________________
૧૦
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પરિશ્રમ હોય, રૂપને કીર્તિસ્તંભ હોય તે દેખાતું હતું. જાણે શરીરધારી કામદેવ, લાંછન વગરને કળાયુક્ત ચંદ્ર, દોષરહિત ધર્મ સરખે, લોકોના ચિત્તની ચંચળતા કરાવનાર વિલાસવાળો હતો.
તે નગરીમાં સર્વજનોને અનુમત, આચારનું કુલઘર, કુબેરના જે બહધનવાળે ચંદદાસ નામને શેઠ હતા. તેને સાગરચંદ નામને પુત્ર હતો. તે નિગમ (વણિક)-જાતિ હોવા છતાં પણ ઉદારત્વ હતા. સકલ કલાઓને પારગામી હોવા છતાં પણ વણિક-કલામાં અનભિજ્ઞ હતે કલા-પારગ અને ગુણનિધિ એવા તેને એક જ વણિક-કલા હતી, જેના વડે તે રૂપ વડે, જેનારી યુવતીઓનાં મનને હરતો હતે.
કેઈક સમયે તે ઈશાનચંદ્ર રાજાનાં દર્શન કરવા માટે રાજદરબારમાં ગયા. તે વખતે સુખાસન પર બિરાજમાન રાજાને જોયા. તેના ચરણમાં પડી નમસ્કાર કર્યો એટલે રાજાએ આસન, તબેલથી તેનું સન્માન કર્યું. રાજાએ કુશળ-સમાચાર પૂછડ્યા. શ્રેણિપુત્રે કહ્યું કે, આપના પ્રભાવથી સર્વ કુશલ વતે છે. આ સમયે જ્યારે સિંહાસન પર રાજા બેઠેલાં હતા, ત્યારે બંદીજનચારણપુરુષે બે ગાથાઓ સંભળાવી
માધવીલતા, ફણસવૃક્ષ, પ્રિયંગુવૃક્ષ, ખીલેલ અશોકવૃક્ષ તથા વિકસિત કમલેથી અધિક શિભાવાળે, કામદેવને ઉત્તેજિત કરવાની તૃષ્ણાવાળો બાલવસંત વિકસ્વર થાય છે. વિકસિત થયેલા વૃક્ષનાં બાનાથી ભયંકર ઝેરવાળે વસંત મૂછ પમાડે છે. માટે તે પથિકજને! તમે વસંતના કીડામહોત્સવમાં પ્રવેશ કરે, તે સિવાય તમારું રક્ષણ નથી.” ત્યાર પછી રાજાએ આ વાત સાંભળીને સાગરચંદ્રના મુખ તરફ નજર કરી. તેણે પણ રાજાને વિનંતિ કરી કે હે દેવ ! અવિવેકી લેકેને આનંદ આપનાર વસંત-સમય આવી પહોંચ્યા છે. રાજાએ કહ્યું કે, વસંત-સમય આવ્યો, તે તે મેં પણ જાણ્યું, પણ આ અવસરે હવે શું કરવાનું છે? તે પૂછું છું. ત્યારે શેઠપુત્રે કહ્યું કે, હે દેવ! આપને હું વિનંતિ કરું છું. આ સમયે ફરી પણ ચારણે સંભળાવ્યું–
“વિકસિત ચંપક-પુષ્પના સરખી ગૌરવર્ણવાળી, કમલપત્રરૂપ લેનવાળી, ભ્રમર-સમૂહરૂપ કેશ ધારણ કરનારી મધુલમી જાણે તમને આવવાને સંકેત કરતી હોય તેમ તમારા ઉદ્યાનમાં ગઈ છે.”
શેઠપુત્રે કહ્યું, હે દેવ ! જે મેં વિનંતિ કરી, તે જ આ ચારણે પણ કરી. માટે હે દેવ! વસંતની શેભા સફળ કરવા માટે ઉદ્યાનમાં જવાને મરથ પૂર્ણ કરે. ‘ભલે એમ થાવ” એમ કહીને રાજાએ પ્રતિહારને બોલાવીને કહ્યું કે, ડાંડી પીટીને નગરમાં ઘેષણ કરો કે આવતી કાલે સવારે મહારાજ રતિકુલગૃહમાં કીડા નિમિત્તે પધારવાના છે, તે નગરલોકોએ પણ પિતપિતાના વૈભવ અનુસાર પિતાના સર્વ પરિવાર સાથે કીડામહોત્સવમાં આવવું.” પ્રતિહારે પણ આજ્ઞા મળતાં જ “જેવી દેવની આજ્ઞા” એમ કહીને સર્વ નગરલકોને આજ્ઞાથી વાકેફ કર્યા. “તારે પણ સવારે મારી પાછળ આવવું” એમ શેઠપુત્રને કહીને રજા આપી.
પ્રાતઃકાળમાં અંતઃપુર અને વિશેષ ઉજજવલ વેષભૂષા સજેલા પરિવાર સાથે રાજા શસ્ત્રના આવેશથી ત્રાસ પામેલ તરુણીવર્ગનું લાવણ્ય હોય તેમ તેઓથી કટાક્ષપૂર્વક નજર કરીને રાજા નગરમાંથી બહાર નીકળ્યા અને રતિકુલગૃહમાં પહોંચ્યા. સાગરચંદ્ર પણ અશેકદત્ત મિત્ર સાથે મોટી ત્રાદ્ધિસહિત ઉદ્યાનમાં ગયો. બીજા લોકો પણ પોતપોતાના વૈભવ અનુસાર ત્યાં કીડા કરવા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org