________________
વસુદેવ, વાસુદેવ અને બલદેવ
૨૩૯ તેને હું મારી પુત્રી આપીશ.” આ સાંભળીને વસુદેવ, સમુદ્રવિજ્યાદિક ભાઈઓને આશ્વાસન આપીને, સિંહરથ રાજાને વશ કરવા માટે કંસ સારથિ સાથે રથમાં બેસીને નીકળે અને સિંહરથની પાસે પહોંચ્યા. તેની સાથે યુદ્ધ જામ્યું. ત્યાર પછી સતત ધનુષદેરી પણછ તેડી નાખીને સિડરથના સન્યનો વિનાશ કરીને સિંહરથ રાજાને ઘાયલ કરીને રથમાંથી ની રથમાંથી ભૂમિ પર નીચે પડેલા સિંહરથને કંસ સારથિએ રથમાંથી નીચે ઉતરીને બાંધ્યો. જરાસંધ રાજાની પાસે જઈને તેને સમર્પણ કર્યો. ત્યાર પછી જરાસંધે પિતાની પુત્રી વસુદેવને આપવા કહ્યું. વસુદેવે કહ્યું કે, આને કસે બાંધે છે, મેં જકડ્યો નથી, માટે તેને પુત્રીદાન કરવું ઘટે છે. તે સાંભળીને જરાસંધે કહ્યું કે, આ તે વણિકજાતિને છે, તેથી રાજપુત્રીએ વણિકના ઘરમાં પ્રવેશ કરે ગ્ય ન ગણાય. એટલે વસુદેવે કહ્યું કે, આ તે ઉગ્રસેન રાજાને પુત્ર છે. દુર્ભાગ્ય-કલંકથી દૂષિત તેની માતાએ ઉગ્રસેન નામવાળી મુદ્રિકા પહેરાવેલ પુત્રને પિટીમાં નાખીને યમુનાના જળમાં તરતે છોડ્યો હતો. સવારે ત્યાં આવેલ વણિકે તેને દેખ્યો. અને પુત્રપણે ગ્રહણ કર્યો. મેટ કરીને મને અર્પણ કર્યો છે. નામવાળી મુદ્રા આંગળીમાં પહે, રેલી હોવાથી ઉગ્રસેન-પુત્રને નિશ્ચય થવાથી જરાસંધ રાજાએ પિતાની પુત્રી અને રાજ્યખંડ કંસને આપ્યા. કોપ પામેલા કંસે પિતાના પિતા ઉગ્રસેનને “મને જળમાં વહેવડાવી ઉપેક્ષા કરનાર !” એમ કહીને કેપથી પિતાને જકડ્યા. જીવ શાની સાથે કંસ ભેગો ભગવતે હતે.
હવે શૌરિયપુરમાં નગરની ઘણી યુવતીઓ વસુદેવના રૂપથી આકર્ષિત હૃદયવાળી થઈને મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગી. એટલે નગરના અગ્રસરાએ એકઠા થઈ વિચાર્યું કે, “નગરની સ્ત્રીઓ ઉભાગે પ્રવર્તવા લાગી છે, માટે સમુદ્રવિજય રાજાને આ વાતને ઉકેલ લાવવા વિનંતી કરીએ તે પ્રમાણે નક્કી કરી રાજાને વિનંતિ કરી કે-“હે દેવ! વસુદેવનાં દર્શનથી આખું નગર અને યુવતીવર્ગ મર્યાદા લેપનાર અને અશુભ વર્તનવાળે થયે છે.
દેવતાઈ રૂપ, સમગ્ર ગુણેમાં સારભૂત, પ્રાર્થના કરવા યોગ્ય, તરુણી-વર્ગના નેત્ર અને મનને હરણ કરનાર દેવકુમાર સરખા રૂપવાળા વસુદેવને જ્યારે જ્યારે નગર–માર્ગમાં જતા દેખે, ત્યારે ત્યારે નગરની સુંદરીઓ પોતાનાં કાર્યો પડતાં મૂકીને તેનું રૂપ જોવા માટે નીકળી પડે છે. માટે હે દેવ ! તે કેઈ ઉપાય કરે જેથી નગરનારીઓ પિતાની મર્યાદામાં રહે.” “અરે પ્રિયસખી ! આ વસુદેવ ચાલ્યા જાય છે, અરે! આ માર્ગે ગયે, તું દોડ દોડ, નહીંતર દૂર નીકળી જશે.” આ પ્રમાણે નગરમાં ક્ષોભ થયો છે એમ જાણીને તેનું ચરિત્ર સૌભાગ્ય ઉદાર રૂપ-સંપત્તિને વિચાર કરીને સમુદ્રવિજયે ઘરમાંથી બહાર ન જાય, તે ઉપાય કરીને વસુદેવને રોકી રાખે. પિતાની વાત જાણીને હવે ભવનમાંથી છળ કરીને તે બહાર નીકળી ગયો અને ભાષા, રૂપ બદલવામાં કુશળ તે ભુવનતલમાં ભ્રમણ કરવા લાગે. યુવતીવર્ગથી પ્રાર્થના પામતે, સેંકડો રાજાઓથી સ્તુતિ કરાતે, આશ્ચયે બતાવત, કૌતુકથી આનંદપૂર્વક ભ્રમણ કરવા લાગ્યો. કેઈ સ્થળે મહાનુરાગવાળી વિદ્યાધરીઓથી વરાયેલે, કોઈ સ્થળે સૌભાગ્યના ભંડાર સરખે રાજકુંવરીઓ સાથે વિવાહ કરાયેલે, રતિ અને કામદેવના રૂપને તિરસ્કાર કરનાર વિસ્તારેલા પ્રતાપવાળ વસુદેવકુમાર દેશૃંદુક દેવેની કીડાની પણ ઝાંખી કરાવતું હતું. તરુણીવર્ગથી પ્રાર્થના કરતે લીલાપૂર્વક સે વર્ષ બ્રમણ કરીને ભાઈઓ સમક્ષ સ્વયંવરમાં રહિણીને વર્યો. પિતાના નવ ભાઈઓએ તેને પરણાવ્યો. વૈભવપૂર્વક સુંદર સુરસુંદરીઓએ કરેલા સત્કારવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org