________________
૨૨૨
પન્ન મહાપુરુષોનાં ચરિત કરતાં ચલાયમાન કર્યા. ધર્મશાસ્ત્રના અર્થ અને પરમાર્થને અભ્યાસ કરેલ ન હોવાથી તે તિર્યંચના વચનથી “પુત્ર વગરનાની ગતિ ન થાય” એમ વિચારીને ભાર્યા-નિમિત્તે મિથિલા નગરીમાં મિથિલાના રાજા પાસે કન્યાની માગણી કરવા ગયે. રાજાને કહ્યું કે, “તારે સે પુત્રીઓ છે, તેમાંથી એક મને આપ. “રાજાએ તેના શ્રાપના ભયથી કહ્યું કે –“તમને જે પુત્રી છે, તે મેં તમને આપી” પાંચ ત (મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન) વડે ઉપઘાત પામેલા જમદગ્નિ ઋષિએ રેણુકાને ફલ બતાવ્યું, એટલે તેણીએ પિતાને હાથ લંબાવ્યું. આ કન્યા મારી અભિલાષા કરે છે – એમ કહીને રાજાની અનુમતિથી તે કન્યાને તપોવનમાં લઈ ગયે. મોટી કરીને તેની સાથે લગ્ન કર્યા. રેણુકાની ભગિનીએ હસ્તિનાપુર નગરમાં કાર્તવીર્ય અર્જુનના સાથે લગ્ન કર્યા હતાં. રેણુકાને પુત્ર ઉત્પન્ન થયે, પિતાએ કમ-પરંપરાથી આવતા પરશુ આપે, “પરશુરામ” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે તે અષિપતની રેણુક બહેનને ત્યાં પણ તરીકે ગઈ હતી. ત્યાં રાજ્યલક્ષ્મીને ભેગોથી લેભાયેલી, વિષયે મને હર હોવાથી, ઈદ્રિ ચપળ સ્વભાવવાળી હોવાથી, કર્મ પરિણતિ અચિજ્ય શક્તિવાળી હોવાથી, બેનના પતિ સાથે ગુપ્ત સંબંધ બંધાયો. જમદગ્નિ તાપસ પુત્ર સહિત તેને હસ્તિનાપુરથી તાપસના આશ્રમે લઈ ગયે. વૃત્તાન્ત જાણે, એટલે પરશુરામે માતાના મસ્તકને છેદ કર્યો. પછી કાર્તવી આવીને પરશુરામની ગેરહાજરીમાં જમદગ્નિને મારી નાખે. પિતાના મૃત્યરૂપ પવનથી ઉઠેજિત થઈ પરશુરામે ક્રોધાગ્નિ વડે કાર્તવીર્યને મારી નાખે, બીજા પણ ક્ષત્રિને કેધથી મારી નાખ્યા. એમ સાતવાર પૃથ્વી નિઃક્ષત્રિય કરી. કાર્તવીર્યની ભાર્યા ગર્ભવતી તારા પલાયન થઈને એક તાપસના આશ્રમમાં ગઈ અને તેણે ભોંયરામાં બાળકને જન્મ આપે. દાંત સાથે પુત્ર જન્મેલ હોવાથી અને ધરણી-મંડલને દાઢાથી ગ્રહણ કરેત ઉત્પન્ન થયેલ હોવાથી ” “સુભૂમ” એવું તેનું નામ પાડ્યું. ત્યાં જ વૃદ્ધિ પામ્યો. તાપસની પાસે શાસ્ત્રને અને શસ્ત્રકળાને અભ્યાસ કર્યો.
યૌવન પ્રાપ્ત થતાં સુભૂમે માતાને પૂછયું, “હે માતાજી! મારા પિતા કોણ? કયા કારણથી હે ભેંયરામાં રહું છું?” આ પ્રમાણે પૂછાયેલી માતા લાંબા ઉષ્ણ નિસાસા મૂકીને નિરંતર આંખમાંથી અશ્રુ વહેવડાતી રુદન કરવા લાગી. એટલે તે વિસ્મય-કેપ–સંકલ્પથી પૂર્ણ માનસવાળા પુત્રે આગ્રહ કરીને માતાને પૂછ્યું. તેનાં આવાં વચનથી વધારે દુઃખ પામેલી માતા દીર્ઘકાળ રુદન કરીને કહેવા લાગી કે- “હે પુત્ર! દુઃખ-સમૂહથી દુઃખિત દેહવાળી હું કહેવા સમર્થ નથી તેમજ મહાધભરથી પ્રેરિત નેત્રને રોકવા સમર્થ નથી, તે પણ સાંભળ
હે પુત્ર! તું ગર્ભમાં હતું, તે વખતે જમદગ્નિના પુત્ર પરશુરામે તારા પિતાને નિર્દયતાથી કેળના સ્તંભની માફક પરશુથી હણી નાખ્યા. હે પુત્ર ! તેમના મૃત્યુથી હાહાર કરવાના શબ્દથી આકાશમાર્ગને બહેરું કરનાર અંતઃપુરનું રુદન એવું પ્રવત્યું કે જેથી વનદેવતાઓ પણ રુદન કરવા લાગ્યા. તેમને માર્યા પછી તરત શત્રુના કોધને માટે તૈયાર થયેલી જળતી પશુ બાકી રહેલા ક્ષત્રિયે માટે પણ સફળ બની. તે પરશુ જે કઈ ક્ષત્રિયની પાસે જાય, ત્યારે અધિક અધિક પ્રજ્વલિત થવા લાગી અને નિર્દય યમરાજાની માફક તરત ક્ષત્રિયોને વિનાશ કરવા લાગી. હું પણ ગર્ભવાળી હોવાથી, તારું રક્ષણ કરવામાં તત્પર બનેલી. ભય પામીને અટવીમાં પહોંચીને દીનતાથી મેં તપોવનના કુલપતિનું શરણ અંગીકાર કર્યું. હે પુત્ર! કરુણાપૂર્ણ માનસવાળા તેમણે પણ સર્વ વૃત્તાન્ત જાણીને ભોંયરું તૈયાર કરાવીને આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org