________________
મધુકરી ગીત નાટયવિધિ
૨૮૩
વાળા મુનિએ અને આચાર્યો આવશ્યક ક્રિયાઓ સ્વાધ્યાય-ધ્યાન કરી કક્ષય કરવાનો સતત પ્રયત્ન કરે છે. બીજા સંસારસુખ-રસિક આત્માએ તા વળી ઉત્તમ પ્રકારના ઘનસાર, કસ્તૂરી, અગર આદિનાં સુગધી વિલેપના તૈયાર કરાવી, શરીરે લગાવી અલ્પ વિષયસુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી ગાયેલા અનેક પ્રકારના કલેશના અનુભવ કરે છે. કેવી રીતે ? ઘણા અશ્રુજળથી મલિન થયેલ નિળ કપાળવાળા, તાજા વિકસિત પત્રવાળા કમળને જિતનાર શાભાવાળા વદનને ધોઈ નાખેા. નિમલ મણિ અને પુષ્પોની માળાના વિવિધ રંગથી ચમકતા છૂટા છવાયા લટતા લાંખા કેશપાશને અને સુગંધી વેણીને શોભે તેમ બધી લે. હું સુંદરાંગી ! હિમવર્ષાથી કરમાયેલા કમલપત્રના ગના શોભા સરખા, લાંબા નીસાસાના પરિકલેશથી ફિક્કા પડી ગયેલા હાઠ-યુગલને કેમ વહન કરે છે? મણિડિત સુવણૅ કળશની શેાભાની શ`કા કરાવતા, ચંદનરસ–મિશ્રિત જળથી વિલેપન કરાયેલા તારા સ્તન-યુગલ નિ`ળ હારના ઉપભોગથી શૂન્ય કેમ જણાય છે ? હૈ સુંદરી ! તું કોપાયમાન કેમ થઈ છે ? પ થવાનું કારણ હાય તે મને કહે, મારા તરફ પ્રસન્ન થા. હું સુતનુ ! શરણુ વગરના મને કોઈ પ્રકારે શરણભૂત થા અને મને શૃંગારક્રીડામાં સહાયતા કર.”
ત્યાર પછી રાજા પણ વિવિધ શુંગાર-ક્રીડા કરીને સુઈ ગયા. તેટલામાં સજ્જનની સમૃદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલ ઈર્ષ્યાવાળા દુનના હૃદયની જેમ પ્રભાજાળ ફુટયું. રાત્રિ પૂર્ણ થઇ, ચક્રવાક યુગલે ભેગાં થયાં. પહેરેગીરે સંભળાવ્યું કેઃ~~
“ હે પ્રભુ ! કમલપત્રના સમૂહને ડોલાવતા, પુષ્પરસની સુગંધથી દિશાઓને વાસિત કરતા, મલયવનમાંથી પસાર થઇને પ્રભાતના શુભ મંદ પવન વિસ્તાર પામી રહેલા છે. ” એ સાંભળીને રાજા જાણ્યે. પ્રાત:કાળનાં કવ્યા કર્યાં. સર્વ રાજકાય. આટોપીને ભેજન કર્યા પછી ફરી નાટવિવિધ આર ંભ્યા. આ પ્રમાણે દિવસે સુખમાં પસાર થઈ રહેલા છે. કોઈક સમયે શ'ખનિધિએ વિન ંતિ કરી કે, હે રાજન ! આજે મધુકરીગીત' નામના નાટ્યવિવિધ બતાવીશ. રાજાએ કહ્યું- ભલે એમ થાવ. ’ ત્યાર પછી દિવસના પાછલા ભાગમાં નાવિધિના પ્રારંભ કર્યાં. તેમાં આ ગીત ગાયું
--:
પવનથી કંપતા નવ કુંપળવાળી નવમાલિકા-વાસંતી વડે જાણે પ્રેરાયેા હોય તેવા ભ્રમરને કહે, છે કે ‘ગુલાબનાં પુષ્પથી મન કરાયેલા અંગવાળા તુ હવે મારા ઉપર આરોહણ કરતા નહિ. વિકસિત પુષ્પાના પરાગમાં પરવશ થએલા, નવમાલિકા-વાસંતી પુષ્પનાં રસપાનમાં આસક્ત મધુર શબ્દથી ગુ ંજારવ કરતા, સ્થિરતા પામેલા ભ્રમરને પેાતાની ભ્રમરિકા અસ્પષ્ટ શબ્દથી જાણે તિરસ્કારતી ન હાય ?
આ અવસરે રાજાને ભેટ આપવા માટે એક દાસીપુત્રી પુષ્પના કર’ડીયામાંથી હુંસ, મૃગ, મેર. સારસ, કોયલ વગેરેનાં રૂપ સ્થાપન કરીને બનાવેલ, સમગ્ર પુષ્પ-સમૃદ્ધિથી યુક્ત હ ઉત્પન્ન કરે તેવા ફેલાતા ગંધવાળા શ્વેતપુષ્પોની માળાના દડો ઉપાડીને બ્રહ્મદત્ત રાજા પાસે સ્થાપન કર્યા. અપૂર્વ રચનાવાળા આ પુષ્પદ્રુડાને કુતૂહળથી જોતાં અને મધુકરી વડે ગવાતું ગીત સાંભળતાં સાંભળતાં રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયા કે- પહેલાં પણ કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org