________________
૨૨૪
ચિપન મહાપુરુષોનાં ચરિતા
હવે કદાચ ભુજાબલના પરાક્રમપણાથી યુદ્ધ કરવાનું પણ તારામાં સામર્થ્ય હોય તે પણ આયુધવગરના તારી સાથે મારે યુદ્ધ કરવું, તે પણ ધિક્કારપાત્ર ગણાય. ખરેખર હોઠ પર દાંત દબાવિને ભ્રકુટી ચડાવનાર તરવાર ઉગામનાર પુરુષો વિષે જે દઢપ્રહાર કરે છે, તે જ પુરુષ ગણાય છે.
આ પ્રમાણે અતિનિષ્ફર વચન બેલનાર પરશુરામને અને ભરસભાને સુભૂમે સજજડ વચનેથી પ્રત્યુત્તર આપ્યું. તે જ પ્રમાણે સુંદર સિંહાસન પર બેઠેલે નિર્ભય ઉતાવળ કર્યા વગર શત્રુવચનને નહિ સહેતાં યુક્તિયુકત જવાબે આ પ્રમાણે આપ્યા–“પરાકમધનવાળા પુરુ
એ આપેલું આસન ગ્રહણ કરવું યુક્ત ન ગણાય, કેમકે કેસરીને હાથી અને મૃગટોળાના સ્વામીપણે કોઈ સ્થાપન કરે છે? સજજનપુરુષ દુષ્કાર્ય કરીને લજ્જા પામે છે, ત્યારે તું તે દાઢાઓ એકઠી કરી થાળ ભરવાના કાર્યને જાતે જ બેલીને શરમાયા વગર આગળ કરે છે, તેમ જ લજજા પામતે નથી, એટલે તું સપુરુષ નથી. હે મૂઢ ! મનુષ્ય દાઢાએ ભક્ષણ કરવી અશક્ય છે. મને તે દેવતાની કૃપાથી આ ક્ષીરભેજન મળ્યું છે. હું બ્રાહ્મણ નથી, પણ તારે વધ કરવા માટે અહીં આવ્યો છું. તાપસના આશ્રમમાં વૃદ્ધિ પામ્યું હોવાથી હું આવા વેશ-આકૃતિવાળે છું. નરસિંહના દષ્ટાંતથી સુભટ માટે પિતાના હાથ એ જ આયુધ છે. બીકણ-હલકા પુરુષના હાથમાં આવેલ વજી પણ અવશ્ય હથીયારનું કાર્ય કરનાર થતું નથી, ભુજાબેલવાળા પુરુષ વિષે બાકીના વિકલ્પ તે સંભવતા નથી. શું બાલસૂર્ય ગાઢ અંધકારના સમૂહને હણત નથી માટે તારી તાકાત હોય તે બતાવ, આયુધ ગ્રહણ કર. હમણાં જ તું હિતેન હત થઈશ? પુરુષને દષ્ટિ ફરતાંની સાથે જ મહાકાર્યની ઉત્પત્તિ થાય છે. સમરાંગણમાં મહાબલવાળા મહાધીર હજારબાહુવાળા અર્જુન” નામના ક્ષત્રિય પુરુષને જે તે હણ્યા હતા, તે જ અર્જુનને શ્રેષ્ઠબાહવાળો હું પુત્ર છું, તેથી વેરીને નક્કી હું હણશ, કદાચ તું પાતાલમાં પણ પ્રવેશ કરીશ, તે પણ નહિ છોડું. તે આ પૃથ્વી સાત વખત નિઃક્ષત્રિય કરી, હવે તારા કરેલાને ત્રણ ગુણ કરીને એકવીશ વખત હું પૃથ્વીને બ્રાહ્મણવગરની કરીશ, ત્યારે મારો કે પાનલ શાંત થશે.” આ પ્રમાણે કહેવાયેલ વચનથી ઉત્તેજિત થયેલ કપાનલ-જ્યોતિવાળે પરશુરામ સજજ કરેલા પ્રચંડ ધનુષને ખેંચીને બાણસમૂહ છેડે છે. સુભૂમ નરપતિએ તે જ થાળથી તે બાણેને પ્રતિસ્મલિત કર્યા. એટલે પરશુરામે કેપ સરખી અગ્નિજ્વાળામય પરશુ ગ્રહણ કરી. પૂર્વે જે પરશુ ક્ષત્રિયને દેખતાં જ ઈધણાં પડવાથી જેમ અગ્નિ ઉત્તેજિત થાય, તેમ ઉત્તેજિત થતી હતી, તે જ પરશુને આજે પ્રભાવ ગરની પરશુરામે દેખી. લાંબા સમય સુધી વિચાર્યું કે, “આ શું, આ શું?” એવા આકુળ મનવાળા પરશુરામે તેવી નિસ્તેજ પરશુને પણ સુભૂમ ઉપર છોડી. સ્વામીનું સન્માન ન કરનાર સેવક સજજનપુરુષ લજજાથી જેમ નીચે પડે, તેમ તે પરશુ સુલૂમના ચરણભાગમાં જઈને ભૂમિ ઉપર પડી. કોપથી પ્રજવલિત થયેલ સુલૂમ પણ તે પરશુને જોઈને તેને વધ કરવા સજ્જ થયેલ. તેણે આયુકાર્યમાં ઉપયોગ કરવા માટે તે જ થાળને ગ્રહણ કર્યો. ગ્રહણ કરતાં જ તે હજાર આરાવાળું ચક બની ગયું, તેજથી ઝળહળતું તે ચક્ર તેણે પરશુરામ ઉપર છોડ્યું. ત્યાર પછી સુભૂમે તેના રેષથી આ પૃથ્વીને એકવીશ વખત બ્રાહ્મણ-વગરની કરી. ભરતક્ષેત્રના છખંડનું રાજ્ય ભેગવીને, પિતાને પ્રભાવ વૃદ્ધિ પમાડીને આયુષ્ય પૂર્ણ થયું, ત્યારે મૃત્યુ પામીને સુભૂમ પણ અધોગતિમાં ગયે.
–આ પ્રમાણે મહાપુરુષ ચરિત વિષે સુભૂમ ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. [૩૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org