________________
૨૦૪
ચાપન્ન મહાપુરુષોનાં ચિત
વખત આવા પ્રકારના સંગીતયુક્ત નાટ્યવિધિ કયાંક જોયા છે, તેમ જ આ શ્વેતપુષ્પાની માળાના દડો પણ જોયા છે. એમ વિચારતાં વિચારતાં સૌધમ દેવવિષે પદ્મગુમ’ વિમાનમાં દેવાંગનાઓએ કરેલા નાટ્યવિવિધ જોયા હતા——તે પેાતાના પૂર્વભવ યાદ આવ્યા. એટલે મૂર્છા આવી. એ નેત્રો ખીડાઈ ગયાં. સુકુમાર અને નિ:સહ શરીર હાવાથી કંપવા લાગ્યું અને તરત જ પૃથ્વીતલમાં ઢળી પડચો. તે વખતે ત્યાં બેઠેલા પરિવાર નિશ્ચલ અને ભાન વગરનું જાણે ચિત્રામણ હાય, તેવુ' રાજાનું શરીર જોઈ ને એકદમ બેબાકળા થઈ ગયા. અરેરે! અકસ્માત્ આમ બેભાન થવાનું કારણ શું હશે ? પછી ઘસેલ ચંદન, ૪'ડક આપનાર ઘનસાર, સુગંધી જળ–છંટકાવ અને વિલેપન કરીને, હાથ વડે ચામર અને વીંજણા વીંજીને મળ પવન નાખીને શીતળ ઉપચારા કર્યાં, ક્રી ફરીને પણ તેવા ઉપચારો કરવા ચાલુ રાખ્યા. આ પ્રમાણે રાજાની મૂર્છાવસ્થામાં પરિવાર જેટલામાં વ્યાકુળ બની ગયા, તેટલામાં ચારે બાજુથી ત્યાં અંતઃપુર પણ આવીને એકદમ ચિંતાસાગરમાં ડૂબી ગચું. શાકાકુલ હૃદયવાળું અંતઃપુર પણ હાહારવ શબ્દ કરીને આકાશતલ બહેરુ' કરીને છાતી, મસ્તક, પેટ ફૂટવા માંડયુ અને આક્રંદન કરવા લાગ્યું. ત્યાર પછી વિષાદ પામેલા પ્રધાના, અધિકારીએ અને સેવકા, ‘શુ કરવુ ?’ એ પ્રમાણે સૂઢ બનેલા સામ તલાકો સતત ચંદનરસમિશ્રિત જળ–છંટકાવ કરતા હતા, તેવા લાંબા સમયના શીતળ ઉપચારથી મૂર્છા ઉતરી ગઇ અને રાજા સ્વસ્થ થયા. ચેતના આવી. પછી સ્વાભાવિક પોતાનું આસન બંધન કરી પૃથ્વીતલ પર એક હાથના ટેકા ઈ પેાતાનું શરીર ટેકવ્યું. વળી બીજા હાથમાં વનકમળ ટેકવ્યુ . જળમાંથી બહાર કાઢેલી માછલીની માફક ક પતા ફરી ચેગીની જેમ નિશ્ચલ અવયવ સ્થાપન કરીને કંઈક ધ્યાન કરવા લાગ્યા, ત્યારે પરિવારે વિનય અને આદર પૂર્વક પૂછ્યું કે, હે નરવર ! આપ શા કારણે આત્માને ખેદ પમાડો છે? ત્યારે બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂ. ભવના ભાઈના વૃત્તાન્ત યાદ આવ્યો છે અને તેની ખેાળ કરવાની છે, તે વાત છૂપાવતાં જવાબ આપ્યા કે, આ તે પિત્તના ઉછાળા થયા અને મને મૂર્છા આવી. ફરી ફરી તે યાદ આવતાં તેને મૂર્છાઓ આવવા લાગી.
ત્યાર પછી સર્વ સામંત-વર્ગને વિસર્જન કર્યાં, નજીકમાં સેવામાં રહેનારા આધા-પાછા થયા એટલે ચિંતા-સમુદ્રમાં ડૂબી ગયા કે હવે પૂર્વભવના મં સાથે મેળાપ અને દન કેવી રીતે થશે ? તે પણ ઘણા જ પ્રકારના તપ-સંયમની આરાધના કરીને, કરાશિ અલ્પ કરીને ઉત્તમદેવ કે ઉત્તમ મનુષ્યપણામાં ઉત્પન્ન થયા હશે. તેમાં પણ કદાચ આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થાય તો પણ શ્ર્લાકના પાત્ર આલંબનના ઉપાયથી તેનાં દન થાય-એમ વિચારીને પેાતાના ખીજા હૃદય સરખા વરધનુ નામના મહામંત્રીને કહ્યું કે, આ ત્રણ શ્લેાકા પાટીયામાં લખાવીને નગરના ત્રણ-ચાર માર્ગામાં, ચૌટાઓમાં ઘાષણા કરાવા કે, શ્લોકોના અધુરા અધ ભાગ જે પૂર્ણ કરી આપશે, તેને રાજા પેાતાનુ અર્ધરાજ્ય આપશે. એ પ્રમાણે દરરોજ આઘાષણા કરાવતા હતા. ઘણા પ્રદેશમાં આ પાદો લખાવીને લટકાવ્યા.
આ અવસરે ચિત્રનામના અનગાર મહિષ એક ગામથી બીજા ગામમાં વિહાર કરતા કરતા ‘કાંપિલ્યપુર’માં આવ્યા ‘મનારમ’ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક એકાંત પ્રદેશમાં નિર્જીવ ભૂમિભાગમાં પાત્રાદિક ઉપકરણાને સ્થાપન કરીને કાઉસ્સગ્ગ પ્રતિમાપણે રહ્યા. જેટલામાં ધમ ધ્યાનના ઉપયોગવાળા કાઉસ્સગ્ગમાં રહેલા હતા, તેટલામાં ઉદ્યાનપાલ પેાતાનુ કાર્ય કરતા લખાવેલ પ્રાકૃત શ્લોકો ભણવા લાગ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org