________________
બ્રહ્મદત્ત ચક્રવતી દ્વારા દીર્ઘ રાજાનું મરણ
૩૨૯ યુદ્ધને આરંભ થયે. ચપળ ઘોડાઓની કઠોર ખરી વડે ઉખડીને ઊડતી રજવડે રોકાઈ ગયેલા દૃષ્ટિમાર્ગવાળા, વિવિધ પ્રકારના વસ્ત્ર ધારણ કરેલ ઉત્સાહી અશ્વસવારેવાળા, મેઘ સરખા શ્યામ હાથીઓની ઘટા પર આરૂઢ થયેલા, કદર્થના પમાડતા સુભટોવાળા, મસ્તક ધુણાવી મસ્તક પર રહેલ નાના ચામરને ડોલાવતા અશ્વોથી ખેંચાતા રથ-સમૂહવાળ, પરસ્પર ફેંકેલા હથીયારવાળા, તથા, હાથીઘટા, રથે અધો, અને સૈનિકનું કમકમાટી–ધ્રુજારી ઉત્પન્ન કરનાર યુદ્ધ થયું. આ પ્રમાણે દીર્ઘરાજાના સૈન્ય સહારા વગરના કટક રાજાના સૈન્યને વેર-વિખેર કરી ભગાડી મૂક્યું.
લજા અને અભિમાનને ત્યાગ કરી કટક રાજાનું સૈન્ય ભગ્ન થયું કે તરત જ હાથીના ગંડસ્થળમાંથી ઓસરી ગયેલા મદરૂપ મેઘધકારવાળા, અશ્વની કઠોર ખરીથી ઉખડેલ પૃથ્વી તલમાંથી ઉડેલ ધૂળથી છવાઈ ગયેલ દિશામુખવાળા, એકી સાથે સમૂહમાં આવતા ના ચકોના મોટા શબ્દરૂપ ગજરવથી બહેરા થયેલા મહીતલવાળા, “મારે, મારે મારે એવા ભયંકર પ્રચુર પોકારવાળા દીર્ઘરાજાના પગપાળા સૈન્યમાં નિર્દયપણે ક્રોધાવેશ બની કુટી ચડાવી હાથમાં તલવાર ગ્રહણ કરી “બ્રહ્મદ” આવી પહોંચ્યા. “બ્રહ્મદરા યુદ્ધમાં ઝંપલાવ્યું એમ જાણીને બ્રહ્મદાનું સમગ્ર સૈન્ય પણ યુદ્ધ કરવા ચાલ્યું. ફરી યુદ્ધ પ્રવર્લ્ડ
મોટા ગજેન્દ્રની ઘટા રૂપ નીચે નમતા ઘણા મેઘસમૂહવાળા, અનેક વર્ણવાળી બનાવેલી યુદ્ધચિહ્નની ધ્વજારૂપ ઈન્દ્રધનુષની શોભાવાળા, મ્યાનમાંથી ખેંચેલ ચમકારા કરતી તરવાર રૂપ વિજળીને ચમકારા કરતા, સુભટેએ કરેલા ઉદ્ભટ પિકારરૂપ ગજાવના શબ્દોથી મુખર, મોર પિછાનાં કરેલાં છત્રો પવનથી કંપતાં હતાં. તે જાણે નૃત્ય કરતાં હોય તેવા વર્ષા સમયના પ્રચંડ મેઘ સરખા બ્રહ્મદાના રસૈયે અર્ધક્ષણમાં દીર્ઘરાજાના સૈન્યને ગ્રીષ્મકાળના વંટોળીયાની જેમ ભગાડી મૂકયું.
પિતાનું સૈન્ય ભગ્ન થયું, બ્રહ્મદરાનું સૈન્ય ચારે બાજુ ફરી વળ્યું, એટલે દીર્ઘરાજાએ વિચાર્યું કે, “હવે બીજે ઉપાય નથી' એમ ધીરજનું અવલંબન કરીને, પુરુષાતનને પ્રગટ કરીને, ધીરપુરુષના વર્તનનું અનુકરણ કરીને, “બીજા પ્રકારે પણ હવે છૂટી શકવાને નથી.” એમ વિચારીને દીર્ઘરાજા આગળ આવ્યો. સન્મુખ આવેલા દીર્ઘ રાજાને જોઈને હૃદયમાં તે ક્રોધાવિનની જ્વાળાઓથી સળગતે હોવા છતાં બ્રહ્મદરે શાંતિથી તેને કહ્યું કે-“અરે ! તમે તે અમારા પિતાજીના ખરેખર મિત્ર હતા” એમ સમજીને સમગ્ર સામંતેએ તમને પાલન કરવા. માટે રાજ્ય સમર્પણ કર્યું હતું. તમે આટલા સમય સુધી તેનું રક્ષણ-પાલન કર્યું, હવે પાછું મને સંપીને તમારી ઈચ્છા પ્રમાણે જઈ શકે છે. તમારા અપરાધની હું તમને ક્ષમા આપું છું.” એ સાંભળીને ક્રોધ કરતે દીર્ઘ પણ બોલવા લાગ્યો કે-વણિકે, બ્રાહ્મણ અને ખેતી કરનારાઓને વંશ પરંપરાથી આવતી વૃત્તિ-આજીવિકા હોય છે, પરંતુ નરેન્દ્રોને તે આ પૃથ્વી પરાક્રમથી ભજવવાની હોય છે. જે રાજ્યલક્ષમી શત્રુના મસ્તકમાં અને પ્રહાર કરીને દુઃખથી મેળવાય છે, તે પરાક્રમ બતાવ્યા સિવાય સ્વેચ્છાએ શાંતિથી કેવી રીતે છોડી શકાય છે તે તે કહે. એમ બોલતાં તેણે વર્તુલાકાર ધનુષ કરીને બ્રહ્મદરાના ઉપર બાણે છેડ્યાં. તેણે પણ દીઘે ફેકેલા બાણોને રેકીને સારથિ-સહિત દીર્ઘને વિંધી નાખ્યા. ત્યાર પછી પણ કપ પામેલા બ્રહ્મદત્તે એકધારા અનેક હથીયાર ભાલા, મગર આદિના પ્રહાર કરીને દષ્ટિમાર્ગ રૂંધી નાખે. આ સમયે “બીજા હથીયારથી આ સાધ્ય નથી તેમ
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org