________________
૧૪
ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા રહી, ઉલટું વધારે આગળ વધવા લાગી. તે માટે કહેલું છે કે “સિંહ નરસિંહ વડે, સર્પ મંત્રવડે, હાથી અંકુશવડે વશ કરી શકાય છે; પરંતુ નિરંકુશ સ્ત્રીઓના મનને કોઈ કાબુમાં રાખી શકતું નથી.” આજે તમારી ગષણા કરતા કરતા હું તમારા ઘરે ગયે, ત્યારે તેણીએ જે કર્યું, તે તમને કહેવું પણ અશક્ય છે. મહામુશ્કેલીએ તેનાથી છૂટીને ઘરની બહાર નીકળી શક્યા. પછી હું વિચારવા લાગે છે, શું આત્મહત્યા કરૂં? પરંતુ એમ કરવું યેગ્ય નથી. કારણ કે તે દુરાચારિણી મારા મિત્રને ઉલટો ભરમાવશે, અથવા તે મારા ભદ્રિક મિત્રને યથાર્થ હકીક્ત જણાવું. એમ કરવું પણ ઠીક નથી, કારણ કે તેના મને રથ પૂર્ણ થયા નથી, એટલે તે વાગેલા ઘા ઉપર ક્ષાર ભભરાવવા માફક બીજુ કોઈ અકાર્ય કરે. આ અને આવા બીજા આડા-અવળા વિચાર કરતો હતો, એટલામાં તમે મળ્યા. મારા ઉદ્વેગનું કારણ આ છે, આ વાત સાંભળીને વજ પડવાથી અધિક દુઃખ પામેલો, ઉડી ગયેલી ચેતનાવાળે, કેટલાક સમય થંભિત થઈ ગયે હોય તેમ બનીને સાગરચંદ્ર બેલવા લાગે-“હે પ્રિય મિત્ર! સ્ત્રીઓમાં આ સર્વ સંભવે છે. કારણ કે, સ્વાભાવિક વિલાસરૂપ જળથી પૂર્ણ, કપટરૂપી મહાઆવર્તવાળું, અને પ્રપંચરૂપી મગરમચ્છયુક્ત સ્ત્રીઓનાં મનરૂપ સમુદ્રનું ઊંડાણ જાણવા આજે પણ પુરુષ સમર્થ નથી. હે મિત્ર ! સમુદ્રનું મુખ નર્મદા નદી છે, તે નિરંતર વિધ્યપર્વતને નિતંબ અર્પણ કરે છે. સર્વ અનાચાર ધારણ કરનાર સ્ત્રીઓમાં આવું વર્તન સંભવે છે, માટે એને ત્યાગ કર, શુભ અધ્યવસાયને સ્વીકાર કર. સંસારનાટકમાં આ કેટલું ગણાય? અથવા તે તે દુરાચારવાળી આપણને શું કરશે? માત્ર તારું અને મારું મન દુભાવશે.” એમ કહીને મિત્રને સાત્ત્વન આપ્યું. પ્રિયદર્શન ઉપરને નેહાનુ બંધ ઓસરી ગયે, સદ્ભાવ ચાલ્યા ગયા. અને પ્રણય-કીડા બંધ કરી. તે પણ મહાપુરુષેની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર પૂર્વની સ્થિતિએ જરૂર પૂરતા કાર્ય કરવા વડે કરીને પ્રિયદર્શનાનું પાલન કર્યું. તેણીએ પણ મિત્રને બનેલે વૃત્તાન્ત પતિને જણાવ્યું નહીં, રખે મારા કારણે મિત્રને ભેદ થાય' આમ માનીને પૂર્વના જ કમથી વ્યવહાર ચલાવ્યું.
સાગરચંદ્ર પણ સ્વભાવથી દાનરુચિવાળ, સંસારથી ઉદ્વેગ પામેલે, ગૃહવાસથી પરામુખ બનેલે, વિષયેથી વિમુખ થઈ ગયે. આયુષ્ય પૂર્ણ થયું. એટલે મૃત્યુ પામી જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં સુષમદુઃષમા કાળમાં અર્ધપલ્યોપમ કાળ હજુ બાકી હતું, તે જ સમયે એક સાથે જીવિતનો ત્યાગ કર્યો અને પ્રિયદર્શન સાથે યુગલપણે ઉત્પન્ન થયે.
રાશી દિવસ બાલ-બાલા-યુગલનું પાલન કરીને માતા-પિતાનું યુગલ દેવલોક પામ્યું, યૌવન વય પાયે અને સહચરી સાથે ભેગ ભેગવત કાળ નિગમન કરતો હતો.
કપટી અશોકદત્ત પણ આયુષ્ય પાલન કરી મર્યા પછી તેજ સ્થળે ચાર દંતૃશળવાળા ઉજ્જવલદેહધારી શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઉત્તમજાતિના હાથીપણે ઉત્પન્ન થયે. આમ-તેમ ભ્રમણ કરતાં તેણે તે પૂર્વભવનો મિત્ર દેખે. પૂર્વ ભવના અભ્યાસથી તેના ઉપર નેહ-પરિણામ પ્રગટ થયા. આગલા ભવમાં કરેલી માયાનાં ફળરૂપ આભિગિકપણું ઉદયમાં આવ્યું. તે ઈચ્છતું ન હોવા છતાં પણ હાથીએ પિતાની ખાંધ પર તેને બેસાડશે. એક બીજાનાં દર્શનથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણના પ્રભાવથી, અત્યંત દેખાવડા રૂપથી, વિમલ શ્રેષ્ઠ હાથી પર સ્વારી કરવાથી તે સર્વ–પુરુષાધિક બન્યા. ત્યાર પછી અવસર્પિણ કાળના ત્રીજા આરાના દિવસો પસાર થઈ રહેલા હતા. સુખાનુભવ ઘટી રહેલા હતા, ત્યારે કલ્પવૃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org