________________
જરાસંધના દૂતનાં વચને
૨૪૧
નામની નગરીનું નિર્માણ કર્યું. વળી યક્ષાધિપ(કુબેર) દેવે ધન-સુવર્ણથી શોભાયમાન આ ઉત્તમ નગરી, જે સમુદ્ર કિનારે ઉત્પન્ન થયેલી હોવાથી શ્રીકૃષ્ણને ઘણી વલ્લભ થઈ. સમગ્ર જનને પ્રાર્થના કરવા લાયક લકમી માફક આ નગરી સાધારણ દરેકને પ્રાર્થનીય હતી. શે વાળા હોય તેઓ પણ અહીં અશોક બની જતા હતા. કારણ કે, નગરીમાં લોકો નિરંતર ઉત્સવમાં આનંદમગ્ન રહેતા હતા. આવા પ્રકારની ધન-સમૃદ્ધ નગરીમાં યાદવો આનંદમનવાળા થઈને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલા વિષયસુખવાળા દેવેની જેમ ક્રીડા કરતા હતા.
ત્યાર પછી કંસને મારી નાખ્યાને કારણે કે પાયમાન થયેલા, જરાસંધના નિમિત્તે સમુદ્રકિનારે વસાવેલી દ્વારિકા નગરી, કુલદેવતાએ કપટથી કાલસેનાપતિને અગ્નિમાં પ્રવેશ કરાવીને મારી નાખ્યો. આ સર્વ કારણને લઈને કેપ પામેલા જરાસંધે ઘણો કાળ વીતી ગયા પછી કૃષ્ણ અને બલદેવ પાસે દૂત મોકલ્યો. દૂત ત્યાં ગયો અને યોગ્ય અવસર પ્રાપ્ત થયો, ત્યારે વાસુદેવને કહ્યું કે–“જરાસંધે કહેવરાવ્યું છે કે, હે નરાધિપ ! મારે કાલસેનાપતિ મૃત્યુ પામ્ય, તેની મને ચિંતા નથી. કારણ કે- “સ્વામીના કાર્યમાં ઉધમવાળા સુભટેનું મરણું અથવા જય નક્કી થવાનાં હોય છે... પણ તમારા સરખા રણુપુરા વહન કરનારા, પિતાની ભુજાના બલપરાક્રમમાં એકાંત વિશ્વાસવાળા, તમેએ આવો વ્યવહાર કરે યુક્ત ન ગણાય. સજજન પુરૂષો માયા-પ્રપંચથી પિતાનો પુરુષાર્થ સફળ કરતા નથી, કીર્તિલતાથી દિશામુખને શેભિત બનાવતા નથી, કે અખલિત પ્રભાવ દિગન્ત–વ્યાપી કરતા નથી, તે કાલ સેનાપતિને તમે માયા કરીને મારી નાખે, પ્રપંચ-વ્યવહાર કર્યો, તેનું ફલ ભેગવવા હવે તમે તૈયાર થાવ. તમારો વિનાશ કરવા હું સૈન્ય-પરિવાર સાથે આવી રહેલ છું. માટે જે કરવા ગ્ય હેય તે કરીને તૈયાર રહે છે. એક વખત તમે સમુદ્રનું લંઘન કરીને પાર પામવાની શક્તિવાળા છે અને તે ઉલ્લંઘી જાવ, અગર જલદી પર્વતના ઊંચા શિખર પર પણ કદાચ ચડી જાવ, શક્તિશાળી દેવનું શરણું પણ પ્રાપ્ત કરે, તે પણ હું તમારા જીવિતનું અપહરણ કરીશ. જે કદાચ હાથમાં રહેલા વજના અગ્રભાગથી અસુરેન્દ્રનો વિનાશ કરનાર અને સમગ્ર દૈત્યોને હણનાર ઈન્દ્રમહારાજના શરણે જશે, અથવા સપના નેત્રની પ્રભાથી દૂર થયેલ અંધકાર સમૂહવાળા ત્રાસદાયક ભુજં. ગમયુક્ત પાતાલમાં ભયથી પેસી જાવ અથવા ઘણા ઈન્જણાથી પ્રજવલિત, ઘણી વાલાવાળા જોઈ ન શકાય તેવા, દુસહ ઘણા તાપવાળા અગ્નિમાં પતંગીયા માફક પ્રવેશ કરશે, તે પણ તીર્ણ તલવારરૂપ દાઢા અને ભયંકર બાણ-સમૂહરૂપ પગના નહારવાળા આકરા જરાસંધરૂપ કેસરીસિંહના પંજામાંથી મૃગલાની માફક છૂટી શકવાના નથી.
દૂતનાં આ વચને સાંભળીને વૃદ્ધિ પામતા ઉદુભટ કેપથી અંધકવૃષિણના પુત્ર સ્વિમિતનું વદનકમળ ઝાંખું પડી ગયું, પણ સુભટપણાનું અભિમાન લગારે ન ઘટ્યું. હૃદયમાં સતત ઉછળતા કે પાનલ વડે લાલ થયેલી દષ્ટિને અક્ષોભે છૂપાવી દીધી, પણ સંગ્રામ કરવાની ઈચ્છા ને છૂપાવી. મહાકેપવાળા વિષમ ઉદ્ગાર ગર્ભિત વક્ષઃસ્થલને અચલે પંપાળ્યું, પણ પિતાનું સુંદર વર્તન ન છેડયું. મહા અભિમાનને પ્રતિરોધ કરવાથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિન્દુઓની શ્રેણીથી પૂર્ણ ભાલતલવાલા વસુદેવે મુખમંડળને દેખાવ વિચિત્ર કર્યો, છતાં પોતાના યશને મલિન થવા ન દીધે. અનાધૃષ્ટિએ પ્રિયપની માફક અભિલાષાપૂર્વક મંડલાગ્ર તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org