________________
પ્રતિવાસુદેવ સાથે વાસુદેવનું યુદ્ધ
૨૪૯ બીજા પડખે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ સહિત યુધિષ્ઠિર હતા. બીજી બાજુ ભેજનરેન્દ્ર અને પિતાના બીજા સોંદરે સાથે સમુદ્રવિજય મુખ્ય રાજા હતા. તેઓનું મુખ્ય યુદ્ધ પ્રવત્યું. જેમાં નવા નવા પ્રકારની વ્યુહરચનાઓ કરવામાં આવી હતી. તેવા પ્રકારનું કંપાયમાન કરતું દંડયુદ્ધ પ્રવત્યું. નિરંતર યુદ્ધ કરતા એવા તેઓના કેટલાક દિવસે પસાર થયા. ત્યાર પછી એક દિવસે મગધાધિપ જરાસંધ રાજાની સમક્ષ તેના દેખતાં જ તેને પક્ષના ઘણા રાજાઓને બળરામ અને કૃષ્ણ મારી નાખ્યા. ત્યાર પછી ચલાયમાન ચામરોથી વીંજાતા તે જરાસંધ રાજા કે પાયમાન યમરાજ સરખી ભ્રકુટી ચડાવી, ધનુષ અફાળીને કહેવા લાગ્યા કે –
ગોપીઓના ગોકુળના મધ્યભાગમાં ગતિ કરવી, તે જુદી વાત છે અને ધનુષની પ્રત્યંચાના ટંકારથી ભયંકર યુદ્ધના રણમેદાનમાં ગતિ કરવી તે જુદી વાત છે. ગોપીઓની વિલાસવાળી ગોઠીમાં ઊભા રહેલા લોકો વડે શૃંગારરસ ઉત્પન્ન કરીને બીજી રીતે બેલાય છે અને મહાન નરેન્દ્રના વિશાળ યુદ્ધમાં બોલવું—એ જુદી વાત છે. કેશી, રિષ્ટ, મુષ્ટિક, ચાણુર વગેરે રાજાએને જે મારી નાખ્યા, તેથી હે ગોવાળીયા ! તને ગર્વ આવ્યો છે ? ” એમ કહીને ખેંચેલા પ્રચંડ ધનુષમંડળથી છડેલા અને વિચિત્ર વર્ણવાળા પીંછા-પત્રયુક્ત અગ્રભાગથી શેભિત બાણથી ભેદ્યા. ત્યાર પછી કંઈક વિકસિત વદન-કમલવાળા, વિલાસપૂર્વક પ્રગટ થતી અને થોડી જેવાયેલ દંતકાંતિવાળા કેશવ (કૃષ્ણ) સહેલાઈથી શાહેંગ ધનુષને વર્તુલાકારકરતા કહેવા લાગ્યા-“અરે મગધનરેશ! અહીં બહુ બોલવાથી કાર્ય સાધી શકાતું નથી. મહિલાઓને વાણીથી ભાંડવાનું હોય છે, પુરુષને હોતું નથી. તમારા-અમારામાં કોણ પ્રશંસનીય છે, તેને નિર્ણય હમણું તરત જ જાણી શકાશે. હે મૂઢ ! હસ્તમાં કંકણું રહેલ હોય, પછી દર્પણનું શું પ્રજન? એમ કહીને શગ ધનુષથી છૂટેલા બાપુસમૂહથી તેના મનોરથને નિષ્ફળ કરીને, તેણે ફેંકેલા બાણ-સમૂહને તિરસ્કાર કરીને, અશ્વ અને સારથિ સહિત મગધરાજાને વિધી નાખે. તેનું છત્ર તૂટી ગયું, ધ્વજા નીચે પડી. ત્યાર પછી અગ્નિ સરખા કે પાગ્નિથી યુક્ત દેહવાળા તે રાજાએ આગ્નેય અસ્ત્રનું સ્મરણ કર્યું, સળગતી અગ્નિજ્વાળા-સમૂહથી દિશાઓનું ભક્ષણ કરતા એવા અને આવતા તે આગ્નેય અઅને દામોદરે મેકલાવેલ મેઘ-ગર્જના સરખા શબ્દ કરતા, જળધારા વરસાવતા એવા વારુણ અસ્ત્રથી ઓલવી નાખ્યું. આ પ્રમાણે નિષ્ફળ થયેલ સમગ્ર દિવ્યાસવાળા મગધાધિપતિએ ચકરત્નને યાદ કર્યું. અગ્નિશિખા-સમૂહથી પ્રકાશમાન તે ચક્રરત્ન હસ્તતલમાં આવી ગયું. આ સમયે વિદ્યાસિધ્ધ ખેદ પામ્યા, ગંધર્વો વિષાદ પામ્યા, કિન્નરે નીચાં મુખ કરીને ઊભા રહ્યા. અપ્સરાઓનાં વદનકમલે કરમાઈ ગયાં. ત્યાર પછી રેષાઋણ નેત્રવાળા જરાસંધ રાજાએ વાસુદેવને વધ કરવા માટે તે ચક્રરત્ન તેના સન્મુખ મોકલ્યું. સળગતા પ્રલયકાળના અગ્નિની જવાળાઓના સમૂહના વિલાસવાળું તે ચક્રરત્ન વાસુદેવની પ્રદક્ષિણા કરીને એકદમ કેશવના હસ્તતલમાં આવી લાગ્યું તે સમયે વિદ્યાધરે, સિદધે, ગંધર્વો હર્ષ પામ્યા. કિન્નરગણુ ગીત ગાવા લાગ્યા. અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગી. જમણે ખભે ફરકવા લાગ્યો. જયસ્તિરત્ન ગંભીર શબ્દથી ગર્જનાર કરવા લાગ્યા. અધરન હષાર કરવા લાગ્યું. હર્ષ પામેલા વિકસિત નેત્રકમલવાળા વાસુદેવે તે ચક્રરત્નને તેને વધ કરવા પાછું મે કહ્યું. તેના કંઠપ્રદેશમાં અથડાયું. ત્યાર પછી તૂટી રહેલ
૧. દૂર જાય તે અશ્વ, હાથમાં રહે તે શસ્ત્ર,
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org