________________
ર૪ર
પિન્ન મહાપુરુષનાં ચરિત અવકન કર્યું. બલરામે પ્રચંડ અભિમાન અને પિતાના બલ સરખા મુશલનું અવલંબન કર્યું. શત્રુસેનાને પરાજ્ય કરવામાં સમર્થ શ્રીકૃષ્ણ જ્યલક્ષમીની જેમ શા ધનુષ્યયષ્ટિ સન્મુખ કરી. નિષ્પકંપ શરીર વડે પરાભવિત કરેલી, ત્રિભુવનના પૈર્યવાળા અરિષ્ટનેમિની ચેષ્ટા સ્વાભાવિક હોય તેવી જણાઈ. પ્રદ્યુમ્ન યુદ્ધના રસથી વિકસિત થયેલ વિશદ રોમાંચ-કંચુકના મર્યાદા-રહિત શેભાના પ્રકાશથી શત્રુસેનાની સામે કર્યું હોય તેમ પિતાનું શરીર કર્યું. શબે યુદ્ધની તૃષ્ણાના અત્યંત વેગથી પોતાના ગોત્રની કીર્તિ વેલડીની જેમ જમણી ભુજલતા અત્યંત ઊંચી કરી. બાકી રહેલા કુમારેએ પણ રોત્સાહની સંભાવનાના કારણે પસરેલા આનંદના અશ્રુજળથી ભરેલી મોટી કુવલયમાલાની જેમ પિતાની નયનમાલા સ્વામી ઉપર સ્થાપના કરી.
ત્યાર પછી પિતાના હસ્તની સંજ્ઞાથી સભાને કેલાહલ રાકીને સમુદ્રવિજયે કહેવાનું શરુ કર્યું કે, “ અરે દૂત ! ગુણગણથી આકર્ષાયેલા દેવતાએ જે કોઈ પ્રકારે સાંનિધ્ય કરીને તારા સેનાપતિને મારી નાખે, તેમાં અમારું કપટ કેવી રીતે માની શકાય ? વળી પૂર્વના મહાપુરુષોની સ્થિતિ સ્નેહાનુબંધ નાશ પામશે–એમ ધારીને અમે ત્યાંથી દૂર ચાલ્યા ગયા, તો હે દૂત ! તે કારણે અમે શું ડરપોક છીએ ?” ત્યાર પછી આ જ વાતની પ્રસ્તાવનામાં ભોજરાજાએ વિસ્તારવાળા વચનથી કહ્યું કે- “હે દૂત! સાંભળ, તું દૂત હોવાથી અવધ્ય છે. બીજું તું અમારા ઘરે આવેલું હોવાથી તારા પર રહેમ નજર રાખવી જોઈએ. આ કારણે તું ફાવે તેમ છે, તે પણ યાદવ-સુભટોએ તને ક્ષમા આપી છે. હવે વધારે બોલવાથી સર્યું. તું જા અને તારા સ્વામીને કહે કે- “તમે જે અહીં કરવાની અભિલાષા રાખે છે, તે વગર વિલંબે તરત કરવા માંડે.” એમ કહીને દૂતને વિસર્જન કર્યો.
દૂત ગયા પછી સમગ્ર નરેન્દ્રમંડળને પણ રજા આપી. રાજાઓના પરસ્પરના સંઘટ્ટથી તૂટી પડેલા મુગટમણિઓનાં કિરણોથી ચિત્રિત સભામંડપમાં સમુદ્રવિજય મંત્રણા કરવાના સ્થાનમાં ગયા. ત્યાં સુખાસન પર બેઠેલા સમુદ્રવિજયે પ્રતિહાર દ્વારા બેલાવેલા ભેજરાજા વગેરે સારી રીતે બેઠા. પછી તેમને કહ્યું કે, “આ વિષયમાં હવે આપણે શું કરવું ?
તેમનાં વચન પૂર્ણ થયા પછી ભેજ રાજાએ કહ્યું કે- “હે મહારાજ ! રાજનીતિશાસ્ત્રકારોએ ચાર પ્રકારની નીતિઓ બતાવેલી છે. તે આ પ્રમાણે ૧ સામ, ૨ ભેદ, ૩ ઉપપ્રદાન જ દંડ તેમાં હિત શીખામણ આપી સમજાવવારૂપ “સામ” નામની પ્રથમ નીતિ તે તેણે આપણી સાથે દૂરથી જ ત્યજેલી છે. કારણ કે, આપણું ગેત્રની પ્રશંસા સાંભળતા જ દંડથી ઠોકાયેલા સર્ષની જેમ રોષાધીન થઈ ઉઠ્ઠખલ બની ભયંકર કુંફાડા મારી રહેલ છે. બીજા
ભેદ નામના પ્રકારમાં રાજા, મંત્રી, સેનાપતિ, પ્રજા આદિમાં આડું અવળું સમજાવી બંનેના વિશ્વાસમાં ભિન્નતા પડાવવી, તેને પણ હવે અવકાશ નથી. કારણ કે તેણે સામત લેકને
અનેક પ્રકારનાં માન-સન્માન, દાન, પ્રશંસાદિકથી એવા પિતાના કરી લીધા છે કે સંકટ-સમયમાં પિતાનાં જીવન અર્પણ કરીને સ્વામીનું ત્રણ અદા કરે. ત્રીજે “દાન આપવાનો પ્રકાર પણ દૂર ચાલ્યો ગયો છે, કેવી રીતે ? તેણે સમગ્ર પ્રજાને કૃપાથી શ્રેષ્ઠ અનેક મણિ, સુવર્ણ, રત્નાદિક સારભૂત દ્રવ્ય આપીને તૃગુ-રહિત બનાવેલ છે. તેને દાન કે લાંચ આપવાથી વશ કરી શકાય તેમ નથી આ અવસ્થામાં અહીં હવે “દંડ નામને ચોથે ઉપાય કરે મને એગ્ય લાગે છે. નીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org