________________
મનુષ્યભવની વૈરાગ્ય-સામગ્રીની દુર્લભતા
૨૬૩ આ સાંભળીને શેક થવાથી વહી જતાં અશ્રબિન્દુઓ વડે મલિન થયેલા વદનવાળી દેવકી કહેવા લાગી કે-“હે ભગવંત! આટલાજ માત્ર આવા દુષ્કૃત-પાપનું આટલું મોટું ફલ !” એમ કહીને લાંબા ઉણુ નીસાસાના પવનથી ઉડતા કેશવાળી નીચું મુખ કરીને બેઠી. ફરી ભગવંતે કહ્યું કે, “હે દેવાનુપ્રિયા ! ઉગ કરવાને છેડી દે, સંસાર-સ્વભાવ આવા જ પ્રકારને છે. સાંભળ, અતિશય મહાન કર્મરૂપ જળસમૂહના ફેલાયેલા ઉદ્દભટ ëોલવાળા, અનંત જન્મ–જરા-મરણરૂપ અનેકાનેક આવર્તવાળા, વિવિધ વ્યાધિઓની વેદના રૂપ ભરતી-ઓટની રચનાવાળા, દુઃખે કરી નિવારણ કરી શકાય તેવી વિરહ-વેદનારૂપ તૂટેલા મત્સ્યના પુચ્છ સમૂહ જેમાં અફળાઈ રહેલ છે, દુસ્સહ શોકરૂપ ઉદ્ધત જલહસ્તિ અને મગરમચ્છના સમૂહવાળા અનેકાનેક આવીને પડતા જતુઓનું હરણ કરનાર એવા સંસાર-સાગરમાં પડેલા જીવને મનુષ્યપણું મળવું મહામુશ્કેલ છે. કેવી રીતે ?
મહાસમુદ્રના પૂર્વ-પશ્ચિમ એવા કિનારા પરથી ધુંસરું અને તેના છિદ્રમાં નાખવાની ખીલી સામ સામે સમુદ્રમાં નાખી હોય, સમુદ્રના કલ્લોલમાં અફળાતાં કૂટાતાં એ બંનેનો નજીકમાં એગ થાય અને ધુંસરામાં આપોઆપ ખીલી પરવાઈ જાય એવા યુગ-સમિલાના દુષ્ટાને આ મનુષ્યપણું જીવને પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. તેમાં પણ વળી ઘણા દ્વીપ, અંતરદ્વીપે, યુગલીયાનાં ક્ષેત્ર, અકર્મભૂમિએ, અનાર્યક્ષેત્રો ઘણાં હોય છે. કોઈ પ્રકારે પદયથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયે. કર્મભૂમિમાં પણ કિરાત, તર્જિત, યવન, મુરુંડ, ઉ, કીર વગેરે અનાર્યક્ષેત્રો ઘણું છે. તેમાં જીવને આર્યદેશમાં જન્મ થે દુર્લભ છે. તેમાં પણ કેળી, ઉઍડ, ડેખ, ચંડાલ, ભિલેની બહુલતાવાળાં ક્ષેત્રો ઘણું છે. તેમાં પુણ્યકર્મની બહુલતાવાળા જીવને જ ઉત્તમકુલમાં જન્મ થાય છે. ઉત્તમ કુળમાં જન્મ થવા છતાં પણ કાને બહેરા, આંખે આંધળા, તેતડા-બેબડા, બેડોળ દેખાવવાળા, અંગોપાંગની ખડ-ખાંપણવાળા જીનું પંચેન્દ્રિયપણું દુઃખ ભેળવવામાં પૂર્ણ થાય છે. કેઈક ભાગ્યશાળી આત્માને રૂપાદિ સમગ્ર વિષયની સામગ્રી પ્રાપ્ત થઈ હોય અને તેના સંગમાં મેહિત મનવાળા બની ગયા હોય તેવા મનુષ્યને સુકૃત કરવાની શ્રદ્ધા મુશ્કેલીથી થાય છે. કદાચ શ્રદ્ધા થાય, તો પણ ધર્માચાર્યને સમાગમ થે દુર્લભ થાય છે. ધર્માચાર્યને યેગ થાય તે પણ ધર્મ-શ્રવણ પ્રત્યે અવજ્ઞા થાય છે. ધર્મ-શ્રવણ કરતા હોય તે પણ બોધિ થવી દુર્લભ છે, બેધિ થવા છતાં વિરતિ મેળવવી મુશ્કેલ થાય છે. વિરતિ મળવા છતાં પણ ભવના વૈરાગ્યની સામગ્રી દુર્લભ છે. કારણ કે, અનાદિ કાળથી આ જીવ શબ્દાદિ ઇન્દ્રિયના વિષયોમાં આહારાદિ સંજ્ઞામાં એ ટેવાયેલ છે, જે છોડવાની ઈચ્છા હોવા છતાં તે છૂટવા મુશ્કેલ પડે છે. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે કુશલાનુબંધી પુણ્યકર્મ કરનાર જીવને ઉત્તરોત્તર કહેલી શુભ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થાય છે.
તેથી કરીને મહાનુભાવે ! હું તમને કહું છું કે, તમારા સર્વ મેહ–પાશ છેદી નાખે. મહને ત્યાગ કરે, પ્રમાદમાં શિથિલ થાઓ. ધર્મના ઉદ્યમનું અવલંબન કરે, ઇન્દ્રિય-સુભટને સ્વાધીન કરે, વિષય-વૈરીઓને ચૂરો કરે, મનરૂપી અશ્વનું સંયમન કરે, બાહ્ય અત્યંતર તપના ભેદોનું આસેવન કરે. તપ વડે તપાવેલા છે સર્વ કર્મને ક્ષય કરીને સકલ ઉપદ્રવ-રહિત પરમપદની પ્રાપ્તિ કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org