________________
બ્રહ્મદત્તના ચક્રવર્તીનું શેષ જીવન
૩૩૧
કે ચક્રવતીને આહાર ચક્રવતીજ પરિણુમાવી શકે અર્થાત પચાવી શકે, પણ મારે આહાર બીજા પચાવી શકે નહિં.” બ્રાહ્મણે કહ્યું કે, “તમારા સરખા મહાનુભાવ પણ જે અન્નમાત્ર આપવા માટે આટલે વિચાર કરે, તે મળેલી રાજ્યલક્ષમી નિરર્થક સમજું છું, છખંડવાળા ભરતનું સ્વામીપણું નિરર્થક છે, અહીં ઘણા રાજાઓ રાજ્ય કરી છેવટે છોડીને ચાલ્યા ગયા, તમને પણ આ રાજયલમી શાશ્વતી નથી.” આ પ્રમાણે બોલનાર બ્રાહ્મણ ઉપર કષાય ઉત્પન્ન થયે અને તેની વાત સ્વીકારી ભેજન આપવાનું નકકી કર્યું. ત્યાર પછી પુત્ર, પુત્રી પૌત્રાદિપરિવાર સાથે તેને ભેજન કરાવ્યું. ભોજન કરીને બ્રાહ્મણ પિતાના ઘરે ગયા. હજારકિરણવાળે સૂર્ય અસ્ત પામે, રાત્રિ પડી. થોડો થોડો આહાર પરિણમન થવા લાગે એટલે અત્યંત ઉન્માદને વેગ વધવા લાગે, કામદેવને મહામદ ઉત્પન્ન થવાથી વિવેકરહિત બની માતા, પુત્રી, બહેનની ગણતરી કર્યા વગર બ્રાહ્મણનું આખું કુટુંબ પરસ્પર અકાર્યનું આચરણ કરવા લાગ્યું કે જ્યાં સુધી તે આહાર સંપૂર્ણ પરિણામ ન પામ્યો અર્થાત્ પચી ન ગયે. રાત્રિ પૂર્ણ થઈ. આ સર્વ હકીકત નગરલોકેના જાણવામાં આવી. બ્રાહ્મણ પરિવાર અત્યંત લજજા પામે. બ્રાહ્મણ પોતે તે લોકોને મુખ બતાવવા અસમર્થ થવાથી નગરમાંથી નીકળી ગયો અને ચિંતવવા લાગ્યું કે, “જુઓ ! વગર કારણના વૈરી બ્રહ્મદ ભજનમાત્ર માટે મને વિરુધ આચરણ કરનાર કર્યો. એમ વિચારતા તેને ક્રોધ ઉત્પન્ન થયે. “હવે કયા ઉપાયથી રાજાનો અપકાર કરીને બદલે લે ?' એમ વિચારતા તેણે ઘણા અપકાર કરવા માટે વિચારણાઓ કરી. છેવટે એક ગોફણથી લક્ષ્ય વિંધનાર ચતુર મિત્ર મળી આવ્યા, તેને સદ્ભાવ પૂર્વક આદર કર્યો અને પિતાને અભિપ્રાય તેને જણાવ્યું. તેણે પણ તે વાત એકદમ સ્વીકારી લીધી.
કેઈક સમયે રાજમાર્ગ પર નીકળેલા ચક્રવતીને ભીંતની એથે શરીર છૂપાવીને તે મિત્રે ગોફણથી બે કાંકરા એક સાથે ફેંકીને બે આંખનું લક્ષ્ય કરીને ચક્રવતીની બંને આંખે ફેડી નાખી. તેની પાસેથી તે વૃત્તાન્ત જાણીને ઉગ્ર ક્રોધ પામેલા તેણે કુટુંબ-સહિત પુરોહિતને મરાવી નખાવ્યો. બીજા પણ અનેક બ્રાહ્મણોને મરાવીને રાજાએ મંત્રીને કહ્યું કે, “આ સર્વેની આંખો એક થાળમાં એકઠી કરી મારી પાસે સ્થાપન કરે. જેથી તેને મારા હાથથી મસળી મસળી સુખને અનુભવ કરું. મંત્રીએ પણ તેની કર્મ–પરિણતિના તીવ્ર અધ્યવસાયવિશેષ જાણીને ગુંદાવૃક્ષના ફલને ચીકણું ઘણું ઠળીયા થાળમાં એકઠા કરી તેની આગળ મક્યા. તે રાજા પણ તે ગુંદાફળને મસળતાં પિતાને કૃતાર્થ માનતે રૌદ્ર અધ્યવસાય કરતો કે, “બ્રાહ્મણે. નાં નેત્રો મેં મેળવ્યાં.” એ રીતે દિવસો પસાર કરતા હતા. આ પ્રમાણે નેત્રને વ્યપદેશ કરીને અપાતા ગુંદાફળના ઠળીયાઓને હાથથી મસળતાં તેના સાતસે સોળ વર્ષ અને ઉપરાંત કેટલાક દિવસે પસાર થયા. તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું, ત્યારે તેવા જ ક્રૂર રૌદ્ર અધ્યવસાયની વૃદ્ધિ કરતે કરતે તે મૃત્યુ પામીને “મહાતમ” નામની સાતમી નારકીના “અપ્રતિષ્ઠાન” નામના નારકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકીપણે ઉત્પન થયો.
આ સમજીને બીજા કોઈ સાધુએ નિયાણું ન કરવું. આ પ્રમાણે નિયાણનું બળવાનપણું જણાવનાર બ્રહ્મદત્ત નામના બારમા ચાવતીનું પ્રગટ ચરિત્ર સમાપ્ત થયું.
આ પ્રમાણે આગધારક આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગર સૂરિએ “ચઉષ્પન્ન મહાપુરિસ ચરિય” ના ગુર્જરીનુવાદમાં બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ કર્યું. [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org