________________
૨૪૬
ચોપન્ન મહાપુરુષોનાં ચરિત
આ બાજુ યાદવોથી ઉત્પન્ન થયેલ કોપાનલવાળે તે દૂત તરત મગધના રાજાની રાજધાનીમાં ગયે. પ્રતિહારે નિવેદન કર્યું કે, દૂત આવ્યો છે, એટલે રાજાએ તેને પ્રવેશ કરાવ્યું. ભૂમિ સાથે મરતક સ્પર્શ કરે તેમ પ્રણામ કરીને વિનયપૂર્વક અંજલિ જેડીને યાદવ નરેન્દ્રને વૃત્તાન્ત જણાવ્યું. તે સાંભળીને પ્રલયકાળને પવનથી પ્રજવલિત જાણે ક્ષયકાલને અગ્નિ હય, જાણે અણધાર્યો પડેલો લાંબે ઉલ્કાદંડ હોય, મેઘ–ગરવ થયા પછી જાણે વિજળીને ચમકારે થયે હોય, કુરાયમાન કિરણસમૂહવાળે ઉનાળાને જાણે સૂર્ય હોય તેમ તે એકદમ ધાતુર મુખવાળે થયે. રેષથી કંપતા અધરવાળે બેલવા લાગ્યું કે, તેને પરાભવ હું કેવી રીતે સહન કરી શકું ? –એમ બેલીને સિંહાસન પરથી ઊભે થે, પડઘાના શબ્દો સંભળાય તેમ યુધ-પડહ વગડાવીને નિમિત્ત, મુહૂર્ત, શુભદિવસની ગણતરી કર્યા વગર તરત જ પિતાના મંદિરમાંથી નીકળે અને યુદ્ધ માટે પ્રયાણ કર્યું. જેના મસ્તક ઉપર છત્ર ધરવામાં આવેલું હતું. બે પડખે ચંચળ ચામરો વિજાતા હતા. પ્રચંડ મોટા શબ્દોથી બંદીવર્ગ જયજયકાર કરતો હતો, આગળ કેટવાલ વગેરે લકે એકઠા થતા હતા. મંત્રીવર્ગ રોકવા માટે નમ્ર વચન કહેતા હતા, તેની અવજ્ઞા કરીને નગરીની બહાર નીકળે. રાજાને બહાર નીકળેલ જાણીને ચતુરંગ સેન પણ કેવી રીતે તૈયાર થઈ બહાર નીકળી, તે કહે છે–ગંડથલથી પડતા અત્યંત મદજળથી વર્ષાવ્રતુને પ્રવાહ કરનાર, મેઘથી ઉત્પન્ન થયેલ અંધકારપડલને વિભ્રમ કરાવનાર શ્યામ હાથી–સમૂહ બહાર નીકળતા હતા. પવનથી કંપતી ધ્વજાઓના વસ્ત્રની પંક્તિવાળા, મંજીરાના કરાએલા ઝંકાર-શબ્દોથી મનહર એવા રથસમૂહ બહાર નીકળતા હતા. ઘણા ફણસમૂહરૂપ ઉજજવલ તરંગથી ચંચળ ગંગાના પ્રવાહ સરખી સુંદર ગતિવાળા મનહર અશ્વો બહાર નીકળતા હતા. સેલ, વાવલ, શક્તિ, ફારક, તરવાર, ઢાલ વગેરે શસ્ત્ર-અસ્ત્રો ધારણ કરનાર તથા ધનુષની પ્રત્યંચાથી અલંકૃત કેળવાયેલ પાયદળ સૈનિકે બહાર નીકળ્યા.
આ પ્રમાણે પ્રયાણ કરતા મગધાધિપતિ જ્યારે પ્રયાણ કરતા હતા, ત્યારે પ્રચંડ ઉત્પાત કરનાર લાંબા અગ્નિમય ઉલ્કા દડા નીચે પડતા હતા. કાંકરાના સમૂહ સરખો કર્કશ-સ્પર્શવાળ પવન ફુકાવા લાગ્યા. દક્ષિણ દિશામાં શીયાળ ભયંકર શબ્દ કરવા લાગી. સૂર્યમંડલમાં મસ્તક વગરનું કબંધ દેખાવા લાગ્યું. દિવસ હોવા છતાં ઘણું અંધકારવાળું દિશામંડલ થયું. નેત્રમાર્ગ રેકાઈ જાય તેવી રજવૃષ્ટિ થઈ કેઈએ પાડેલ હોય તેમ છત્ર નીચા મુખે નીચે પડ્યું. માર્ગ ઉલ્લંઘન કરતાં સર્ષ આડે ઉતર્યો. આવાં ખરાબ નિમિત્તે થવાથી, મંત્રીએ રોવા છતાં, યમરાજાના હસ્તથી ખેંચાએલ હેય તેમ, તેવી ભવિતવ્યતાના ગે તથા સુકૃતક ઘણું ક્ષીણ થવાથી તે મગધાધિપતિ લાંબા લાંબાં પ્રયાણ કરીને, માર્ગ કાપીને કેટલાક દિવસે સરસ્વતી નદીની પાસેના પ્રદેશમાં પહોંચ્યા.
ત્યાં પ્રથમથી મેકલેલ અશ્વારોહ બતાવેલ સ્થાનમાં જરાસંધ રાજા પડાવ નાખવા લાગે. કેવી રીતે ? તે જણાવે છે-ઊભાં કરાતાં લાકડાનાં પાંજરાંવાળે, ખેડાતાં ભમાડાતાં ખેંચાવેલા તંબુઓવાળે, અંતઃપુર-નિવાસોનું રક્ષણ કરતા પ્રકટપટવાળ, પ્રગટ સ્થાપન કરેલા મિત્રજનવાળા મગધાધિપ જરાસંધ રાજાએ સિન્યને પડાવ નાખે.
ત્યાર પછી દિવસ પૂર્ણ થયે. સૂર્ય આથમી ગયે. બંનેનાં સિનેએ સંધ્યા–ગ્ય આવશ્યક કાર્યો કર્યા. મહાદેવને કંઠ, પાડા, તમાલપત્રુ અને કાજળ સરખા શ્યામ અંધકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org