________________
કમઠનું દુરાચારણ
૩૩૩ પણ પ્રેમ ઉત્પન્ન કરાવે છે, તેમ ચતુરાઈ પૂર્વક અનુરૂપ શબ્દપ્રયોગ કરીને બેલાયેલી વાણી દૂર રહેલો હોય તેવાને પણ પ્રેમ કરાવે–તેમાં આશ્ચર્ય નથી. તે વસુંધરા પણ જેણે અત્યારસુધી વિષય-સંજોગ જાણ્યો નથી, પતિએ પણ ત્યજેલી છે–એમ માનીને, કામદેવ દુર્ધર હોવાથી કમઠ સાથે લાગુ પડી. એ પ્રમાણે પરસ્પર બંનેને સનેહપ્રકર્ષ વૃદ્ધિ પામે. આ હકીક્ત વરુણએ જાણી. તેવા પ્રકારનું વર્તન જોવા માટે અસમર્થ, ઈર્ષાગે, ઉત્પન્ન થયેલા ક્રોધથી યથાર્થ હકીકત મરુભૂતિને જણાવી, પણ તેણે તે વાત ન માની અને તેને વચનની અવગણના કરી. વારંવાર કહેવા લાગી, ત્યારે મરુભૂતિ ચિંતવવા લાગ્યો
જ્યાં સુધી પોતે પ્રત્યક્ષ દેખ્યું ન હોય, ત્યાં સુધી હિત ઈચ્છતા મનુષ્ય કોઈના કહેવા માત્રથી તેને સત્યપણે ન સ્વીકારવું.” જ્યાં સુધી હું પ્રત્યક્ષ ન દેખું, ત્યાં સુધી આ વિષયમાં મારે કંઈ કરવાનું રહેતું નથી.
હવે ચિત્તમાં એક કલ્પના ગઠવી કે – “હું ગ્રામાન્તરે જાઉં છું' એમ તેમની આગળ કહીને તે પોતાના ઘરેથી નીકળી ગયે. પ્રદોષસમયે જુનાં કપડાં પહેરેલ, લાંબી મુસાફરી કરીને આવેલે હેવાથી થાકેલે, પિતાનું રૂપ અને ભાષાનું પરાવર્તન કરીને અહીં મને રહેવા માટે સ્થાન મળશે?” – એમ કમઠ આગળ પૂછવા લાગ્યો. કમડે પણ રાત્રિ અંધકારવાળી, બુધિમાં ઘણા વિકલ્પો ચાલતા હોવાથી અંધારામાં તેને ઓળખી શકે નહિં અને કારુણ્યભાવથી તેને કહ્યું કે, “હે ભદ્ર! અહીં આંગણામાં તારી ઈચ્છા પ્રમાણે નિવાસ કર.” ત્યાર પછી મરુભૂતિ સૂઈ ગયો. સાચી હકીક્ત જાણવાના અભિપ્રાયથી યથાસ્થિત તેઓને વ્યવસાય જોયા કર્યો. સાંભળ્યા પ્રમાણે પ્રત્યક્ષ દેખ્યું. તે વ્યવહાર દેખવા અસમર્થ અંતઃકરણમાં વૃદ્ધિ પામેલા કે પારિનની જવાળાઓથી ભયંકર થયેલા હૃદયના આવેગવાળે, લોક – નિંદાના ભયવાળે કઈ પ્રકારે ચિત્તના વિકારને દબાવીને તે પ્રદેશમાંથી નીકળી ગયું. રાજા પાસે જઈને યથાર્થ હકીકત કહી. કોપ પામેલા રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે પોતાના કુલને કલંકિત કરનાર દુરાચારી આ કમઠને ગધેડા ઉપર બેસાડીને, ફુટેલ ઢોલ વગડાવી, સતત લગાતાર માર મારતાં મારતાં નગરમાંથી કાઢી મૂકો.” સેવકએ રાજ-આજ્ઞા પ્રમાણે તેને કાઢી મૂકો.
ત્યાર પછી તે કમઠ તેવા પ્રકારની વિડંબનાથી ઉત્પન્ન થયેલ કોધપ્રકર્ષવાળો કંઈ પણ બીજું કાર્ય કરવા અસમર્થ થયેલ નગરમાંથી નીકળી ગયા. મહારાગ્યથી ઉત્પન્ન થયેલ પરલેક-હિતાચરણ કરવાના ચિત્તવાળ વનમાં ગયે. પરિવારની દીક્ષા ગ્રહણ કરીને કષ્ટવાળું અજ્ઞાનતપ કરવા લાગ્યો. આ હકીક્ત જાણીને ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળે મરુભૂતિ કમઠને ખમાવવા માટે વનમાં ગયે. તેના ચરણમાં પડે. કપાતિશયવાળા કમઠે પણ પરિવ્રાજકપણું વિસારીને, તેનાથી થયેલી વિડંબનાનું સ્મરણ કરીને, પગે પડેલા મરુભૂતિના મસ્તક ઉપર નજીકમાં રહેલી મડાશિલા ગ્રહણ કરીને ફેંકી. પ્રહાર નિષ્ફલ ગયેલે જાણી ફરી પણ તે જ શિલા ઉપાડીને તેના ઉપર નાખી. તેના મહાઘાતથી મસ્તક ઘૂમાવતો અને મુખમાંથી લોહીનું વમન કરતો તીવ્ર વેદનાથી વૃદ્ધિ પામતા મહાઆત ધ્યાનવાળે તે મરુભૂતિ મૃત્યુ પામીને અતિઉચા પર્વત પાસેની ગાઢ નિછિદ્ર ઝાડીવાળા, મોટા પાંદડાવાળા વિકસિત સલકી વૃક્ષવાળા, વિવિધ વનખંડેથી શોભાયમાન “દંડક” નામના અરણ્યમાં શ્રેષ્ઠ હાથીઓના ટોળામાં રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org