________________
મુનિઓએ સૂચવેલ સંસારનું સ્વરૂપ
થઈને વળી પુત્ર થાય, માતા પણ વળી પુત્રી અને પુત્રી પણ વળી માતા થાય છે. સ્વામી હોય તે સેવક અને દાસ હોય તે વળી શેઠ બની જાય છે. આ જીવને પોતાનાં કરેલાં કર્મ ઉદયમાં આવે છે, ત્યારે સંસારમાં કેઈ તે સાર–નરસો સંબંધ નથી કે, જેને આ જીવ પ્રાપ્ત ન કરે. આ વિચિત્ર સંસારમાં આગલા ભવની માતાને પિતાના પુત્રનું માંસ ખાવામાં આનંદ આવે છે. આના કરતાં બીજી કઈ વાત અતિકષ્ટવાળી ગણવી? જે માતા એક વખત પુત્રપણામાં નેહાધિકપણે અન્ન, પાણી, વસ્ત્ર, આભૂષણાદિકથી લાલન-પાલન, મળ-મૂત્રથી મલિન દેહ હોવા છતાં પણ આલિંગન, તેવા જ મુખનું ચુંબન કરતી હતી, તે જ બીજા ભવમાં શત્રુપણાના કારણે મહારેષથી અતિતીક્ષણ તરવારની ધારવડે (ચુલની માતા માફક) મારી નાખે છે! જે એક વખત માતાપણના ભાવમાં હૃદયના અત્યંત પ્રેમથી રસિક બનીને મુખમાં સ્તન સ્થાપન કરીને વારંવાર સ્તનપાન કરાવી લાલન-પાલન કરાવતી હતી, તે જ માતાને અન્ય ભવમાં પ્રિય પત્ની બનાવી કર્મ પરિણતિના યોગે સ્નેહથી કામદેવ વડે નચાવા શંગારરસપૂર્ણ હાવભાવ કરાવતે તેની સાથે મદન–કીડા કરે છે ! પુત્રીપણામાં સરસ વદન કમળની કલ્પના કરીને પુત્રી સ્નેહથી ચુંબન કર્યું હતું, તે જ પુત્રીને જન્માંતરમાં પત્ની કરીને નેહથી ચુંબન કરે છે ! જે પિતાના નજીકના વંશના સંબંધીઓ કુટુંબીઓ સાથે વિનયથી વતાંવ રાખતું હતું અને કહેતા હતા કે-“તમે લાંબું આયુષ્ય ભેગો, અમારા તરફ કૃપાદ્રષ્ટિ રાખજે, હે સ્વામી! અમને આજ્ઞા આપ.” આ પ્રમાણે સેવા કરતા હતા, તે જ વળી કમર પરિણતિ–ગે સેવકભાવને પામેલ હોય છે, ત્યારે હૃદયમાં ફેલાયેલા મહામત્સરથી તિરસ્કાર પામતે જોવાય છે. આ પ્રમાણે નાટકીયાના ટેળાં માફક સંસારના વિલાસે કર્મ–પરિણતિના ચેગે વિચિત્રપણે વારંવાર બદલાયા કરે છે. અમારે તમને કેટલું સમજાવવું?
અન્ય વર્તનના કારણે ઊંચા-નીચા વિભાગ કરનાર મૂર્ખાઓએ નિર્માણ કરેલી ભિત્તિ માફક લાખે દુઃખવાળી કર્મ–પરિણતિ નિર્માણ કરી છે. જેમ કાચં(કી)ડો સૂર્યના તાપથી એક પછી બીજું એમ શરીરના વર્ણ અને રૂપનાં પરિવર્તને કરે છે, તેમ પોતે કરેલા કર્મના પરિતાપથી આ જીવ પણ દરેક ભવમાં જુદાં જુદાં વિચિત્ર શરીરો મેળવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. આ સંસારમાં મજબૂત પરાક્રમી ઉદ્ધત બીહામણુ આકૃતિવાળો યમરાજા મત્ત હાથીની જેમ ઘણું જેને નિર્દયપણે વિનાશ કરીને નિરંકુશપણે વિચરી રહેલ છે. માટે આ સંસારમાં આ જીવ માતા અને પુત્રપણના સુલભ સંબંધે અનેક વખત પામ્યું. એ પ્રમાણે કર્મપરિણતિની વિચારણા સમજાવીને તેના શોકથી માતાને મુક્ત કરાવી. વળી બીજું મૃત્યરૂપી સિહ તમામ છ ઉપર નિરંતર આક્રમણ કરી રહેલે છે, જરા-રાક્ષસી નિરંતર કેળીયે કરી જવાની અભિલાષા રાખે છે, વ્યાધિરૂપી ભય ફેલાઈ રહેલા છે, આત્માને ત્રાસ આપવા સમર્થ પરિષહ-પિશાચેને પ્રભાવ વૃદ્ધિ પામી રહેલે છે.”
આ સમયે આ વૃત્તાન્ત જાણીને જેમના હૃદયમાં હર્ષને આવેગ અત્યંત વૃદ્ધિ પામેલ છે, એવા બલદેવ અને વાસુદેવ પિતાજી સાથે ત્યાં આવ્યા. આનંદાશ્રપૂર્ણ નેત્રોવડે પિતાના ભાઈઓને જોયા, વાસુદેવ આવ્યા, એટલે આકાશમાં સાત ગ્રહે રહેલા હોય, તેની માફક દેખાવા લાગ્યા. સપ્તર્ષિ-પરિવારવાળે દેવમાર્ગ, સાત સ્વરયુક્ત ગંધર્વવેદ સરખા, સાત દ્વીપ-સહિત જંબુદ્વીપ સરખા વસુદેવ પિતા તે સમયે તે પુત્રો વડે ઘણું વૃક્ષથી વીંટાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org