્ષીઓ વડે મન કરેલા, કઈ જગ્યા પર વરુણદેવે વેરેલા અને તાજા રસવાળા ઉગેલા કમલ-સમૂડથી અલંકૃત, કોઈ સ્થલે ફૂટેલા નવીન પત્રયુગલની ચંચળતાના કારણે નીલવર્ણ વાળા નેત્રવડે અવલોકન કરાતા, સમુદ્ર સમાન દેખાતા એવા શ્રેષ્ઠ કમલસરોવરને સ્વપ્નમાં જોયું. (૧૦). નિર્મલ ઝળહળતા સ્ફટિક રત્નના ભિત્તિસ્થલની વિશાળ શોભાવાળા, પ્રભામંડલ ફેલાવાથી સમગ્ર પૃથ્વી અને આકાશને ઉજવલ કરનાર, વિચિત્ર મણિઓના સ્તંભમાં જડેલ સુવર્ણથી બાંધેલી ઋદ્ધિવાળા, ઊંચા શિખરેમાં અલના પામતા મેઘ-સમૂહથી ભી જાયેલ વિવિધ ચિહ્નવાળા ભવનને જોયું. (૧૧). અનેક પ્રકારનાં મણિકિરણની ફેલાયેલી પ્રભાથી મિશ્રિત જલવાળા, તરંગની લહેર વડે ખેંચાઈ આવેલા નિર્મલ મુકતાફેલેના સમૂહથી આચ્છાદિત થયેલા તટવાળા, મોટા જલહસ્તી અને મગરમચ્છના પ્રહારથી વિદ્યારિત પરવાળાનાં વૃક્ષેથી શોભાયમાન, ભરતીવાળા કિનારા પર રહેલા વૃક્ષોથી મનેર શ્રેષ્ઠ સમુદ્રને સ્વપ્નમાં (૧૨). અનેક મરકત, પવરાગ, કર્કેતન આદિ મણિ-સમૂહથી ઝળહળતા પ્રકાશવાળા જેણે દરેક દિશામાં ફેલાતા પ્રકાશના પ્રકર્ષથી ઈન્દ્રધનુષ રચેલાં છે, રત્નઢગલાના બાનાથી દૂર સુધી ઊંચે ગયેલા કુલપર્વતના શિખર સરખા ઊંચા, પૃથ્વીને સ્થિર રાખવા માટે જાણે પર્વત ન હોય તેવા રાશિને જે. (૧૩). નિર્મલ ચમકતા સ્થિર વૃદ્ધિ પામેલા મોટા શિખર-કલાપવાળા, ધૂમાડલથી રહિત પ્રભામંડલની સ્થાપના કરનાર, સુખકારક મંદ વાયુના આંદોલનથી કરેલા મંડલાકાર સ્થિતિવાળા, સૌમ્ય પ્રભાવાળા, વેગથી ઘૂમતા સારી રીતે આહુતિ અપાયેલ અગ્નિને “વામાં માતાએ સ્વમમાં જોયે. (૧૪). આ પ્રમાણે પૂર્વે કરેલા સુકૃતકર્મના પ્રભાવથી વામદેવીએ રાત્રિ પૂર્ણ થવાના સમયે શ્રેષ્ઠ સુખ જણાવનાર એવાં મહાસ્વપ્નને જોયાં. આ અવસરે ચલાયમાન થયેલા આસનવાળા ઇન્દ્રાદિક સમગ્ર દેવસમૂહે વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. સુવર્ણની વૃષ્ટિ કરી, વાજિંત્રો વગાડ્યાં, જ્યકારના શબ્દો કર્યા, પુષ્પને વરસાદ વરસાવ્ય, પ્રભુની માતાને નમન કરીને દેવગણે પાછા ગયા. ત્યાર પછી સુખપૂર્વક જાગેલી વામાદેવીએ વિધિથી પતિને સ્વપ્ન નિવેદિત કર્યા. શાસ્ત્રના અર્થ સમજનાર પતિએ પણ કહ્યું કે, હે સુંદરિ ! ત્રણે લેકમાં ચૂડામણિ સરખા સંસાર-કૂપમાં પડતા જતુસમૂહને અવલંબન માટે સ્તંભ સમાન, ઈન્દ્રો અને નરેન્દ્રોથી વંદન કરાતે પુત્ર તમને થશે. ત્યાર પછી રાજાના વચનને અભિનંદન આપીને પવનથી ચલિત થયેલા કમલપત્રના વિલાસને અનુસરતા ફરકતા ડાબાનેત્રવાળી દેવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org