________________
ચેપન્ન મહાપુરુષનાં ચરિત તૈયાર થઈ, તેટલામાં નજીક રહેલી પનીહારી બાઈએ તેને કહ્યું, અરે નિર્ધાગિણી ! આ શું કરવા માંડ્યું ? એમ કહીને બચાવી.
આ અને બીજા વૃત્તાન્ત લોકમુખેથી સાંભળીને તેમજ જાણીને બલદેવમુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! મહિલા એટલે સાંકળ વગરની કેદ, દીપક વગરની કાજળની શિખા, ઔષધ વગરની વ્યાધિ, પ્રતિકાર ન કરી શકાય તેવી રાક્ષસી, કારણ કે જેમ વેગપૂર્ણ પર્વતનદી બંને કાંઠાનું ઉલ્લંઘન કરે છે, તેમ સ્ત્રી પણ પિતા અને પતિ બંનેના કુલની મર્યાદાનું લંઘન કરે છે. પિતાની નિર્મળતાને મલિન બનાવે છે, ઉન્માર્ગ તરફ દેડે છે, નજીક રહેલાને પાડે છે, નહિંતર જુઓ, મેલ અને પરસેવાથી મલિન દેહવાળા, કેશવગરના મુંડાવેલ મસ્તક્વાળા અમારા સરખા માટે આવું અકાર્ય આચરે છે! અથવા આમાં એમનો પણ શે દોષ? પૂર્વે કરેલા કર્મની પરિણતિને વશ પુદ્ગલના પરિણામસ્વરૂપ મારે જ આ દોષ છે. માટે હવે નગરમાં કે ગામમાં પ્રવેશ કરવાથી સર્યું. આજથી માંડીને મરણ-સમયે જ ગામમાં કે નગરમાં નિવાસ કરે.” એમ મનમાં નિર્ણય કરીને ગોચર–ચર્યાથી પાછા ફર્યા. પછી સજજ અજુન, સરલ તમાલ, તાડ વગેરે વૃક્ષેથી ગહન ઘટાવાળા, “તુંગિકા” નામના પર્વતથી અધિષ્ઠિત અરણ્યમાં ગયા.
ત્યાં સિદ્ધાર્થ દેવથી રક્ષાયેલા તે વિવિધ તપ કરવા લાગ્યા. તે સમયે આગળ જે વૈરીઓને વિનાશ કર્યો હતે, તેમનામાંથી કેટલાક રાજાઓના સાંભળવામાં અને જાણવામાં આવ્યું કે, યાદને અગ્નિ-ઉપદ્રવમાં વિનાશ થયે, કૃષ્ણનું મૃત્યુ થયું. બલદેવ દીક્ષા ગ્રહણ કરીને વનમાં જ નિવાસ કરે છે, એટલે સૈન્ય, વાહન લઈને પૂર્વના વૈરી રાજાઓ બલદેવમુનિને હણવા તૈયાર થયા. આ હકીક્ત જાણીને “સિદ્ધાર્થ દેવ હાથી, વરાહ, સિંહ વગેરે જંગલી સ્થાપદનાં રૂપે વિકુવીને તેની રક્ષા કરતા, તપસ્વી બલદેવ મુનિની સાર-સંભાળ રક્ષણ-વેયાવચ્ચ કરતે હતે.
કેઈક દિવસે ઘણું ગાડાં અને સેવકો સાથે વૃક્ષે છેદવા માટે વન છેદક સુતાર તે પ્રદેશમાં આવ્યું કે, જ્યાં બલદેવમુનિ દેવતા સન્મુખ કાઉસ્સગ્ગ–ધ્યાને રહેલા હતા. તેમનાં દર્શન થતાં જ તેણે નમસ્કાર કર્યો. “ખરેખર આપ ધન્ય છે.” એમ બેલ નજીકના વૃક્ષને કાપવા લાગ્યું. એટલામાં સુતારને ભજન કરવાનો સમય થયે, અર્ધા કાપેલા વૃક્ષની નીચે જ પિતાના સેવકે સહિત ભજન કરવાની તૈયારી કરવા લાગ્યા. તે સમયે “પિંડશુદ્ધિ” છે, એમ જાણીને કાઉસગ્ગ પારીને ભૂખની વેદના ન ગણકારતા શાસ્ત્રમાં કહેલી વિધિથી ત્યાર પછી. અહીં પારણું સુંદર થશે.” એમ વાત્સલ્યથી આવેલા શુભ પરિણામવાળા હરણીયા વડે અનુસરતા માર્ગવાળા મુનિએ સર્વ કલ્યાણ સાધી આપનાર “ધર્મલાભ” કહ્યો. વન છેદનાર સુતાર પણ મુનિને મનમાં વૃદ્ધિ પામતી ભાવના અને વિનયવાળો “હું ધન્ય બન્ય” એમ વિચારતે શ્રેષ્ઠ સુખડી અને ખાદ્ય પદાર્થો ગ્રહણ કરીને દાન આપવા તૈયાર થયે. તેટલામાં કાક-તાલીય ન્યાયે તેવી ભવિતાયેગે અણધાર્યો પવનને ઝપાટો આવવાથી અર્થકાપેલ વૃક્ષ એવી રીતે નીચે પડ્યું કે એકી સાથે શુભ અધ્યવસાયવાળા સુતાર, બલદેવ અને હરણ મૃત્યુ પામ્યા. શુભ ભાવના ચુત મનવાળા તે ત્રણે બ્રહ્મદેવલોકમાં “કાંતપ્રભ” નામના ઉત્તમ વિમાનમાં ઉત્તમ જાતિના દેવપણે ઉત્પન્ન થયા. આથી વિશેષ હકીક્ત જાણવાની અભિલાષાવાળાએ સવિતર કહેલી બીજી કથાઓમાંથી જાણ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org