________________
૨૨
ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત
મેટું વૃક્ષ શેલે, તેમ શેાભવા લાગ્યા. તે સમયે વાસુદેવે કહ્યુ કે “ ત્રણે લેકમાં વિસ્મય પમાડનાર આ અમારા સમાગમ થયા છે. આ હકીકત કોઈ ને કહેવામાં આવે તો કેાના ચિત્તને શાંતિ અને આશ્ચય ઉત્પન્ન ન કરે ? મારી આટલી મોટી ઋદ્ધિ-સમૃદ્ધિના ઉયમાં તમે ભિક્ષાભાજન કરનારા ! અથવા તે હવે તમારા વગર આ રાજ્યની શી જરૂર? કહેવુ છે કે“પિતા, પ્રિયપુત્ર, ભાઈ, ભગિની, ભાર્યાં, સ્વજને જે નજીકના સંબધી હોય તેમને ગમે તેટલા સ્નેહપૂર્વક આનંદ કરાવીએ, તો પણ દાસ માફક બીજા માળે જાય છે. વિશ્વાસના કુલગૃહ, નિઃસ્વાર્થ' સદ્ભાવના મંદિર સમાન, સંકટમાં સહાય કરનાર મિત્ર પણ જ્યાં સુખેથી રહી શકતા નથી. પારકી ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલા શાકથી પાતાનું વન શ્યામ કનાર દુના દુઃખાગ્નિ-જાળને ફેલાવીને જ્યાં લગાર પણ મનમાં બળાપો કરતા નથી, એવા સમગ્ર મડલ અને અખંડ પૃથ્વીના લાભથી મને કયા ગુણ પ્રાપ્ત થયા ગણાય ? જો એક માતાના ઉદરથી જન્મેલા ભાઈઆની સાથે તેના ભગવટો ન કરી શકું, તે તેમાં મને આન ંદન થાય. ખીજું આજે તમારા અને મારા નવીન પ્રથમ સમાગમથી ઉત્પન્ન થયેલા પ્રથમ જન્મ-દિવસ છે. શત્રુ કંસે કરાવેલા પરસ્પરને આપણા વિયેાગ આજે ન થાઓ ” તે સાંભળીને વસુદેવ અને ખલદેવે સ્નેહ-પરવશ મની તેની માગણીના સ્વીકાર કર્યાં, ત્યારે સાધુએ કહ્યું કે“ વિષયેાની ઉગ્ર જાળની પકડમાંથી અમે કેાઈ પ્રકારે છૂટી ગયા પછી હરણની માફક ફરી તેમાં પડવાની ઈચ્છા કેવી રીતે કરીએ? વિરહ-મરણ વડે મૃત્યુ પામીને ફરી સંગમથી પુનાઁવ પ્રાપ્ત થયા. અમેને તે એક જ ભવમાં જન્માંતર થયા. વિરહ એ જ વૈરાગ્યનું કારણ છે આ શ્રેયસ્કર હુકીકત તમને અમે કહીએ છીએ. તેના સ્વય અનુભવ કરીને હવે અમને નિવેદ કેમ ઉત્પન્ન ન થાય ? યતિવને સર્વાંદરથી સ્નેહાત્પત્તિ કરવી ચાગ્ય ન ગણાય, તે પછી જાણકારથી તેવા સમાગમની અભિલાષા કેવી રીતે કરાય? તે આવા સ્નેહ-સમાગમના આગ્ર હુથી સર્યું. આ સૌંસારમાં રહેલા કર્માધીન જીવને વિયેાગ થવા સુલભ છે, સમાગમ દુર્લભ છે, ઇન્દ્રિયા રૂપી અશ્વો ચંચળ છે, વિષય-સંર્પી છૂટવા મુશ્કેલ છે, કમલપત્ર પર રહેલા જલબિંદુ સરખી લક્ષ્મી ચંચળ છે, સમુદ્રમાં પડી ગયેલા રત્ન માફક ફરી મનુષ્યપણું મળવું દુ॰ભ છે.” આવી રીતે માત-પિતાને વિનયથી આદર પૂર્વક પ્રતિધ કરીને સંસારવાસ-પાશને છૂંદીને ભગવંતની પાસે ગયા અને વિવિધ પ્રકારના તપવિશેષા કરવામાં ઉદ્યમ કરવા લાગ્યા.
kt
તે છએ ભાઈ આ ગયા પછી સમવસરણમાં બિરાજમાન ભગવંતને વંદન કરવા માટે યાદવાના પરિવાર સહિત વાસુદેવ આવ્યા. વિધિ પૂર્વક ભગવંતને વંદન કરીને યથેાચિત ભૂમિસ્થાનમાં બેઠા. કથાંતર થતુ સમજવા છતાં પણ દેવકીએ ધરણીતલને સ્પર્શ કરતુ મસ્તક નમાવીને ભગવંતને પૂછ્યું, હે ભગવંત! મને એવા કયા કમ ના ઉદય થયા કે, પુત્રોની સાથે આવે વિયેાગ થયા ?” ત્યારે ભગવતે મેઘ સરખી ગંભીર વાણીથી કહ્યું કે-“ હું દેવાનુપ્રિયે! આ જન્મના આગલા ભવામાં તારી શેકે મહામણિયુક્ત મણિજડિત કડાંએ સાચવવા થાપણ તરીકે તને આપ્યાં હતાં. કેટલાક સમય ગયા પછી તેણે પાછાં માગ્યાં. ઈર્ષ્યાથી તે તેમાંથી છ મણિ કાઢી લીધી અને તેને કહ્યું કે ખાવાઈ ગયા ’એમ કહીને શાકને કડાં અણુ કર્યાં. તેણે પણ બીજી કલ્પના કર્યાં વગર સ્વીકારી લીધાં; તે તે કર્માંનું આ ફળ સમજવુ.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org