________________
સુભમ ચક્રવતીનું ચરિત્ર
૨૨૩ મારું રક્ષણ કર્યું. કુલપતિથી ઘણા પ્રકારે રક્ષાયેલ નું અનુક્રમે જન્મ પામે ક્રમે કરી મેટે થયે. હવે તને યુક્ત લાગે તેમ કર.”
આ વૃત્તાન્ત સાંભળીને હૃદયમાં મોટે ક્રાધાગ ઉછળે અને સુભૂમે માતાને પૂછ્યું કે હે માતાજી! મારા પિતાને મારનાર ક્યાં રહે છે?' તેણે કહ્યું, “હે પુત્ર! નજીકના જ નગરમાં રહે છે. કેટલા ક્ષત્રિયને માર્યા? તેની સંખ્યા જાણવા માટે મારી નાખેલા ક્ષત્રિયેની દાઢાઓને એકઠી કરીને એક થાળ ભર્યો છે. તેના નિમિત્તિયાએ તેને કહેલું છે કે જેની નજર પડતાં તે દૂધની ખીરરૂપે થઈ જાય અને સિંહાસન પર બેસી જે કઈ તેનું ભક્ષણ કરશે, તે તારે વધ કરનાર થશે.” તે પરશુરામે પણ દાનશાળા માટે મંડપ કરાવ્યું છે. તેના મધ્યભાગમાં સિંહાસન સ્થાપન કરાવ્યું છે, તેની નજીકમાં થાળ સ્થાપન કર્યો છે. દરરોજ બ્રાહ્મણોને જમાડે છે, દાનશાળાના મંડપનું રક્ષણ કરનારાઓ પાસે મંડપનું રક્ષણ કરાવે છે. તે સાંભળીને પિતાના વૈરીને સહન નહિ કરતે ઉછળતા ભુજાબળવાળે તે નગરીમાં ગયે દાનશાળાનો મંડપ સે.
વૃદ્ધિ પામતા તેજવાળે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત પર આરૂઢ થાય, તેમ મંડપના
| ઉપદ્રવ કરીને તે એકદમ સિંહાસન પર બેસી ગયો. નાના દેહવાળે હોવા છતાં પણ તેજથી જેમ તરતને ઉગેલે સૂર્ય અંધકારસમૂહને અવશ્ય હણી નાખે છે, તેમ પિતાના તેજથી શત્રુબલને અવશ્ય નિતી જાય છે. સિંહાસન પર બેઠો અને તે દાઢાએ જોઈ મારીનાખેલા ક્ષત્રિયોની તુલ્ય સંખ્યાવાળી દાઢાઓ તેના દેખતાં જ પરમાન ભજન-સ્વરૂપમાં પલટાઈ ગઈ. રત્નથી ઉદ્દદ્યોતિત થયેલ ફણાવાળા સર્ષની જેમ દુપ્રેક્ષ્ય એ તે દેવતાએ કરેલ પાયસનું ભક્ષણ કરવા લાગ્યો. તે સમયે પરશુરામના ઘવાયેલા, ત્રાસ પામેલા રક્ષક પુરુષોએ પરશુરામને કહ્યું કે હે દેવ! દે પણ જેને દેખી ન શકે તે બ્રાહ્મણ આકારવાળે. કોઈ કેસરી-બચ્ચા સરખો બાળક અમને ત્રાસ પમાડીને નિર્ભયપણે આપના શ્રેષ્ઠ સિંહાસન પર ચડી બેઠો છે. અને થાળમાં જે દાઢાઓ સ્થાપના કરી હતી, તે ખીર ખાઈ રહ્યી છે.” રક્ષકનું આ વચન સાંભળતાં જ નિમિત્તિયાએ કહેલ નિમિત્ત ભૂલીને કપ પામેલો તે પરશુરામ તે મંડપમાં આવ્યું. રોષ પામેલા પરશુરામે સિંહ સરખા પ્રશાંત વ્યાપારવાળા અને હેરથી ભજન કરતા તેને સિંહાસન પર બેઠેલે છે. નિર્ભય શંકારહિત, આપ વગરના સુભૂમને જોઈને પરશુરામે કર્કશ અને નિષ્ફર વચનથી તેને કહ્યું કે, “હે બ્રાહ્મણબાલક ! બટુક! આ સિંહાસન તને કોણે આપ્યું? જેથી તેના ઉપર બેસી ગયો. તારા અન્યાયનો અંત કરનાર બીજે વિદ્યમાન છે. આ મારી પરશુ ક્ષત્રિયોને મારી નાંખવાના કાર્ય માં વ્યસની છે, અને ખાસ કરીને ડેડૂડજાતિના ચિલિસાઈ કુરુઓને વધ કરનાર છે. તારા સરખા મનુષ્યના અસ્થિને સ્પર્શ કરવાને યોગ્ય નથી, તે પછી ભક્ષણ કરવાની તે વાત જ કયાં રહી? તું તે બ્રાહ્મણબટુક જણાય છે, જે તે હકીકત સત્ય હોય છે. મારી ભુજાતે દુખે કરી દમન કરી શકાય તેવા સારા ક્ષત્રિયને વિદારણ કરવામાં સમર્થ છે, તેને દીન શ્રોત્રિય બ્રાહ્મણ ઉપર પ્રહાર કરવાને ઉપગ કરું', તે પણ લજજાસ્પદ છે. હવે કદાચ તું ક્ષત્રિય જાતિવાળે પણ હોય અને ભયથી બ્રાહ્મણના ઉજ્જવલ આચાર કરનારે થયો હોય, તે પણ સુકુલમાં જન્મેલા મારા સરખા માટે તું અતિશય કરુણાનું પાત્ર થાય છે. ડાહ્યા પુરુષ માટે નિંદાપાત્ર મનુષ્યના અસ્થિરૂપ અશુચિ આહારને ત્યાગ કરીને મારા સંબંધથી ફેગટ વિવિધ પ્રકારનાં ભોજન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org