________________
મેરુપર્વત પર પાર્શ્વજિનને અભિષેક
૩૫૩ જળાચ્છાદિત િિતષ મંડળના ખંડથી શોભાયમાન ગાઢ પર્વત-શ્રેણિવાળા, જળહળતી ઔષધિઓના વાલા- સમૂહથી વ્યાપ્ત થયેલ આકાશ સ્થલવાળા, ભવનમાં વિસ્તરેલ પિતાની કીર્તિ વહન કરવાની જેમ પ્રગટ નિતંબ (મધ્યભાગની નીચેના) ભાગમાં લાગેલા નિર્મલ ચમક્તા સ્ફટિકમણિમય ઉજજવલ પ્રભાના વલય-મંડલેથી વૃદ્ધિ પામેલ પ્રચંડ ભાવાળા, સર્વ પ્રકારનાં રત્નની અધિનું અવલંબન કરતો હોય તેમ વિકસિત પ્રગટ ક૯પવૃક્ષના મણિઓ સરખા પુષ્પગુચ્છામાંથી ઉડતા કેસર સરખી કાંતિવાળા, પિતાની જેમ આકાશમાં ઊંચે વિસ્તાર પામતા શિખર-સમૂહને રોકવા માફક ઘણી ઊંચાઈના કારણે સૂર્યરથના અને અટકાવતા, પ્રગટ પર્વત-શિખરને લાગેલા ગંભીર ગાઢ ગજરવ કરતા મેઘ–પડલ સરખા હાથીઓનાં ટેળાઓથી સદા પ્રતિષ્ઠિત વિસ્તાર પામેલા અને ઉછળેલા પિતાના યશની જેમ નિર્મલ પ્રવાહના કિરણ-સમૂહવાળા પારદ સુવર્ણ: રસને વહન કરતા અને રસકૂપિકાઓને ભરી દેતા એવા મેરુપર્વત પર ઈન્દ્રમહારાજા પહોંચી ગયા. ત્યાર પછી દેવે સાથે ઈન્દ્ર મહારાજા એકદમ મેરુપર્વત પર ત્યાં એકાંત અને પ્રગટ સ્થળમાં સ્ફટિકમણિ-શિલાતલ વિષે સિંહાસન જોયું. તે કેવું હતું ? ચાલતી દેવાંગનાઓની જેમ પવનથી ઉડતી ચપળ ધ્વજા વડે મનેહર, ઉપરથી પડતી આકાશગંગાના પ્રવાહ સરખા તરણ સ્તંભવાળા, મેટો સિંહ ફટિક પર્વતને વહન કરતે હોય તેવા સિંહાસનને જોયું. ઈન્દ્ર પિતાની હસ્તાંજલિમાં કલ્પવૃક્ષનાં પલે અને વિકસિત પુષ્પપ્રકર ધારણ કરવા પૂર્વક દેવાએ વગાડેલ વાજિંત્રોની સાથે જયજયારવ શબ્દ ઉછળી રહેલ હતું, તે સમયે પ્રભુને ખળામાં લઈને ઈન્દ્રમહારાજા સિંહાસન ઉપર બિરાજમાન થયા. બિરાજમાન થતાં જ દેવેએ મણિમય કળશોના મોટા નાળમાંથી નીકળતા વિસ્તીર્ણ પ્રવાહવાળા, ખળભળ કરતા શ્રેષ્ઠ ક્ષીરસમુદ્રના જળથી પ્રભુના અંગે અભિષેક કર્યો. સમગ્ર સુરે અને અસુરના હસ્તમાં રહેલા વિવિધ પ્રકારના મનેહર, જાણે ભગવંતને યજ્યકાર બોલાવતા હોય, તેમ તેમાંથી વહેતા અને ખળભળ કરતા જળ-પ્રવાહથી યુક્ત કળશે શોભી રહેલ હતા. મહાસ્ફટિક–પર્વતમાંથી વહેતા વેત ઝરણું સરખા આકાશમાં રહેલા તવૃષભના શિંગડામાંથી વહેતે જળ-પ્રવાહ પ્રભુને શોભાવતે હતે. અત્યંત સુંદર લાવણ્યમય મનહર પ્રભુના શરીર વિષે અભિષેકના જળસમૂહની જેમ દેવાંગનાઓની દષિઓ પડતી હતી. અર્થાત દેવકામિનીઓ પ્રભુને જોયા જ કરતી હતી. ઘણા પુષ્પોના કેસરાઓથી વ્યાપ્ત ક્ષીરસમુદ્રનું અભિષેકજળ પૃથ્વી પર સ્થિર થઈ ગયું ત્યારે, જાણે પ્રભુના શરીરને સ્પર્શ કરવાથી આનંદિત થયેલું હોય તેમ રોમાંચિત દેખાવા લાગ્યું. વિસ્તીર્ણ કળશમાંથી ઉછળતું અને વહેતું સુવર્ણની કાંતિથી ભેદાયેલ-સંક્રાન્ત થયેલ ક્ષીરજળ જાણે સંધ્યાનાં લાલરંગના વાદળાની શોભાને ધારણ કરતું હોય તેમ દેખાતું હતું. પ્રભુના શરીરની ચમકતી કાંતિથી સંક્રાન્ત થયેલ પર્વત-શિખરને લાગીને વહેતે અભિષેક જળને પ્રવાહ શેવાલયુક્ત હોય તે દેખાતે હતે.
પવનથી ચલાયમાન થતા અભિષેકજળમાં કંપતા પ્રતિબિંબવાળ, ચમક્તા મણિ શિખરના સમૂહવાળે મેરુપર્વત જાણે ચાલતું હોય તેમ જણાતું હતું. સુવર્ણરસ સરખા લાલ અને ભૂતેન્દ્રને કાંતિ સરખા નીલવર્ણવાળા અભિષેકના જળપ્રવાહો પર્વતની ધારા પરથી નીચે
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org