________________
૩૩૦
ચપન્ન મહાપુરુષનાં ચરિત ધરી ચક્રનું સ્મરણ કર્યું, એટલે તરતજ અનેક કિરણોથી ઝળહળતું સૂર્યમંડળ સરખું ચક્રહાથમાં આવી ગયું છેષથી લાલ થયેલા નેત્રવાળા બ્રહ્મદર તેને વધ કરવા માટે તેના પર કહ્યું. દીર્ઘરાજાને મૃત્યુ પમાડયા. “ચક્રવત જ્યવંતા વર્તા” એ કે લાહલ ઉછળ્યો.
આ સમયે નગર દુકાનેને અને ભવનેને શેભાયમાન કરીને નગરલેક તેને જોવા માટે આવ્યા. રાજાએ નગરલકોને યથાયેગ્ય સત્કાર કર્યો, બીજાઓને પણ યથાયોગ્ય સત્કાર-સન્માન દાન કરીને નગરીમાં પ્રવેશ કરવા લાગ્યા. પ્રવેશ કરતા બ્રહ્મદત્તને જેનાર નગરલોકેએ પિતાના ગવાક્ષેને મુખ-કમલમય બનાવ્યા. પ્રાસાદમાળાઓને મહિલામય બનાવ્યા અર્થાત જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ જ દેખાય. રાજમાર્ગ આભૂષણ અને સમગ્ર નગર આનંદમય શબ્દવાળું બની ગયું.
વિશેષમાં બ્રહ્મદત્ત રાજાના દર્શન કરવા માટે બહાર નીકળેલી નગર-નારીઓ વડે તે નગર દેવાંગનામય બની ગયું. તે આ પ્રમાણે–તત્કાળ પૂર્ણિમાના મનહર ચંદ્ર-મંડળે ઉગ્યા હોય તેના સરખી કેટલીક સ્ત્રીએ ડાબા હાથમાં મણિનાં દર્પણે રાખી પંક્તિબદ્ધ તેજ પાથરતી હતી. કમળ વિકસિત કરનાર બાલસૂર્ય સરખી લાલ કમલિની સરખી કેટલીક સુંદરીઓ સરસ અળતાના રસથી હાથ-પગનાં તળીયાં રંગીને, સાંકળથી જકડેલા ચરણવાળી હાથણીની જેમ કેટલીક નગર-સુંદરીઓ પહેરેલા કટીસૂત્ર ઉછળવાથી ખલના પામતી ગતિવાળી, અતિશય ઉન્નત મેટા પધરવાળી વર્ષાલક્ષમીની જેમ કેટલીક સુંદરીઓ ઉદ્ભટ મનહર વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષના રંગ સરખાં વને ધારણ કરનારી, મધુર શબ્દ બેલનાર હંસના કલરવવાળી, શરદલમીની માફક ચાલવા માટે ઉપાડેલા ચરણમાં પહેરેલા મણિજડિત નૂપુરના શબ્દ કરતીચક્રવાકમિથુન બેઠેલ કાંઠાવાળી ગૃહવાવડી સરખી કેટલીક નગરયુવતીઓ પુષ્ટ મોટા સ્તનોમંડલ વચ્ચે રહેલા ચપળ હારવાળી, વિવિધ વર્ણવાળા મણિઓના વિચિત્ર ઊર્ધ્વગામી કિરણોના બાંધેલા જાલ-સમૂહવાળી, જાણે ગૃહપરિચયના કારણે માર્ગની પાછળ લાગેલા મયુર કેમ ન હોય? એવી નગર-સુંદરીઓ કુતહળથી બ્રહ્મદત્ત રાજાને જોવા માટે નગર-માગે આવી. ત્યાર પછી સમગ્ર નગરલોકને કુતહળ ઉત્પન્ન કરતા, નગરને નીહાળતા બ્રહ્મદર, દ્વારભાગમાં સ્થાપન કરેલ મંગલ કળશાદિ સામગ્રીવાળા પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. સમગ્ર સામંત રાજાઓએ ચક્રવતીને રાજ્યાભિષેક કર્યો. આગળ કહી ગયા તે પ્રમાણે ચક્રવતીએ ક્રમે કરી છ ખંડવાળા ભરતક્ષેત્રને સાધ્યો. પુષ્પવતી વગેરે સમગ્ર અંતઃપુર–પરિવાર આવ્યું.
આ પ્રમાણે પ્રાપ્ત થયેલા ચક્રવર્તીને ઉચિત પરિવારવાળા મારા દિવસો પસાર થઈ રહેલા હતા. કોઈક સમયે “મધુકરીગીતિકા” નામના નાટકને જોતાં જોતાં મને જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. આ પછીની હકીકત તે તમે જાણે જ છે. તેથી કરીને હે ભગવંત! આ વૃત્તાન્તથી મેં દુઃખથી ભેગે પ્રાપ્ત કર્યા છે, તેથી તે ત્યાગ કરવા હું શક્તિમાન નથી. આપને વધારે શું કહેવું? ત્યાર પછી તે સાંભળી “કર્મની ગતિ વિચિત્ર છે.” એમ માની મહર્ષિ મૌન રહ્યા. બ્રહ્મદને અંતઃપુર-સહિત મહર્ષિને પ્રણામ કરી નગરમાં પ્રવેશ કર્યો. તે મુનિ ભગવંત અનેક પ્રકારના તાપવિશેષ કરીને કર્મસમૂહને વિનાશ કરીને શુભધ્યાનમાં રહેલા અપૂવકરણ કરીને કેવલજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યાં.
આ બે જુ ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરેલા વિષયસુખવાળા રાજ્યનું પાલન કરતા બ્રહાદત્ત ચક્રવર્તીએ ઘણો કાળ પસાર કર્યો. એક વખતે ભેજનને સમય થયે, ત્યારે એક બ્રાધામે આવીને રાજાને કહ્યું કે, અરે મહારાજ ! આજે મને એવી ઈચ્છા થઈ છે કે, “ચક્રવતીનું ભજન કર્યું, તે ભેજન બીજે કયાંય પ્રાપ્ત થઈ શકે તેમ નથી' એમ ધારીને તમને પ્રાર્થના કરું છું તે સાંભળીને બાદ કહ્યું કે, મારું આ ભેજન ખાઈને તમે પચાવવા સમર્થ નથી, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org