________________
દેવકીના છ પુત્રો-કૃષ્ણના બંધુઓ
૨૫૯ મંડલ વડે સૂર્ય—ચંદ્ર સરખા ચળકતા રમ્ય વર્ણવાળા તમાલવૃક્ષના યુગલ સરખા બંને જોડીયા મુનિઓએ વસુદેવના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં સંતપણાના વેગે ભેગસંજ્ઞા વગરના, ભેગે ત્યાગ કરેલા હોવાથી નિરાકુલ, ઈર્યાસમિતિ શેતા, નિર્દોષ આહાર–પાણી ગ્રહણ કરવાના ઉપયોગવાળા, માત્ર ધર્મલાભ ઉચ્ચારણની પ્રવૃત્તિવાળા, યમુના નદીના કિનારા પર રહેલા કલહંસ-યુગલ સરખા આ બંને મુનિવરે દેવકીને નયન-માર્ગ માં આવ્યા. તેમને દેખતાં જ દેવકીના હૃદયમાં પૂર્વે ન અનુભવેલે એ અપૂર્વ આનંદરસ પ્રગટ થયા અને સેઈ કરતી એક દાસીને આજ્ઞા કરી કે, “આ મુનિવરોને વિધિ પૂર્વક પ્રતિલાભ” તેણે પણ આજ્ઞાનુસાર મુનિઓને પ્રતિલાવ્યા. સિદ્ધાંત-વિધિ પ્રમાણે આહાર ગ્રહણ કરીને સાધુઓ ચાલ્યા ગયા.
જતા એવા મુનિઓને દેખીને હર્ષથી વિકસિત અને રોમાંચિત થયેલી દેવકીએ રોહિણીને આ પ્રમાણે કહ્યું કે, “અરે સખી! આ મુનિવરેને જે જે, દુષ્કર વ્રત-તપ વિશેષથી સુકવાયેલી કાયાવાળા હોવા છતાં પણ રૂપની પ્રકર્ષતા અને લાવણ્યાતિશયવાળા, સ્વાભાવિક પ્રસન્નતાયુકત શ્રીવત્સથી અલંકૃત દેહવાળા જેવા આ છે, તેવા જ મારા પુત્રો હતા, જે નિષ્કારણ વેરી દુર્જન કંસે હણ્યા ન હોત, તો આટલી જ વયવાળા હેત, ખરેખર તે માતાને ધન્ય છે કે, જેના આ પુત્રો છે.”
આ પ્રમાણે બલી રહી હતી ત્યારે આગમમાં કહેલી વિધિપૂર્વક પૂર્વે કહેલા રૂપતિશયવાળું બીજુ મુનિયુગલ ત્યાં જ આવી પહોંચ્યું. તેને દેખીને દેવકીએ વિચાર્યું કે, બીજે ક્યાંય આહાર પ્રાપ્ત થયે જણા નથી, એટલે એ મુનિઓ બીજી વખત અહીં આવ્યા. ફરી રસોયણને કહ્યું કે, “અરે! સર્વાદરપૂર્વક મુનિવરેને દાન આપ.” આજ્ઞા પ્રમાણે ફરી પણ તેમને પ્રતિલાવ્યા.
તે યુગલ ગયા પછી ત્રીજું મુનિયુગલ તે જ આંગણાને અલંકૃત કરતું આવ્યું. ફરી પણ તેમને જોઈને જાતે જ પ્રતિલાલવા ઊભી થઈ, એષણ–શુદ્ધ આહાર-પાણી આપીને વિધિ પૂર્વક પ્રણામ કરીને મનમાં પિતાના પુત્રોને વિચાર કરતી તેના નેહમાં લીન બનેલી મૂંઝાયેલી પિતાના આત્માને પણ તે સમયે ભૂલી ગયેલી, અત્યંત કુતુહળ થવાથી આકુલ-વ્યાકુળ હૃદયવાળી હર્ષથી વિકસિત નેત્રવાળી વહી રહેલા આનંદાશ્રવાળી દેવકીએ સંદેહ દૂર કરવા માટે કહ્યું કે, “હે ભગવંત! નિર્ભાગીઓના ગૃહાંગણમાં આપના ચરણ-કમળની સેવા પ્રાપ્ત થતી નથી. છતાં મને થયેલ કુતૂહલને આ અપરાધ છે કે આ નગરીમાં લેકે સાધુજનના ગુણના અનુરાગી અને અતિથિ-સંવિભાગ દાન કરવાના સ્વભાવવાળા છે, તે મારા મનમાં આ ભ્રમ થયે છે ? અથવા તે મને જ કુશલકર્મ બાંધવાના નિમિત્તભૂત થઈને આપના આગમમાં કહેલા આચારનું ઉલ્લંઘન કરીને વારંવાર મારે ત્યાં આહાર–પાણી લેવા માટે બાગમન કરે છે. આ માટે મને સજજડ કુતૂહલ થયું છે. દેવકીની આ વાત સાંભળીને આવેલ મુનિયુગલમાંથી એકે કહ્યું કે—“હે ધર્મશીલા ! સુસાધુઓને એવો આચાર હેતે નથી કે, તે જ દિવસે એક ઘરેથી ભિક્ષા ગ્રહણ કરીને ફરી પણ તે જ ઘરે પાછા આવવું, પરંતુ અમે એ મુનિઓ એક જ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયેલા સગા ભાઈઓ છીએ. કંસ-શત્રુથી મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org