________________
૩૨૮
પન્ન મહાપુરુષોનાં ચરિત કરાવ્યો. નિરંતર સનેહની વૃદ્ધિ કરતા તેણે ઘેડા, હાથી, રથ, નાટક, ધન-સુવર્ણાદિક સામગ્રી સાથે કનકાવતી' નામની પિતાની કન્યા મને આપી. અનુકુલ દિવસે પાણિગ્રહણ-વિધિ થયે. વિષયસુખ અનુભવતા મારા દિવસો સુખમાં પસાર થતા હતા. પછી દૂત મોકલી સમાચાર જણાવ્યા, એટલે રૌન્ય-સહિત પુષ્પચૂલ રાજા, મોટા અમાત્ય “ધનું તેમજ કરેણુદત્ત અને બીજા પણ ચંદ્રસિંહ ગંગદત્ત. તડિયદત્ત, સિંહ રાજા વગેરે આવ્યા. વરધનને સેનાપતિને અભિષેક કરી દીર્ઘરાજા ઉપર ચડાઈ કરવા મોકલ્યો. નિરંતર પ્રયાણ કરતે તે ત્યાં પહોંચ્યો. એ સમયે દીર્ઘ. રાજાએ કટક વગેરે રાજાઓને દૂત મોકલ્યા અને કહેવરાવ્યું કે “આપણે સાથે ભજન-આચ્છા દન સરખી રીતે ભેદભાવ વગર કરતા હતા અને સાથે જ વૃદ્ધિ પામ્યા છીએ. મહાનુભાવે સ્વીકારેલી મૈત્રીનું જિંદગી સુધી પાલન કરે છે. એમ ગામ, નગર કે દેશમાં જપે હોય, તેને વિદેશમાં પણ દેખે તે સજજન પુરુષ પિતાના સ્વજન માફક માને છે. જ્યારે તમારી સાથે તે ધૂળમાં સાથે ક્રીડા કરી છે અને આજ દિવસ સુધી આપણે એક બીજામાં લગાર પણ ભેદભાવ રાખ્યા વગર સાથે રહ્યા હતા, તે કેમ ભૂલી જવાય છે ? અરે ! આ મૈત્રી સંબંધ ભૂલી જવાનો વિષય બાજુ પર રાખીએ, પરંતુ મધ્યસ્થપણાને ત્યાગ કરીને તમે મારી સાથે શત્રુભાવ કર્યો ! દૂતનાં આવાં ઉત્કંઠ વચનો સાંભળીને “કટકી રાજા કહેવા લાગ્યા કે-“અરે દૂત ! તારા સ્વામીએ કહેવરાવ્યું કે, આપણે સાથે વૃદ્ધિ પામ્યા, સાથે રમ્યા. તે સર્વે સત્ય છે, પણ બ્રહ્મરાજા મૃત્યુ પામ્યા પછી આપણે કઈ સાથે રહેતા ન હતા. બીજી બ્રહ્મરાજા પરલોકે ગયા પછી આપણે મંત્રણ કરી નક્કી કર્યું હતું કે, બ્રહ્મરાજાને પુત્ર બાલક હોવાથી તેનું પાલન-રક્ષણ કરવા તમને મૂક્યા હતા. એકલા બાળકનું નહિં, પણ તેમના રાજ્યનું, અંતઃપુર-સહિત પરિવારનું પણ પાલન-રક્ષણ કરવા માટે તારા પ્રભુને ત્યાં રોક્યા હતા. એમ કરવાથી તારા સ્વામીએ પિતાના ગોત્રને કેવું ભાથું ? હે દૂત! સામાન્યથી પણ મહાનુભાવો પરસ્ત્રી તરફ નજર કરતા નથી, તે પછી તેની સાથે રમણકિયાની વાત તે આપઆપ દૂર થાય છે. તે હે દૂત ! તારા સ્વામી પોતાનું વિલાસી ચરિત્ર ભૂલીને અમેને ઠપકો આપે છે ! અથવા તે વિવેકીઓને આ ઉચિત ગણાય ?” એમ કહીને દૂતને વિદાય કર્યો. પિતે પણ રોકાણ કર્યા વગર ચાલતાં કાંપિલ્યપુર પહોંચ્યા. ત્યાર પછી નગરની અંદર જતાઆવતા લોકોને માર્ગ રોકીને ચારે બાજુ રથ, ઘોડા, હાથી અને સૈન્ય વડે ઘેરો ઘાલે. બ્રહ્મદત્ત પણ કેઈને સમજાવીને, કોઈને ભેદનીતિથી, કેઈને પ્રભનથી એમ તે રાજાઓને વશ કરતે કરતે ત્યાં પહોંચ્યા. ચતુરંગ સેનાથી ચારે બાજુ નગર ઘેરી લીધું.
આ બાજુ દીર્ઘરાજા પણ સૈન્યો સહિત સન્મુખ આવ્યું. બંનેના સૈન્યનું યુદ્ધ જામ્યું. કેવા પ્રકારનું ?--
ભયંકર હકારના પિકારો કરતા, મ્યાનરહિત ખુલ્લા ખયુક્ત, દર વધારે ખેંચેલ હોવાથી વર્તુલાકાર પ્રચંડ ધનુષથી છૂટેલા બાપુસમૂહવાળા, અશ્વોની પીઠ પરથી નીચે પડી ગયેલા અશ્વસ્વારે અને પગપાળાની સેના વડે ભરાઈ ગયેલા પૃથ્વીના માર્ગવાળા, પડખેથી આવેલા સૈન્યના ભાલાથી પાછા ફરેલા અશ્વોવાળા, મોટા હાથીની પ્રચંડ સૂંઢના અગ્રભાગથી દૂર કરેલા મત્ત સૈનિક–સમૂહવાળા, સુભટના મત્સર અને ઉત્સાહથી છેદાયેલા હાથીની સૂંઢના અગ્રભાગ વાળા, મજબુત રથમાં બેઠેલા સુભટે એ છોડેલ અનેક આયુધવાળા, અનેક બાણ સમૂહથી છેદાઈ ગયેલા છત્ર અને ધ્વજવાળા, બાવૃષ્ટિ કરતા દીર્ઘરાજાના સૈન્ય કટકરાજાના સૌ ને સાથે અણધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org