________________
૧wwww
૨૬૦
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત નંખાતા, આરાધના કરાયેલ હરિગમેલી દેવે ભદિલપુરમાં મરેલાં બાળકને જન્મ આપતી સુલસા નામની સ્ત્રીને પાલન કરવા સમર્પણ કર્યા. મોટા થયા પછી ભગવંત પાસે વૃત્તાન્ત સાંભળી પ્રતિબંધ પામેલા તેઓ વિચારવા લાગ્યા કે “એક જ જન્મમાં જન્માંતર મેળવ્યો, એ કારણે વૈરાગ્યાતિશય પ્રગટ થયે કે- અહે! કર્મના વિલાસે કેવા છે! અહે! સંસારની અસારતા! અહો! વિષયના વેગની દુરંતતા ! –એમ વિચારીને અમે છીએ ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી પોતાના હદયના આવેગથી જેને પુત્ર-સંદેહ થએલ છે, તેનું વચન સાંભળીને સ્પષ્ટ પ્રગટ પરમાર્થ સમજેલી, મૂચ્છથી જેનાં નેત્રપત્ર બીડાઈ ગયાં છે, એવી તે તરત ભૂમિ ઉપર ઢળી પડી. પછી અમૃત, જળબિંદુ, પુષ્પરસ–સરખા શીતલ મુનિવચન વડે, તેમ જ પરિજને ચંદનજલ વડે કરીને તેની મૂચ્છ દૂર કરી સ્વસ્થ કરી. પછી ગળતા અશ્રુજળથી ભીંજાયેલા કપિલતલવાળી, પૂર્ણ પુત્રનેહથી પુષ્ટ સ્તનમાંથી ઉડેલ દૂધધારાથી ભીંજાવેલ ભૂમિતલવાળી દેવકી અતિકરુણ વચનથી વિલાપ કરવા લાગી. કેવી રીતે ?– “હે વ! ત્રણ ત્રણ વખત ત્રણ પુત્ર–યુગલેને આ રીતે મેળવીને નિભંગી મને ઈષ્ટ અને અનિષ્ટપણે વિયેગી બનાવી, તેમાં તને કયે લાભ થયે? સ્વપ્રમાં જેમ રત્નલાભ થાય, પરંતુ ભગવટા વગર તેને જેમ વિયોગ થાય છે, તેમ પુત્ર-ફલનું સુખ મને પ્રાપ્ત ન થયું. ઘણુ પુત્રોને જન્મ આપીને માત્ર ગર્ભ–દુઃખને સહન કરનારી થઈ, પરંતુ પુત્રોના કાલાઘેલા શબ્દો સાંભળનારી ન થઈ. ફલ ઉપરના ડિંટા માફક માત્ર પેટના સંબંધ ફળવાળી હું થઈ, પરંતુ પરિણામમાં તે ઉપર ભૂમિની લતા માફક ચાલી ગયેલા ફળવાળી હું થઈ બાલ્યકાલમાં ધૂળમાં કીડા કરીને મલિન કરેલાં અંગેને જે માતાએ તેના હાથ–પગ આદિ અંગે નિર્મલ કરવા રૂપ સુખને અનુભવ કર્યો, તે માતા જગતમાં ધન્ય છે.”
આ પ્રમાણે દીનતાપૂર્ણ દેવકીનાં વિલાપવાળાં વચન સાંભળીને સાધુ સિવાય કયા મનુષ્યનું વદન અશ્રુજળથી મલિન ન થાય ?
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતી મૂઢની જેમ સ્તંભિત કરેલી હોય, મેહ પામી હોય, આલેખેલી હોય, નિષ્કારણ નિષ્ફલ અવેલેકન કરતી હોય, તેમ તે દીનતાથી બોલવા લાગી કે-“હે પુત્ર ! મનહર વર્ણો વડે સુંદર એવા મારા પ્રતાપની જેમ તારા અવ્યક્ત મન્મન શબ્દો વડે મારા કાનના વિવરને અમૃતપાન ન કરાવ્યું. તારા શરીરની શોભા, અંગમર્દન કરીને તારા શરીરના સ્પર્શ—સંગ-સુખને અનુભવ મેં ન કર્યો. સમગ્ર કાર્ય કરવા સમર્થ વયવિશેષ પ્રાપ્ત થવા છતાં પણ પુત્ર-જન્મના ફલને મેં ન મેળવ્યું, નિર્મલ જળના મધ્યભાગમાં રહેલ મહામણિની જેમ માત્ર અવલોકન કરવાનું ફલ મેં મેળવ્યું. તેટલામાં લેકેને ઘંઘાટ સાંભળીને આગળ ગયેલા ચારે ભાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી એક જ પુંજમાંથી જાણે છ મુખવાળા કાર્તિકેય સ્વામીની મૂર્તિ બનાવી હોય તેવા તે છે ભાઈઓ, સ્વાધીન મને-અધિષ્ઠિત પાંચ ઇન્દ્રિયેના અર્થ સરખા, છ મુખથી ઓળખાતા પાર્વતીના પુત્રના શરીરને છોડીને એવા તે સર્વે સાથે જ સ્વાભાવિક કારુણ્ય-પ્રધાન વચનો વડે તેને આશ્વાસન આપવા લાગ્યા. કેવી રીતે ?– “આ સંસારરૂપ રેંટની ઘટમાળાના સમૂડમાં કર્મરૂપ વાહ રંટ ચલાવનાર) વડે જી ચારે ગતિમાં ભ્રમણ કરી રહેલા છે, તેમાં કેણ કે પિતા, કેણ પુત્ર, કોણ માતા કહેવાય ? તે સાંભળે. પુત્ર થઈને પિતા, પિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org