________________
બલદેવમુનિનું સૌભાગ્ય આકર્ષણ
૨૭૯ આજ્ઞાથી એકાકી વિહારી બની પરિમિત કાળવાસ કરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા સંયમ-સાધના કરતા હતા. કોઈક સમયે એક મહિનાના પારણું-નિમિત્તે એક નગરમાં યુગમાત્ર દષ્ટિ સ્થાપન કરતા-અર્થાત ઈર્યાસમિતિનું યથાર્થ પાલન કરતા કરતા ગોચરચર્યા માટે નીકળ્યા. અત્યંત અદ્દભુત તપ–વિશેષ કરી શરીર દુર્બળ થવા છતાં પણ જેની રૂપ-સંપત્તિ લગાર પણ ન્યૂન થઈ નથી. શરીર પર મેલના થર લાગેલા હોવા છતાં પણ અત્યંત મનહર કાંતિવાળા, મસ્તક પર વિષમ કેશ-લુંચન કરેલ હોવા છતાં પણ જેમને લાવણ્ય તિશય બિલકુલ કરમાયું ન હતું. મલિન, ફાટયાં તૂટ્યાં ગમે તેવાં વર ધારણ કરવા છતાં જેમના શરીરને શેભા-સમદાય લગાર પણ કરમાયે ન હતો. મનિનું આવું સુંદર રૂપ દેખીને કામદેવના બાણના પ્રહારથી ઘવાયેલી નગરસુંદરીઓ શું કરવા લાગી ? તે જણાવે છે—કેટલીક અનિમેષ શ્યામ–ઉજજવલ તામ્ર નયનવાળી, કેટલીક અણુઓળેલા વિખરાયેલા કેશવાળી પિતાના વાળને હાથ ફેરવીને સરખા કરતી હતી. કેટલીક સુંદરીઓ વિશાળ સ્તનતલ પરથી સરી પડેલા વસ્ત્રને સરખી રીતે પહેરતી હતી. કેટલીક નગરયુવતીઓ બગાસું ખાતી વદન-કમળને વિકસ્વર કરતી ભુજલતાને ઊંચી કરતી હતી. કેટલીક સ્ત્રીઓ ઢીલી અને સરી પડેલી કેડની નાડીની ગાંઠને બરાબર મજબૂત બાંધતી હતી. તેમજ સુગંધી પરિમલમાં લીન થયેલ ભ્રમરેથી વીંટાએલ કઈક સ્ત્રીના અંતરના કામાગ્નિને જણાવી દેનાર લાંબા નસાસાઓ ધીમી ગતિથી પ્રસરતા હતા, ઊંચી કરેલી એક ભુજલતા વડે વિશેષ પ્રકારે કેશપાશને ગૂંથવામાં વ્યગ્ર હસ્તાગ્રવાળો, શિથિલ અને લહેરાતા બંધનવાળે કેશપાશ ઝૂલતો હતો. વળી તેમને દેખીને કેઈક સ્ત્રી બગાસું ખાતાં દાંતથી હેઠ-ચુંગલને દબાવતી, વિલાસથી નીલકમલનાં આભૂષણને કાન ઉપર રથાપન કરતી, વિવિધ પ્રકારની મુખચેષ્ટાઓ કરતી હતી. વળી કેઈક સ્ત્રી અર્ધ બીડાએલા નેત્રના કટાક્ષ કરવા પૂર્વક સૌભાગ્યશાળી બલદેવ મુનિ ઉપર લાંબી નજરે ફેંકતી હતી. સમાગમ પ્રાપ્ત ન થવાના કારણે વિશેષ ખિન અને શિથિલ જઘાઓની લહેરાતી મરોડ વૃદ્ધિ પામતી હતી. બલરામનાં દર્શનથી પ્રસરેલા કામદેવના ભયથી શિથિલ થએલ કટિવસ્ત્રની દેરીની સરી જતી ગાંઠને હાથમાં રહેલા વસ્ત્રના
રાથી કઈ પ્રકારે પકડી રાખતી હતી. અત્યંત શન્યમનવાળી કેઈક સ્ત્રી પોતાના ગોળ પુષ્ટ વિશાળ પ્રગટ થએલા સ્તનપટ ઉપરથી ખસી ગએલા વસ્ત્રને પણ ખ્યાલ રાખતી ન હતી. તે બલરામ મુનિના મુખચંદ્ર દેખવાના કારણે પ્રવર્તતાં કેલાહલવાળાં હલહલ શબ્દો અને કામદેવરૂપ મદિરાથી શિથિલ એવાં નર્મવચને સંભળાતાં હતાં.
આ પ્રમાણે વૃદ્ધિ પામતા તરૂણીવર્ગના કામદેવ માટે ચંદ્ર સરખા, દરેક દિશામાંથી આવતી યુવતીજન વડે જેમને માર્ગ પૂરાઈ જતો એવા બલદેવ મહર્ષિ જ્યારે માર્ગમાં જતાં હતા, ત્યારે પિતાના કુલની મર્યાદાની અવગણના કરીને, જાતિનું ગૌરવ છોડીને, પર્વત સરખા મેટા શીલગુણના પ્રભાવને નાશ કરીને, સ્ત્રીના અલંકારભૂત લજજાને શિથિલ કરીને, ચપળતાનું અવલંબન કરીને, અકુલીનતાનું બહુમાન કરીને, નિર્લજજતાની પ્રશંસા કરીને, દુવિલાસ કરવાનું મન કરીને, વૃદ્ધિ પામતા નવીન અનુરાગમાં પરવશ બનીને, પ્રેમમાં પરાધીન બનવાથી શૂન્યચિત્તવાળી, તેમના મુખ ઉપર સ્થાપન કરેલ દષ્ટિવાળી, નવયૌવનના ઉન્મત્ત કામબાણવાળી કૂવાના કાંઠા પર રહેલી નગરની એક સુંદર યુવતિએ જળ ખેંચવા માટે એક ઘડાના કાંઠાના બદલે પિતાના બાળકના ગળામાં દોરડું બાંધ્યું. એટલામાં તેને કૂવામાં નાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org