________________
(૫૩) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પરહિત કરવામાં ઉદ્યમવાળા મહાનિધાન સરખા મહાવિદ અને ઉપસર્ગોને નાશ કરનાર કોઈ મહાપરાક્રમી આત્માઓ ઉત્પન્ન થાય છે.
જંબુદ્વીપ નામના આ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં ઊંચાં ભવ્ય ભવને અને ઉપવનેથી મનેહર મહાદ્ધિ-સમૃદ્ધિવાળા લોકોની વસ્તીવાળું પોતનપુર” નામનું નગર હતું. ત્યાં મેદોન્મત્ત શત્રુરૂપ કમલેને સંકોચ કરાવનાર, ચંદ્ર સરખે “અરવિંદ” નામને રાજા હતો. તે રાજાને અનેક શાસ્ત્રના અર્થ અને પરમાર્થ સમજેલો હોવાથી સુબુદ્ધિવાળા, જીવાજીવાદિક પદાર્થના વિસ્તારવાળા બોધથી ઉત્પન્ન થયેલા સમ્યગદર્શનવાળે “વિશ્વભૂતિ' નામના પુરહિત હતો. ઉભય લેકના હિતનું અનુવર્તન કરનારી “આશુધરી” નામની તેને ભાર્યા હતી. તેની સાથે વૈભવનુસાર વિષયસુખ અનુભવતાં તેમને અનુક્રમે “કમઠ” અને “મરુભૂતિ' નામના બે પુત્રો ઉત્પન્ન થયા. દેહની પુષ્ટિથી વૃદ્ધિ પામતા ક્રમે કરી યૌવનવય પામ્યા. મોટા કમઠનું “વરુણા કન્યા સાથે અને નાના મરુભૂતિનું “વસુંધરા નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. એ પ્રમાણે કાળ વહી રહે છે. કેઈક સમયે શ્રાવકધર્મ કરવામાં ઉદ્યમ કરનાર વિશ્વભૂતિ કાળ પામીને દેવલેકે ગયે. પતિના વિયોગના શેકાનલથી તપેલા માનસવાળી તે અણુધરી પત્ની તેવા પ્રકારના વ્રતવિશેષથી કાયાને શેષાવીને ગૃહવાસને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી દેવલોક પામી
ત્યાર પછી કમઠ અને મરુભૂતિએ માતા-પિતાનાં મરણોત્તર કાર્યો કર્યા અને ક્રમે કરી માતા-પિતાના વિરહના શક-રહિત બન્યા. મોટાને ગૃહસ્થ ધર્મમાં સ્થાપન કર્યો. જિનવચનમાં અત્યંત ભાવિતમતિવાળો નાનો મરુભૂતિ તે વળી અત્યંત વિષયાસક્તિથી દૂર રહેલે, સકલ શાસ્ત્રના અર્થ વિચારવામાં કુશલ, સંસારના વિલાસથી પરાભુખ, વિષય-તૃષ્ણાની અભિલાષા વગરને રાત્રિ-દિવસ પૌષધ-ઉપવાસ કરીને જિનભવનમાં ઘણા સમય પસાર કરતા હતા. એટલે તેની વસુંધરા પત્ની મનહર યૌવન ફૂટવાથી શોભાયમાન અવયવાળી વિષલતાની જેમ સમગ્ર લોકોના મનને મેહ ઉત્પન્ન કરનારી થઈ
તેવા સુંદર રૂપને દેખીને મેડના વેગને રેક મુશ્કેલ હોવાથી, વિષયના વિલાસોનું નિવિવેકી પણું હોવાથી મોટા ભાઈ કમઠનું ચિત્ત ચલાયમાન થયું. ભાઈની પત્ની ઉપર અનુરાગ ઉત્પન્ન થયે. અકાર્ય આચરણની અભિલાષા વૃદ્ધિ પામી. જેથી પોતાના કુલના કલંકના અપવાદને અંગીકાર કરીને, દુર્ગતિના દુઃખની પરંપરાને સ્વીકારીને વિકાર-સહિત શૃંગારિક વાતો કરવા પૂર્વક તેની સાથે આલાપ કરવા લાગ્યો. એ પ્રમાણે હમેશાં બેલાવતાં અનુરાગથી તેના ચિત્તનું આકર્ષણ કર્યું. અથવા તો જેમ સ્નેહથી સંકળાયેલાં હોય. તેને જુદા પડાવે છે અને દૂર રહેલા હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org