________________
૨૮૫
બ્રહ્મદત્ત અને ચિત્રના પૂર્વભવો
"दासा दसपणए आसि, मिया कालिंजरे णगे। हंसा मयंग-तीराप, चंडाला कासभूमीए ।
देवा य देवलोयम्मि, अम्हे आसि महिड्ढिया।" વારંવાર–સતત પણે સાંભળતા મહર્ષિને ઘણા પ્રકારના વિચાર વિકલ્પ કરતા કરતા આત્માના તેવા જ્ઞાનને પૂર્વભવને વૃત્તાન્ત યાદ આવ્યું. મરણ થતાં જ મૂર્છા આવવાથી નેત્ર-યુગલ બીડાઈ ગયું. પવનથી ડોલતા બાલકદલીના પત્ર માફક તેના શરીરના અવય કંપવા લાગ્યા અને તરત જ મહિતલ પર ઢળી પડ્યા. તેવી અવસ્થાવાળા મુનિને જોઈને ઉદ્યાનપાલ ઉતાવળો ઉતાવળે અપૂર્વ ભક્તિથી સ્વાભાવિક કરુણાથી નજીક આવીને પોતાના વસ્ત્રથી પવન નાખવા લાગે. ધરણીતલને સ્પર્શ થાય તેમ મસ્તકથી પ્રણામ કરીને મુનિને કહેવા લાગ્યા કે-હે ભગવંત! શું વધારે પડતા તપ-ચારિત્રનું સેવન કરવાથી કે માર્ગના થાકથી આપ નીચે ગબડી પડ્યા ? અથવા તે અમારા રાજાને જે વ્યાધિવિકાર થયું છે, તે જ આપને થયું કે કેમ? ત્યાર પછી સ્વાસ્થચિત્તવાળા મુનિએ પૂછયું કે, તમારા મહારાજાને કર્યો વ્યાધિ થયે છે? તેણે કહ્યું- હે ભગવંત! તે રાજાને ક્ષણે ક્ષણે બગાસાં અને મૂર્છા આવે છે, વળી શરીર કંપવા લાગે છે, પ્રિયપત્નીનાં બોલેલાં મને હર વચનને ગણકારતા નથી, સ્વજન બંધુના સમાગમમાં પણ સુખ થતું નથી, તેમજ કુટુંબી નેહીઓથી આનંદ થતું નથી. ગુરુઓના-વડીલોના વચનથી ચિત્તની શાંતિ થતી નથી. ચંદનમિશ્રિત જળસિંચન કરવાથી આશ્વાસન થતું નથી. વહાલી પત્નીના મધુર આલાપનું પણ સાન થતું નથી. માત્ર ચારે દિશામાં શૂન્યચિત્તથી ચપળતાથી બારીકાઈથી જોયા કરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે પંખાવડે ઠંડા પવન નાખવા છતાં પણ મૂરછ આવી જાય છે. ચંદનરસ-મિશ્રિત જળ સિંચે તે પણ તેનું શરીર તપેલું રહે છે. ક્ષણે ક્ષણે શેકાગ્નિની જવાળાથી ભયંકર હોય, તેમ શરીર ધ્રુજારીથી પિતાને ધુણાવે છે. આ સાંભળીને મુનિએ કહ્યું, “હે દેવાનુપ્રિય! તું આ ત્રણ પ્લેકાર્ય વારંવાર કેમ ભણ્યા કરે છે? શું આમ ભણવામાં ખાસ કંઈ કારણ છે? અથવા તે નિરર્થક ભણે છે? મુનિનાં એ વચન સાંભળીને અતિહર્ષથી વિકસિત થયેલા વદનકમળથી તેણે કહ્યું- હે ભગવંત! આ રાજાએ લટકાવ્યા છે. જે આને ચોથે કાઈ પૂર્ણ કરશે, તેને રાજા અર્ધરાજ્ય આપશે. તે હે ભગવંત! તે આપના ચરણકમળના પ્રભાવથી મને પણ લક્ષમી-સમાગમનું સુખ પ્રાપ્ત થાવ, કૃપા કરીને આ પાદ પૂર્ણ કરે. મુનિએ કહ્યું કે, હું દેવાનુપ્રિય! ત્યાં જઈને આ પાદ સંભળાવ
“મr ને દિશા કારી, અvorcોળ = fam” u ત્યારપછી એક પત્રકમાં આ પાદ લખીને પ્રફુલ્લવદન-કમળવાળે તે રાજાના સ્થાને ગયે. રાજા પણ જ્યારથી પાદક લટ કાવ્ય છે, ત્યારથી માંડીને આખો દિવસ શ્રેષ્ઠ પંડિતની સભામાં બેસીને અનેક શાન અર્થોના પરમાર્થ જાણુને કવિકો સાથે કાવ્યના આલાપના વિદમાં દિવસે પસાર કરતો રહે છે. હવે અવસર મળે, એટલે ઉદ્યાનપાલે કહ્યું કે, “અમારું પણ કાવ્ય સાંભળો” એમ કહીને નિશ્ચલ ઉભો રહ્યો. આજ્ઞા પામે, એટલે બોલવા લાગ્યું કે-“અન્યઅન્ય વિગવાળી આ આપણી છઠ્ઠી જાતિ છે.” આ પદ સાંભળતાં જ રાજા મૂર્છાથી અત્યંત ધ્રુજવા લાગ્યા, નેત્રો બીડાઈ ગયાં, વદન-કમળ કરમાઈ ગયું, ફરી પણ “ધરણી પર ઢળી પડયો ત્યારે સભા ક્ષેભ પામી. રેષથી લાલનેત્રવાળા રાજ પુરુષે “આના-વચન-વાગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org