________________
૩૪૮
પન્ન મહાપુરુષોનાં ચરિત પામી અદશ્ય થાય છે. મરણ-સમયે ચાહે તેટલા ઘોડા, હાથી, રથ, નિકે, ચક સહિત ચાહે તેટલાં હથીયારે હોય, તે પણ તેઓ જીવનું રક્ષણ કરી શકતા નથી. યમરાજાની જીભથી ચટાયેલે અર્થાત મૃત્યુ સમયે ઊંચા પુષ્ટ વિશાળ ગોળાકાર સ્તનભાગની શેભા લગાર પણ રક્ષણ કરનાર થતી નથી. મૃત્યુ-રાક્ષસના મુખની અંદર રહેલ દંત-બત્રીશીને યંત્ર વચ્ચે જકડાયેલ હોય, તેને કુટુંબીઓ, વહાલા પુત્રો, બંધુઓ, પાસે રહેલા સફેદરે પણ બચાવી શકતા નથી. અતિમંદ મંદ પવનથી ડોલતા કેળપત્ર સરખા ચંચળ જીવનવાળા આ મનુષ્ય જીવનમાં સ્વજનને રાગ કેમ કરતા હશે? તેવા મનુષ્યોને ધિક્કાર થાઓ, જેઓ આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિષયાભિલાષા વડે પીડિત થઈ પોતાને જન્મ નિષ્ફળ પસાર કરે છે. પરંતુ તે પુરુષો ધન્ય છે કે, જેઓ જિનેશ્વર-ભાષિત ધર્મ જાણીને પોતાનું બલ છૂપાવ્યા વગર ધર્મ-સેવન કરવામાં ઉદ્યમવાળા છે. આમ હોવાથી હવે કિપાક–ફલ સરખા તુચ્છ ભેગ-સુખવાળા અસાર સંસારવાસમાં આ જીવે ક્યાં સુધી પડી રહેવું ?
આ પ્રમાણે ચિત્તમાં ભાવના ભાવીને પિતાનાં વસ્ત્ર પર લાગેલા તણખલા માફક સમગ્ર રાજ્યાદિ-પરિવારને ત્યાગ કરીને તીર્થકર ભગવંતના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરી. સૂત્ર
અર્થને અભ્યાસ કર્યો, તપકર્મને અભ્યાસ કર્યો. મહાવ્રત, ગુપ્તિ–સમિતિ આદિ બીજા વિશેષ અનુષ્ઠાનથી કિલષ્ટ કર્મોને વિનાશ કરીને અરિહંત, સિદ્ધ ચિત્યાદિક કરાવવાં, પ્રવચનવાત્સલ્ય-પ્રવચન–પ્રભાવના સુધીનાં સેળ કારણે એટલે વશ સ્થાનના સોળ સ્થાનકેની આરાધના કરી તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા, ક્ષીરપર્વતથી “ક્ષીરવણું” નામથી ઓળખાતી મહાઅટીમાં પહોચ્યા. ક્ષીર મહાપર્વત ઉપર સૂર્યની સામે મુખરાખીને આતાપના લેતા કાઉસ્સગ્ન-ધ્યાને રહ્યા.
આ બાજુ પેલે કુરંગક ભિલ્લને જીવ જે નરકમાં ગયે હતું, રૌરવ” નરકમાંથી નીક ળીને, તે જ ક્ષીરપર્વતની મોટી ગુફામાં રહેલી સિંહણના ગર્ભમાં સિંહપણે ઉત્પન્ન થયે. અનુક્રમે જન્મ્યો. પછી મહાપરાકમ સામગ્રીવાળ વયથી વૃદ્ધિ પામે, અનેક જીવને મારવાના કાર્યમાં તલ્લીન થયે. કેઈક સમયે આખો દિવસ વ્યતીત થવા છતાં પણ બિલકુલ આહાર–પ્રાપ્તિ ન થવાથી, ક્ષુધા લાગવાના કારણે ઉલ્લાસ પામેલ મારવાની અભિલાષાવાળો તે સિંહ જીવને ખોળતો ખેળતે ત્યાં આવ્યું, જ્યાં આ મહામુનિ હતા. ત્યાર પછી પૂર્વભવના અભ્યાસવાળા વેર–કારણથી ઉત્પન્ન થયેલા ઉગ્રકેપવાળે, કંધરા હલાવત, કેશવાળી કંપાવતે વારંવાર પૂંછડાને પૃથ્વી સાથે અફાળ, ગંભીર ગુંજારવ વડે પર્વતની ગુફાઓ અને વનાંતરાલે પૂરી દેતો સિંહ અણધાર્યો મુનિના શરીર ઉપર કૂદી પડયો. મુનિએ પણ “મને મારવાની અભિલાષાવાળો સિંહ છે એમ વિચારીને નિરાકાર અનશનનાં પચ્ચકખાણ કર્યા. ધ્યાન વહન કરતાં કરતાં દેહ ત્યાગ કરીને તે મુનિ મહાતેજવાળા “પ્રાણુત કલ્પના ઉત્તમ વિમાનમાં વીશ સાગર પમની સ્થિતિવાળા દેવ થયા.
પેલે સિંહ પણ પિતાનું આયુષ્ય પૂર્ણ થયું. એટલે મૃત્યુ પામીને “પંકપ્રભા” નામની નરક પૃથ્વીમાં દશ સાગરેપમ–પ્રમાણુ સ્થિતિવાળા નારકપણે ઉત્પન્ન થયો. ત્યાં આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી નીકળીને કંઈક ન્યૂન દશ સાગરોપમ કાળ સંસારમાં ભ્રમણ કરીને તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org