________________
૨૪૦
ચપન્ન મહાપુરુષોનાં ચરિત આ વાસુદેવને કંસ પિતાના નગરમાં લાવ્યા રેહિણીએ અતિબલ-પરા કમવાળા, ચંદ્ર, શંખ, મેગરાના પુષ્પ સરખા ઉજ્જવલ શત્રુસૈન્યને હંફાવનાર એવા બલદેવ નામના પુત્રને જન્મ આવે. વળી કંસ રાજાએ દેવકી નામની પોતાની કાકાની પુત્રી પણ તેને આપી. કેઈ વખત મત્ત થયેલી છવયશાએ અતિમુકત મુનિની મશ્કરી કરી, એટલે કે પાયમાન હદયવાળા મુનિએ જીવયશાને શ્રાપ આપ્યું કે, જે દેવકીને ગર્ભ ઉત્પન્ન થશે તે તારા પતિને વિનાશ કરનાર થશે. જે કોઈ જીવે કઈ પણ પ્રકારે પરિણતિવશ થઈને જેવા પ્રકારનું કર્મ બાંધ્યું હાય, તે પ્રમાણે તે પરિણમે છે, નહીંતર ક્યાં યતિ ? અને ક્યાં શ્રાપ ? પિતાના મરણના ભયથી તેણે પણ બહેનના છ પુત્રોને ઘાત કર્યો. નિષ્ફલ મનોરથવાળા તેનાથી સર્વ પુત્રોનું રક્ષણ કર્યું. મૃત્યુ પામતા પિતાના પુત્રોને બચાવવા માટે સુલસાએ છડું, અમ આદિ તપ કરીને હરિણેગમેથી દેવને પ્રસન્ન કર્યો એટલે તે દેવે દેવકીના જન્મેલા પુત્રો સુલસાને આપ્યા અને સુલસાના જન્મેલા મરેલા બાળકો કંસને આપ્યા હતા, જે કંસે મારી નાખ્યા હતા. હવે સાતમા ગર્ભમાં પુણ્યશાલી “કૃષ્ણ” નામના વાસુદેવ ઉત્પન્ન થયા, જેનું વિધિપૂર્વક ગેકુળમાં રક્ષણ-પાલન થયું. ત્યાં રહેલા કૃષ્ણ પૂતના, રિષ્ટાસુર, કેશિ, મુષ્ટિક વગેરેને તથા ચાણને, ત્યાર પછી કંસાસુરને પણ હો.
શ્રીનમિજિનના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીતી ગયા પછી “સમુદ્રવિજય” રાજાની શિવા” રાણીની કુક્ષિમાં તીર્થકર નામના પુણ્યવાળા કાર્તિક કૃષ્ણદ્વાદશીના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ થયે છતે ઉત્પન્ન થયા અને ઉત્તમલક્ષણવાળા ભગવંતને શ્રાવણ શુકલપંચમીના દિવસે શિવામાતાએ જન્મ આપ્યું. તેઓ જમ્યા, ત્યારે સર્વ ઉપદ્ર નાશ પામ્યા; એટલે તુષ્ટ થયેલા માતા-પિતાએ અરિષ્ટનેમિ” એ નામ સ્થાપન કર્યું. પૂર્વના તીર્થકર ભગવંતના ચરિત્રમાં કહ્યા પ્રમાણે જન્મ–મહોત્સવ વગેરે સમજી લેવા. ક્રમે કરી કલા અને યૌવનથી વૃદ્ધિ પામવા લાગ્યા.
કંસને મારી નાખ્યા પછી સર્વે યાદવેએ ભયથી ઉદ્વેગ પામીને મથુરાથી નીકળીને જલ્દી સમુદ્ર તરફ પ્રયાણ કર્યું, જીવ શાના વચનથી ઉશ્કેરાયેલ-કેપ પામેલા જરાસંધે બલરામ અને કૃષ્ણને વિનાશ કરવા તરત સૈન્ય મેકલ્યું. ત્યાં યમરાજાથી પ્રેરાયેલા હોય, તેમ કાલનામના સેનાપતિએ મૂઢ થઈને પ્રતિજ્ઞા કરી. કાળથી કેણુ ન મૂંઝાય? “જે કઈ સ્થળે યાદ ગયા હેય, ત્યાં મારે નકકી તેમને મારી નાખવા. હવે મહાભયથી ઉદ્વેગ પામેલા યાદવ ત્યાં અગ્નિપ્રવેશ કરતા હતા, તે યાદવને અગ્નિમાંથી બહાર કાઢવા માટે અવશ્ય માટે અનિપ્રવેશ કરે જ જોઈએ” અથવા સમુદ્રમાં કે અટવીમાં ગયા હોય, તે પણ મારે તેની પાછળ જઈને અવશ્ય તેમને વિનાશ કરે ”—આવી પ્રતિજ્ઞા સ્વયં સ્વીકારીને જરાસંધને પુત્ર કાલ યાદના માગે પાછળ પાછળ ગયે. હરિવંશના કુલદેવે તેને ભૂલથાપમાં નાખી વિડંબના પમાડ્યો અને તે જાતે બળી મર્યો. હરિવંશના કુલદેવતા વડે ભ્રાન્તિ પામેલા કાલને યમરાજાએ કેબી કર્યો. ત્યાર પછી સર્વે યાદવેએ પશ્ચિમસમુદ્રના કિનારે નિવાસ કર્યો. ત્યાં સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે સમુદ્રને દૂર ખસેડીને શક્રની આજ્ઞાથી કુબેર દેવતાએ બાર યોજન લાંબી અને નવ જન પહોળી, સુંદર ભાવાળી સુવર્ણમય અને વિવિધ વાળ વિશાળ “ દ્વારિકા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org