________________
૧૨
ચપન મહાપુરુષોનાં ચરિત થવાનાં કારણે આ પ્રમાણે હોય છે-“સમાન જાતિ, એક નગરમાં સાથે નિવાસ કરનારા, સાથે બાળક્રીડા રમતા હોય, વારંવાર એક-બીજાને મેળાપ થતું હોય, પરસ્પર અનુરાગની વાતે સાંભળતા હોય, પરોપકાર કરવાપણું, સમાન આચાર, સુખ-દુઃખમાં સમાનતા હેય.” આ સર્વ તેનામાં છે. કપટ કરવાનું તેવું કઈ પણ કારણ મને તેનામાં દેખાતું નથી. આમ હોવાથી મારા ધારવા પ્રમાણે આપે જેવા પ્રકારની તેના માટે સંભાવના કરી છે, તે તે નથી–એવી મારી
નિર્ચો કરીને કેઈક અત્યંતર કારણ પદાર્થની સાથે સંબંધ જોડાવે છે, પરિચય કરાવનાર તે માત્ર બાહ્ય કારણ હોય છે.
હે પિતાજી! તે કપટ સ્વભાવવાળ હોય, તે પણ આપણને શું નુકશાન કરશે? એમ કહીને પિતાજીને સંતોષ પમાડ્યો.
પિતાએ પણ પુત્રને અભિપ્રાય જાણને પ્રિયદર્શનાની માગણી કરી, પૂર્ણભદ્ર પણ આપી. વિવાહ-દિવસ જેવરાવ્યું. વિવાહ-ગ્ય સામગ્રીઓ તૈયાર કરાવી. વેદિકા, ચેરી તૈયાર કરાવી. કૌતક-મંગળનાં વિધાન કર્યા. મેટી રિદ્ધિવાળે વિવાહ-મહોત્સવ ઉજળે. બંનેની પરસ્પર પ્રીતિ વતે છે અને એમ વિષયસુખ અનુભવતાં તેઓના દિવસે સુખમાં પસાર થાય છે. એમ ઘણે કાળ વીતી ગયા.
કઈક સમયે પતિના મિત્ર અશકદ એકાંતમાં પ્રિયદર્શનને કહ્યું કે, “આ તારો પતિ ધનદત્તની પુત્રવધૂ સાથે હંમેશાં ગુપ્ત મંત્રણું શી કરે છે?” વિશુદ્ધચિત્તવાળી પ્રિયદર્શનાએ પણ કહ્યું કે, “તે તે તમારા મિત્ર અથવા તેમના બીજા હૃદય સરખા મિત્ર તમને સર્વ ખબર હોય, અમારા સરખાને તેના રહસ્યની શી ખબર પડે?” પતિના મિત્રે કહ્યું કે, હું તે હકીક્ત જાણું છું. તેમાં ગુપ્ત રહસ્ય છે, પરંતુ તમને જણાવીશ નહીં. કારણ કે, મનુષ્યને કારણે ઉત્પન્ન થાય તે આડું અવળું સમજાવીને વિષમ સ્થાને પણ લઈ જાય. મીઠી મીઠી વાતેથી શીખામણ આપે, મેટી લજાને ત્યાગ કરે, પ્રયોજન-ગરજ શું ન કરાવે? ફરી પ્રિયદર્શનાએ પૂછયું કે, તેમાં શું પ્રજન હશે? તેણે કહ્યું કે, જે મને તારૂં. નિર્મળ હૃદયવાળી પ્રિયદ. નાએ કહ્યું કે, તમને મારું શું પ્રયોજન છે? તેણે કહ્યું કે, હે સુંદરી ! સાભળ. “આ જીવલેકમાં જે જીવે છે અને જેની નજર તારા ઉપર પડી તે હે સુંદરાંગી! તારા પતિ સિવાય તેને તારૂં પ્રયોજન હોય જ.” ત્યાર પછી પૂર્વે જેની કોઈ વખત સંભાવના ન કરી હોય કે શંકા પણ થઈ ન હોય એવાં દુષ્ટ વર્તનને જણાવનાર, મર્યાદા ચૂકેલ વચન સાંભળીને કંઈક નીચું મુખ રાખી પ્રિયદર્શના કહેવા લાગી-“અરે નિર્લજજ ! અકાર્ય કરવા તૈયાર થયેલ ! તને આવી વાત કરવી શેભે છે? મનથી તેવું વિચારવું ન ઘટે, તે પછી મારી સમક્ષ બેલવાનું તે બને જ કયાંથી? તારા સરખા અધમ અને અકાર્ય આચરણ કરનાર દુષ્ટ મિત્રથી મારા પતિ લજવાશે– આ વાતથી મારું હૃદય દૂભાય છે. નિર્મલકુલમાં જન્મેલા અને વિશ્વાસવાળા નેહથી સ્વીકારેલા મિત્રને માટે અલ્પસુખના કારણે પિતાના કુલમાં મેશને કૂચડો ફેરવ ગણાય ખરો ? અનાર્ય પુરુષ જેમાં ભજન કરે છે, તેને જ વિનાશ કરે છે જેમ દીપક પિતાની ચેષ્ટાથી તેલને ક્ષય કરે છે, તેમ દુર્જન હંમેશાં પિતાના વર્તનથી જ સ્નેહને ક્ષય કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org