________________
કર્મોનાં નામ અને તેના ભેદો
३४७
પણ પિતાના રાજ્યનું સુખ અનુભવતાં ઘણે કાળ પસાર થયે. કેઈક સમયે મહેલની અગાસીમાં તેણે વંદન-નિમિત્તે આવતા, ઉપર-નીચે જતા દેવસમૂહને દેખે. તેમને દેખીને જાણ્યું કે, જિનેશ્વર પધાર્યા છે, તે વંદન કરવા માટે હાથી, રથ, ઘેડા. પગે ચાલનાર સૈનિકે, સમગ્ર અંતઃપુર તથા સર્વે સાંમંતથી અનુસરતા “કનકરથ” ચકવતી નીકળ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરીને બહુ દૂર નહીં એવી નરની પર્ષદામાં બેઠા. ધર્મશ્રવણ કરવાની અભિલાષાવાળી પર્ષદાને જાણીને ભગવતે ધર્મદેશના શરુ કરી.
આ જીવલેકમાં જીને કમને બંધ અને મોક્ષ, ગતિ અને આગતિ, ભુવનનું સંસ્થાન, દ્વીપાદિકનાં પ્રમાણ, નારક, તિર્યંચ, અમર, મનુષ્યની ચાર ગતિ, તેમાં જન્મ, સુખ અને દુઃખ, શરીરની સ્થિતિ, તેમ જ પુણ્ય-પાપના પરિણામ, આમ્રવ, સંવર, નિર્જરા, છએ જીવનિકાયની સ્થિતિ, આ પ્રમાણે જેના ઉપર ભાવ–અનુકંપા કરનાર ભગવંતે ધર્મ સંભળાવ્યું. પછી હર્ષથી રોમાંચિત થયેલા દેહવાળા “કનકરથ' રાજાએ કથાન્તર જાણવા છતાં પ્રણામ કરીને કર્મોનાં નામ અને ભેદો પૂછયા.
તે સાંભળીને ભગવંતે કહ્યું–હે દેવાનુપ્રિય ! સાંભળો, સંક્ષેપથી અહીં જો બે પ્રકાર રના છે; તેઓ સંસાર–અરણ્યમાં પરિભ્રમણ કરતા પોતાનાં હિતાહિત કાર્યો કરવા દ્વારા કર્મ બાંધે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે–૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. આ કર્મની આઠ મૂળ પ્રકૃતિએ સમજવી. હવે ઉત્તરપ્રકૃતિઓ સાંભળ-તેમાં જ્ઞાનાવરણીય પાંચ પ્રકારનું, દર્શનાવરણીય નવ પ્રકારનું, વેદનીય બે પ્રકારનું, મેહનીય અઠ્ઠાવીસ પ્રકારનું આયુષ્ય ચાર પ્રકાર રનું, ગોત્ર બે પ્રકારનું, અંતરાય પાચ પ્રકારનું, આ કર્મોથી મુંઝાયેલા જીવ કાર્ય કે અકાર્ય જાણતો નથી, ગમ્ય કે અગમ્યને વિવેક કરતા નથી, ભય કે અભક્ષ્ય ઓળખી શકતું નથી, પેય કે અપેય, હિત-અહિત, પુણ્ય કે પાપ જાણતા નથી. એ મેહનીય કર્મને આધીન પડેલે આત્મા સર્વથા તેવું તેવું આચરણ કરે છે, જેથી ઘણા પ્રકારના દુઃખરૂપ કલ્લોલની પ્રચુરતાવાળા ભવ–સમુદ્રમાં પડે છે. તે હે રાજન્ ! બીજા કથાના પ્રસંગમાં તમે પૂછેલા આ પ્રશ્નને ઉત્તર કર્યો. કર્મ સંબંધી વધારે સ્વરૂપ જાણવાની અભિલાષાવાળાએ બીજા સ્થાનથી જાણી લેવું. ભગવંતે કહેલા ધર્મને સાંભળીને ઉત્પન્ન થયેલા ભવના ભયથી ઉદ્વેગ પામેલા માનસવાળે ચકવતી જગન્નાથના ચરણ–યુગલને પ્રણામ કરીને નગરમાં પહોંચ્યા. ભગવંત પણ વિહાર કરીને બીજે ગયા. કેઈક વખતે પિતાના મહેલમાં રહેલા સિંહાસન પર બેઠેલા ચક્રવતીને, ભગવંતને વંદન કરવા માટે આવેલા સુરવર-સમૂહને, તેમની ત્રાદ્ધિસમૃદ્ધિના વિસ્તારને યાદ કરતાં પૂર્વભવનું સ્મરણ પ્રગટ્યું. દેવલેકમાં અત્યંત ઉત્તમ સંગ સાથે પિતાના કીડા-વિલાસ વિચારવા લાગ્યા, કેવી રીતે ? દેવલોકવતી જે રૂપ, દેહ અને સુખ સમૃદ્ધિ સંજોગો મને હતા, તેવા અહીંના રૂપાદિક વિચારીએ તે ખરેખર કલ-મલ અને રુધિરની પ્રચુરતાવાળા, તથા પિત્ત, કફ, આંતરડાં, મૂત્રથી બીભત્સ, ધૃણા ઉત્પન્ન થાય તેવા દુર્ગધ ફેલાવતા આવા મનુષ્યના ભેગે હું કેમ પામ્યો ? ક્ષણભંગુર ભુવનમાં શકટ આદિના અને જેના ભાવે અતિરક્ષણ કરવામાં આવે તે પણ વિનાશ પામે છે, તેમ આ અસ્થિર દેહનું ચાહે તેટલું રક્ષણ કરવામાં આવે, તે પણ મેઘધનુષ્ય માફક ક્ષણમાં વિનાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org