________________
૨૩૮
ચપન્ન મહાપુરુષોનાં ચરિત
તે હવે યથાસ્થિત બાંધેલું આયુષ્ય અને રાજ્ય પણ ભલે પાલન કરે, ત્યાં રાજ્ય ભેગવતાં દુર્ગતિરોગ્ય કર્મ પતે અવશ્ય કરશે. રાજ્ય એ અકાર્યને આવાસ છે, નરકનું દ્વાર, સુકૃતમાં વિધન કરનાર, દુઃખ-પરંપરાને હેતુ વળી વારંવાર અનર્થના સંબંધ કરાવનાર રાજ્ય છે. એકાંત દુઃખમય નરક દેખવા માટે જે કઈકને કૌતુક પણ થાય છે તે એક દિવસ પણ જે અચેતનવાળે થઈ રાજ્ય કરે તે નક્કી નરક મેળવે.” આ પ્રમાણે ચિંતવીને તે દેવ અતિ શય કે પાયમાન થયે અને રાજ્ય વ્યવહારનાં સુખ ભેળવીને પરંપરાએ દુઃખ પ્રાપ્ત કરે.
ત્યાર પછી ચંપા નગરીની ઉપર આકાશમાં રહીને ઉપદેશ આપવા લાગ્યું. નગરના લોકોને કહ્યું કે, તમે રાજા ખેળવામાં મૂંઝાયેલા છે, પરંતુ તમારા માટે કરુણાથી આ રાજાને અહીં લાવ્યો છું. તે તમારે સર્વાદરથી આ રાજાની સેવા કરવી. આ રાજા દરરેજ માંસમદિરાદિકને આહાર કરે છે. વિચિત્ર માંસરસનાં ભેજને જ આ રાજાના શરીરને માફક આવે છે.” એમ કહીને તેઓને સમર્પણ કર્યો. તેઓએ નરકગતિના હેતુભૂત માંસ-રસાદિકથી તેનું પિષણ કર્યું. યાજજીવ મોટા ભાગે ભેળવીને ઘણું દુખવાળી દુર્ગતિનાં ભવવેદનીય કર્મો એકઠા કરીને, કાલ પામીને તેવી ગતિમાં ગયે, જેથી વરકને સંતેષ ઉત્પન્ન થયે. તેની વંશ-પરંપરામાં સંખ્યાતીત પાટ-પરંપરા સુધી તે હરિવંશમાં રાજાઓ ઉત્પન્ન થયા. પછી “સોરિય” નામના નગરમાં “સરિય” નામના રાજાને દશ પુત્રો ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે–
સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ અને વસુદેવ. તેથી કરીને હરિવંશમાં થયેલા દશ દશાહ. વળી બીજી કુન્તી અને માદ્રી એ બે કન્યા.
આ બાજુ ઈફવાકુ વંશમાં થયેલા સોમપ્રભ નામના રાજા હતા. તેને ઈન્દ્ર મહારાજાએ પ્રેરણું આપી કે, “મુનિઓનાં વચન અંગીકાર કર” ત્યારથી માંડીને “કુરુવંશની સ્થાપના થઈ. તે વંશમાં સંખ્યાતીત પાટ–પરંપરા વીતી ગયા પછી શતધનુ નામને રાજા થયે તેને પુત્ર શાંતનુ નામને રાજા થયે. તેના ગાંગેય અને વિચિત્રવીર્ય નામના બે પુત્ર હતા. તેમાં ગાંગેય કુમાર બ્રહ્મચારી થે. વિચિત્રવીર્યને ધૃતરાષ્ટ્ર, પાંડુ, અને વિદુર એ નામવાળા ત્રણ પુત્ર થયા. ગંધાર રાજાની ગંધારી નામની પુત્રી હતી, તેની સાથે ધૃતરાષ્ટ્રનાં લગ્ન થયાં. તેની સાથે ભેગો ભેગવતાં તેને દુર્યોધન વગેરે સે પુત્ર ઉત્પન્ન થયા.
આ બાજુ હરિવંશમાં ઉત્પન્ન થયેલ દશાહની બહેન કુન્તી અને માદ્રી હતી. તે બંનેને કુરુવંશમાં ઉત્પન્ન થયેલા પાંડુ સાથે પરણાવી. તેમાં કુન્તીને યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના ત્રણ પુત્રો ઉત્પન્ન થયા. માદ્રીને નકુલ અને સહદેવ નામના પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાએ દુર્યોધન અને યુધિષ્ઠિરને દરેકને પોતાનાં રાજ્ય આપ્યાં. તેઓને બાલ્યકાળથી પરસ્પર એક બીજા ઉપર ઈર્ષ્યા રહેતી હતી.
એક તરફ કુસુમપુર નગરમાં “જરાસંધ” નામનો મહાબલ-પરાક્રમી રાજા હતા. સવે રાજાઓ તેની આજ્ઞા માનતા હતા. તેણે દશાહને આજ્ઞા કરી કે– સિંહરથ રાજાને વશ કરીને જલદી મારી આજ્ઞામાં લા. “સિંહરથ રાજા અતિગર્વથી ઉદ્ધત થયેલે છે, તેને જે વશ કરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org