________________
૧ ષભસ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર
૧૧ આ પ્રમાણે નગરની જુદી જુદી મંડળીઓ વસંતકીડા કરતી હતી અને તેને કોલાહલા ઉછળી રહ્યો હતો અને લોકે તે કીડારસમાં મશગૂલ બની ગયા હતા, ત્યારે નજીકની વનઝાડી. માંથી “મને બચાવો ! મને બચાવ” એવા પડઘાવાળી સ્ત્રીવર્ગનો મોટો કેલાહલ ઉછળે. તે આકંદ શબ્દ સાંભળીને સાહસિક સાગરચંદ્ર દોડડ્યો અને ત્યાં પહોંચે એટલે પૂર્ણભદ્ર શેઠની પવનથી કંપતા કેળના પત્ર સરખી ધ્રુજતી પ્રિયદર્શના નામની પુત્રી ચરોની વચ્ચે રહેલી જેવામાં આવી. ત્યાર પછી દાક્ષિણ્ય ભાવથી, ચિત્તના પૈર્યથી, એરેના ગભરાટથી, ખાલી હાથના પ્રયોગથી એક ચેરની છરી ઝૂંટવીને તેઓના પંજામાંથી શેઠપુત્રીને મુક્ત કરી. તે કન્યાએ પણ તેને જોઈને ચિંતવ્યું કે, નિષ્કારણે વત્સલતાવાળો, મારા પુણ્યના ઢગલા સરખો આપત્તિકાળે આ કેણુ આવી મળે? તે કન્યાના હૃદયમાં પણ તેના ઉપકાર બદલ તથા રૂપ જોવાથી વિરમય પામી તેણે નયન-ન્યુગલ વિકસ્વર બનાવ્યું, તથા કાલકમે ખીલેલા યૌવન-વિકારવાળી તેને તે કુમાર ઉપર છૂપે સ્નેહાભિલાષ પ્રગટયો. આ સમયે ચારોથી મુક્ત કરી ઈત્યાદિ હકીકત પિતાએ જાણું અને પ્રિયદર્શનાને પોતાના ભવને લઈ ગયા. પ્રિયદર્શનાના રૂપથી મેહિત થયેલ સાગરચંદ્રને તેને મિત્ર અશકદત્ત ઘરે લઈ ગયો.
આ વૃત્તાન લેકજીભેથી સામાન્યપણે અને વિશેષથી પોતાની દાસીઓ દ્વારા સાગરચંદ્રના પિતાના જાણવામાં આવ્યું. પુત્રને બોલાવી શિખામણ આપી કે, “હે પુત્ર! તું સર્વ કલામાં નિપુણ છે, વિનીત છે, છાજે તેવાં વસ્ત્ર ધારણ કરનારો છે, તેને શિખામણ આપવાની જરૂર નથી, છતાં પણ વડીલે એ તારા પ્રત્યે સનાથપણું બતાવવું જોઈએ.” એમ માનીને હે પુત્ર! કહું છું કે, આપણે કળાથી આજીવિકા કરનારા વણિકે સારે વેષ પહેરનારા અને સુંદર આચાર પાલન કરનારા છીએ. અમારું યૌવન વૃદ્ધપુરુષોની છત્રછાયાવાળું હતું. સંપત્તિ હોવા છતાં છાજે અને શોભે તેવા જ વેષને ધારણ કરતા હતા. બીજા ન જાણી શકે તેમ રતિક્રીડા કરતા હતા. દાન પણ ઘણુ લકે ન જાણે તેવી રીતે કરતા હતા. અને આને જ અમે અલંકાર માનતા હતા. દરેક પદાર્થો પિતાના વૈભવને અનુસરે કરવામાં આવે, તે લોકોને આનંદ કરાવનાર થાય છે.
બીજી એક મુખ્ય હકીકત તને એ કહેવાની છે કે, આ તારો મિત્ર છે, તે અત્યંત માયાવી, તારા સરખા સરળ પ્રત્યે પણ વાંકો અને સ્વભાવથી ઠગવાની ટેવવાળે છે. કહેવું છે કે –“મનમાં બીજું વિચારે, વચનમાં જુદું જ બોલે અને તારા આ અનાર્ય મિત્રનું કાર્ય કંઇક જુદું જ હોય.” તારા સરખા સમજીને વધારે શું કહેવાનું હોય? આ લોક અને પરલોક ન બગડે તેવા સુંદર આચારવાળા બનવું. આ શિખામણ સાંભળ્યા પછી શેઠપુત્ર વિચાર્યું કે, પિતાજીએ ચોરેને અને કુમારીને વૃત્તાન્ત જાયે લાગે છે. સ્પષ્ટાક્ષર કહેવાથી મારા મિત્રને દૂષિત કર્યો છે, તે હું પણ તે જ ઉત્તર આપું-એમ વિચારીને કહ્યું કે-“હે પિતાજી! આપે જે આજ્ઞા કરી, તે પ્રમાણે મારે યથાર્થ પાલન કરવી જોઈએ. તેઓ ખરેખર ધન્ય છે કે, જેઓ વડીલના ઉપદેશના અધિકારી બને છે, પરંતુ દૈવયોગે અકસ્માત્ તેવું કઈ કાર્ય આવી પડે છે, ત્યારે વિચાર કરવાને અવકાશ મળતું નથી, છતાં એટલું ચોકકસ આપને નિવેદન કરૂં છું કે આપના કુળને કલંક લગાડનારી પ્રવૃત્તિ હું મારા જીવના જોખમે પણ નહીં કરીશ. વળી આપે મિત્રને જે દોષ જણાવ્યો, તે હું જાણતા નથી કે તેમાં દોષ છે, કે ગુણ છે. બીજું કઈ દુર્જને આપના પેટા કાન ભંભેર્યા જણાય છે. કારણ કે આજે જ સ્નેહનાં કારણેની કયાંથી ખબર પડી? બાકી નેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org