________________
૧૩
૧ ઋષભસ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર
ત્યાર પછી કંઈક શરમથી ઝાંખા પડી ગયેલા વદનવાળા અશકદત્તે કહ્યું, તું આટલી આકુળ-વ્યાકુળ કેમ બની ગઈ ? સાચે જ તું મને આ માને છે ? આ તે તારી પરીક્ષા કરવા માટે મશ્કરીમાં કહ્યું હતું. એટલે કંઈક હાસ્ય કરતાં પ્રિયદર્શનાએ કહ્યું કે, “ઠીક,
જ્યાંથી આવ્યો ત્યાં ચાલ્યા જા અને તે મૂઢ ! તારું કાર્ય કરે, મારી પરીક્ષા કરનાર તું પતિને સુંદર મિત્ર મળી ગયે!”
ત્યાર પછી શૂન્ય દેવાલયમાંથી જેમ-તેમ મિત્રના ઘરેથી એકલે બહાર નીકળે. અભિમાન અને ઉત્સાહથી રહિત, વિચારમગ્ન બનેલા તેને સાગરચંદ્ર દેખે અને પૂછયું કે, આમ નિસ્તેજ અને ઉદ્વેગવાળે કેમ દેખાય છે? તેણે કહ્યું, જરૂર ઉદ્વેગ થયું છે. ત્યાર પછી માયાકુડ-કપટ ભરેલા હૃદયવાળા તેણે લાંબે નિસાસે મૂકતાં કહ્યું કે, સંસારમાં વસતા પુરુષને ઉદ્વેગનું કારણ પૂછે છે ? હવે જે તારે આ બાબતમાં આગ્રહ છે, તે સંસારનું નાટક તને જણાવું છું. “સંસારમાં વસતા માની પુરુષને કઈ એવાં કાર્યો આવી પડે છે કે- છૂપાવી શકાતાં નથી કે કહી શકાતાં નથી કે સહન પણ કરી શકાતાં નથી.” એટલું જ કહીને અપૂર્ણ નયનવાળે તે નીચું મુખ કરીને ઊભે રહ્યો. તે સમયે સાગરચંદ્ર ચિંતવ્યું કે, સંસારના ખેલે અટકાવવા ઘણુ મુશ્કેલ છે કે આવા પ્રકારના મહાપુરુષોને પણ આપત્તિઓ આવી પડે છે. આ મારા મિત્રને કેઈ મહાન ઉદ્વેગનું કારણ ઉત્પન્ન થયું છે. કારણ કે. ચહેરા ઉપર મેટા શેકની છાયા અને આંખમાંથી અશ્રુ વહી જાય છે અને ઊંડા નિસાસા છોડે છે. અલ્પ નિધાનથી પૃથ્વી કંપતી નથી, માટે ઉદ્વેગનું કારણ મિત્રને પૂછું એમ વિચારી ફરી કહ્યું, હે મિત્ર! જે મારાથી ગુપ્ત રાખવા જેવું ન હોય તે દુઃખનું કારણ જણાવ. ત્યાર પછી ગદ્ગદ અક્ષરથી અશેકદરે કહ્યું, શું તેવા પ્રકારનું કંઈ છે ? જે તને ન કહેવાય? આ વૃત્તાંત ખાસ કરીને તે તને જણાવવો જ જોઈએ. આ વિષયમાં મારા પ્રિય મિત્રે જાણવું જોઈએ કે સર્વ અનર્થોનું કારણ હોય તે આ સ્ત્રીઓ છે. આ મહિલા વગર અગ્નિવાળી ઉલ્કા, મેઘ વગરની વિજળી, ઔષધ વગરની વ્યાધિ, છેડા વગરની મેહનિદ્રા સમજવી. તે માટે કહેલું છે કે* ચપલ સ્વભાવવાળી, શીલ મલિન કરનારી, ચાહે તેટલો સ્નેહ રાખવા છતાં સંતાપ કરાવનારી દીપશિખા સરખી સ્ત્રી લાગ મળે તે ભય આપ્યા વગર રહેતી નથી.' દીવાની શિખા પણ ચપળ સ્વભાવવાળી, મેશથી મલિન કરવાના સ્વભાવવાળી, તેલ પૂરવા છતાં પણું તાપ ઉત્પન્ન કરનારી હોય છે. એક સ્થાનેથી છોડાવીએ, તે વળી ક્ષણમાં બીજે વળગવા જાય. કાંટાવાળા વૃક્ષની ડાળી માફક એનાથી દૂર રહેવું, તે સારું છે. બંધુઓ વચ્ચે ઉગ કરાવનારી, સકલ દુઃખ આવવાના કારણભૂત અનાર્ય મહિલા કાળરાત્રિની જેવી, તેની વિચારણું કરીએ, તે પણ દુઃખ આપનારી થાય છે.
આ સાંભળી શંકાવાળા સાગરચંદ્રે કહ્યું કે, કોઈ સ્ત્રીએ મિત્રની પાસે સ્ત્રીપણું પ્રગટ કર્યું છે? અને તે કોણ છે? તે ખાસ હું જાણવા ઈચ્છું છું. ત્યાર પછી તું મારું બીજું હદય છે, એમ ધારીને આવી વાત મારે તને જણાવવી પડે છે, એમ કહીને અકદ વાતની શરૂઆત કરી કે હે મિત્ર ! સાંભળ. પ્રિયદર્શના ઘણા દિવસોથી ન બોલવા લાયક શબ્દો મને કહેતી હતી, એ વાત મેં તને જણાવી નહીં અને તેને તિરસ્કાર કર્યો કે “કદાચ કઈ પ્રકારે શરમાઈને પિતાની મેળે જ ખોટા વિચારે દબાવી દેશે.” પરંતુ શાંત થવાની વાત તે દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org