________________
કમઠ તાપસ, કાશી, વારાણસીને પરિચય
૩૪૯ પ્રકારની ભવિતવ્યતાગે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયું. ત્યાં પણ તેવા પ્રકારની કર્મ પરિણતિના યેગે જન્મ થતાં જ તેના માતા-પિતા, ભાઈ વગેરે સમગ્ર સ્વજનવર્ગ મૃત્યુ પામે. એટલે અત્યંત કરુણા પામેલ માનસવાળા દેશવાસી લોકોએ તેને જીવાડશે અને તેનું “કઠ” એવું નામ પાડ્યું. તેને બાલ્યકાળ પૂર્ણ થયે અને તે યૌવનાવસ્થા પાપે. સમગ્ર લોકોને ઉદ્વેગ કરાવનાર તે કઈ પણ પ્રકારે મહા મુશ્કેલીથી ભેજનવૃત્તિ મેળવતા હતા. એમ કરતાં તે વૈરાગ્યમાર્ગ પામે અને ચિંતવવા લાગ્યું. શું ચિંતવવા લાગે?—જે કઈ પણ પ્રકારે બીજા જન્મમાં વૃદ્ધિ પામેલા મહામહ દોષના કારણે હું શ્રેષ્ઠધર્મ કરવા શક્તિમાન ન થયે. આવી પડતા મહાદુઃખ-સમૂહને નાશ કરનાર ધર્મની વાત તે દૂર રહો, પરંતુ સમસ્ત જીવલોક વિષે મેં મધ્યસ્થતા પણ ન કરી, ઉપેક્ષા ભાવના ન ભાવી, જેથી મેં પૂર્વે કરેલાં અનેક પાપની સંપત્તિ અતિશય મારા હૃદયમાં સજજડ દુઃખ-દાવાગ્નિને વધારે કરે છે. કુરૂપ, દૌર્ભાગ્ય, સ્વામીએ કરેલ દુઃસહ અપમાન, દરિદ્રતા આદિ દુઃખ પામેલા પુરુષને મરણ સુખ જણાય છે. તે હવે મરણ પામવાના સરવ વગરના મને મારાથી કઈ પ્રકારે મરણ પામવા સમર્થ બની શકાતું નથી, તે મારા સરખા દરિદ્રને ધર્મમાં ઉદ્યમ કરવાનું મન કરવું, તે યંગ્ય છે. આવા પ્રકારની ચિંતાગ્નિની જવાલાથી જળી રહેલા હૃદયવાળો કઠી-(કમઠ) ધર્મ-નિમિત્તે વકલા વસ્ત્ર ધારણ કરનાર વનવાસી બન્યું. એમ અજ્ઞાની ધર્મનું દીક્ષા-વિધાન ગ્રહણ કરીને કંદમૂલ-ફલાદિકથી પ્રાણવૃત્તિ કરતે, બ્રહ્મચર્યવ્રતના અભિગ્રહવાળો તે પંચાગ્નિ-પ્રમુખ ઘણું પ્રકારના તપ-વિશેષે કરવા લાગ્યા.
આ બાજુ કનકરથ ચક્રવતીને જીવ દેવપણામાં ઈચ્છિત ભેગસુખ ભોગવીને, દેવપણાનું આયુષ્ય પૂર્ણ થયું, ત્યારે ત્યાંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થયે, તે કહે છે--
જબૂદ્વીપ નામના આ જ દ્વિીપમાં ભરત ક્ષેત્રમાં કાશી નામને દેશ હતે. તે કે હતો? વિવિધ પ્રકારના વૃક્ષખંડથી શોભાયમાન, વિકસિત કમલવનથી ઉછળતા મકરંદથી રંગીન અને વાસિત દિશામંડલવાળા, નવીન ખીલેલા કમલના પરિમલમાં આસક્ત થયેલા ભ્રમરોના ઝંકાર વાળા, કલિકાલના વિલાસોથી ન સ્પર્શાયેલ, પાપકાર્યોથી નહિં લેપાયેલ, દુર્ભાગી દુકાળને ન દેખનાર પાપ-પ્રવૃત્તિઓ ન કરનાર, શત્રુચકના ભયથી મુક્ત કાશી” નામને દેશ હતો. તેમાં સમગ્ર લોકેને સુંદર સુખ ઉત્પન્ન કરનાર ભેગથી યુક્ત “વારાણસી” નામની નગરી હતી. તે કેવી હ કલ્પવૃક્ષ સરખા સજજન પુરુષવાળી, ઊંચા પર્વત જેવા કોટના શિખરવાળી, સવારની સંધ્યાની જેમ જાગેલા અને પ્રતિબોધ પામેલા લેકવાળી, જેણે સમુદ્રની ભરતીની જેમ કલકલ રવથી જગતનાં આંતરાં પૂર્ણ કરેલાં છે, હરિવંશની કથાની જેમ બાલકની કીડાએથી મનહર નગરી હતી. ત્યાં કેવા નગરલકે રહેતા હતા? મધુર શબ્દો બોલનાર, આવનારને પધારે, પધારો” એમ કહી આવકાર આપનાર, સુંદર રૂપવાળા હોવા છતાં પરદારાથી પરમુખ, સત્વની પ્રધાનતા હોવા છતાં પરલક–ભીરુ, ગરુડમંત્ર જાણવા છતાં ભુજંગ-ખલપુરુષના સંસર્ગ થી ભય પામનારા નગરજનેથી વસેલી “વારાણસી” નગરી હતી.
તે નગરીમાં લાંબા કાળ પહેલાં તેમના વંશના પૂર્વ પુરુષના સરખા સુંદર ચરિત્રવાળા, પિતાની ભુજાના પરાક્રમથી ઉપાર્જન કરેલ પૃથ્વીમંડલવાળા, અપ્રતિખલિત શક્તિપણુથી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org