________________
૨૪૮
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
ઉત્તેજિત થયેલા અશ્વો વડે વેગવાળા કરેલા રથચક્રોવાળું, રથચક્રાવડે કથિત થતા ખચી ગયેલા ચાદ્ધાઓ વડે ચીરી નખાયેલા ઉદ્ભટ અસ્વસ્વારાવાળું, અશ્વારાહીઓ વડે તરવારના પ્રહારથી જરિત થયેલી પાયદળ-સેનાવાળુ, પાયદળ-સૈનિકો વડે ઊંચા ફેંકાયેલા ચક્ર વડે નાશ પામેલાં છત્ર, ધ્વજાના ચિહ્નવળું, ધ્વજ-ચિહ્નના પતન થવાથી ફેલાયેલ વાયુ વડે આશ્વા સન પામેલા ભટસમૂહવાળુ, આ રીતે વેગથી રથના અવાની કઠોર ખરીથી ઉખડેલી અને ઉડેલી રજના ફેલાવાથી આવરિત થયેલા દૃષ્ટિમાવાળું યુદ્ધ એકદમ શરું થયું.
ત્યાર પછી ભટાના પ્રચંડ પ્રહાર તથા પરસ્પરના અથડાતા ઉગ્ર ખડ્ગામાંથી નીકળેલ અગ્નિના તણખાની કાંતિથી પ્રકાશિત, વિશાળ ગજઘટાએ સૂઢ વડે સજ્જડ પકડીને ઊંચે ફેકેલ ચેાથ્યાના સમૂહ વડે, વિદ્યારિત ગંડસ્થલમાંથી પ્રગટ થએલાં મુક્તા ક્લોથી અલંકૃત, ચંચળ અશ્વોના સમૂહના સંઘટ્ટથી અને પરસ્પર એક ખીજા સાથે ખાથ ભીડેલા સવા૨ેશના પ્રચંડ પ્રહારથી ઉત્પન્ન થયેલ મૂર્છાથી આચ્છાદિત નેત્રવાળા, ઉલટા પડેલા શસ્ત્રો રહિત ચેાધાઓથી આકુળ, ફેલાઈ રહેલા ઘણા દૃઢ રથવાળું, વૃદ્ધિ પામતી પાયદળ-સેનાએ ફેંકેલા બાણુ, ખાવા, ભાલાં વગેરે શસ્રવાળું, અર્ધચંદ્રાકાર ખાણુ વડે છેદાઈ ગયેલા છત્ર અને ધ્વજવાળુ યુદ્ધ થયું.
આ પ્રમાણે મહાભયાનક સંગ્રામ પ્રવત્યાં, ત્યારે ઉપર દડવાળા એવા શ્વેતછત્રરૂપ મહાસમુદ્રના શ્વેત ફીણસમૂહવાળું, અત્યંત ચંચળ અશ્વરૂપ લહેરાવાળું તીક્ષ્ણ તરવાર રૂપ ઉછળી રહેલા મત્સ્યાના સમૂહવાળુ, ઘણા રથાના સમૂહરૂપ કલેાલાની માળાવાળું, રાકી ન શકાય તેવા દુર ફેલાયેલા પદ્માતિસૈન્યરૂપ મેાજાના સમૂહવાળું, અત્યંત મઢવાળા દુર્રાન્ત ઊંચા જલહસ્તી અને મકરરૂપ હસ્તિઓવાળુ, બહુ જોરથી વગાડાતાં આદ્ય-વાજિંત્રરૂપ ગર્જના વાળુ, મગધરાજાનું સૈન્ય સમુદ્રની જેમ યાદવ-સૈન્ય ઉપર ફરી વળ્યું-અર્થાત્ આક્રમણ કરવા લાગ્યું. મહાસમુદ્રના જળ વડે જેમ મહાનદીનુ જળ તેમ યાદવનરેન્દ્ર-સેનાને પરાઙમુખ પરાજિત કરી. ચાદવ નરેન્દ્ર-સૈન્યના માસ અને ઉત્સાહ ભગ્ન થયા. હવે યાદવ-સૈન્ય કેવી રીતે પલાયન થવા લાગ્યું, તે જણાવે છે:
છેડી દીધેલા રથ, અન્ધાદિક વાહનાવાળું, ત્યાગ કરેલા અભિમાનવાળુ, હાથમાંથી સરી પડેલા ખગવાળું સૈન્ય સીધે માગ છેડી અવળે માર્ગે દોડતુ હતુ. યાદ્ધાએ ધૈય છેાડી જળ શેાધતા હતા. કેટલાક સૈનિકાની ધજા અને છત્ર નમી પડયાં હતાં. વિષાદ અને ભયથી ભરેલા, પલાયન થવાના ચિત્તવાળા, પોતાના સ્વામીથી વિરક્ત થયેલા, હાથીએના મન્નજળથી ભી જાએલા, અશ્વસમૂહથી ચગદાએલા, ઉડતી રજના સમૂહથી રોકાયેલ દૃષ્ટી માગવાળા, ભયવાળા સૈનિકાએ છેડી દીધેલા શસ્રવાળા, એકબીજાની છાતીના આઘાતથી ફેંકાયેલા, ભીરુતાવાળા સૈનિકો પલાયન થતા હતા. પરંતુ પ્રત્યંચાના કઠોર પ્રહારથી જેને કોણીના ભાગ શુષ્ક ત્રણવાળા હતા, તે ત્રૈલેાકચરૂપ મદિરના સ્તંભ–સરખા અરિષ્ટવરનેમ ત્યાં અડોલ ઊભા રહ્યા.
ત્યાર પછી લાંબા અને ખેંચેલા પ્રચંડ ધનુષથી ફે'લા ખણુસમૂહવડે ઘણી શત્રુસેના ખતમ થઈ. ત્રણે ભુવનના ધૈયથી તુલના કરનાર એવા ઉત્પન્ન થયેલા પ્રતાપથી જાણે સેના સ્ત ભિત કરી હોય, અચિંત્ય સામર્થ્યવાળા મંત્રમળથી જાણે સેના માહિત કરી હાય, તેમ શત્રુસેનાને થંભાવી દીધી. આ સમયે એક પડખે એકઠા થતા કુમારા સાથે બલરામ અને કૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org