________________
પ્રિયદર્શન, અનંગસુંદરી અને અનંગમતિના પતિ
૨૧૯ હે દેવ વિતરાગ! તમારું મહાઉત્તમ દર્શન કેવું છે, તે કહો. જેમના હૃદયમાં કષતા રહેલી હોય, તેની આવી સૌમ્યતા હોય નહિ.' વળી પગે પડીને ઉડીને ફરી ગણિની વગેરે આર્યાઓને વંદન કરીને કહ્યું કે, “બીજા વ્યાપારને ત્યાગ કરનાર એવા આમનું જીવિત સફલ છે કે, સમગ્ર સુખના બીજભૂત એવી ધર્મમતિ જેઓની સ્કુરાયમાન થાય છે. એ પ્રકારે દેવ અને ગુરુની પ્રશંસા કરીને દેરાસરના મંડપમાં બેઠા. વામન પુરુષના કૌતુકથી આકર્ષાયેલ હૃદયવાળી પ્રિયદર્શના, અનંગસુંદરી, અનંગમતિ સહિત સર્વ સાધ્વીઓ ગણિની સાથે આવી અને ત્યાં બેઠી. વા મને કહ્યું કે, “જ્યાં સુધી રાજા આવીને સુખાસન પર બિરાજમાન ન થાય, ત્યાં સુધી અહીં બેસીને કેઈક વિનોદ કરીએ.” ત્યારે વડેરાઓએ કહ્યું કે, “કંઈક કૌતુકવાળું કથાનક કહે.” તેણે પૂછ્યું કે, “કથાનક કહું કે વૃત્તાન્ત કહું?” તેઓએ પૂછ્યું કે, એમાં શું ફરક? વામને કહ્યું, જે પૂર્વે થઈ ગયેલા પુરુષોની ચેષ્ટાઓ જે ઘણા કાળ પહેલાં હકીકત બનેલી હોય અને આપણને પરોક્ષ હોય, તે કથાનક અને જે હમણાં જ તાજે વૃત્તાન્ત બન્યા હોય, તે જે આજે જ કહેવાય તેમ જ પ્રત્યક્ષ હકીક્ત બનેલી હોય. તેઓએ કહ્યું કે, કૌતુકવાળ વૃત્તાન્ત જ કહો.” વામને કહ્યું કે, “સાવધાન થઈને બરાબર સાંભળજો’
તામલિપ્તિ નગરી છે, ત્યાં કષભદત્ત નામના શેઠ છે, તેને વીરભદ્ર નામનો પુત્ર છે. કેઈક સમયે ઝાષભદત્ત પદ્મિની ખેટક નામના નગરે ગયા. ત્યાં તેણે સાગરદત્તની પુત્રી પ્રિયદર્શને નામની કન્યાને જોઈ પુત્ર માટે તેની માગણી કરી. કાલ–વૈભવનુસાર તેને વિવાહ કર્યો. વહુને લઈને પિતાના નગરે ગયા. કોઈક સમયે રાત્રિને છેલ્લા પહોરમાં વીરભદ્ર જળ પીવા માટે ઉડ્યો. ઉડતાં ઉઠતાં કૃત્રિમપણે સૂતેલી પ્રિયદર્શનાને મશ્કરી કરતાં જગાડી. તેણીએ કહ્યું કે, “શા માટે મને પજ છે? મારું મસ્તક દુઃખે છે.” તેણે પૂછ્યું કે તેં કોને વિશેષ દેખે?” તેણે કહ્યું કે, તમને જ, તે શું છે? જે મધુર વાણી, શું તે પહેલાં બીજા કેઈની અપૂર્વ ન હતી ? તેણે કહ્યું કે બીજાની હતી, પણ મારા ઉપર ન હતી. એમ હાસ્ય કરીને ઊભે થયે. કરવા યોગ્ય ઉચિત કાર્યો કર્યા. ત્યાર પછી લગભગ રાત્રિ પૂર્ણ થઈત્યારે પ્રિયદર્શનાને સુખે સુતેલી જાણીને વીરભદ્ર ઊભું થયું. પ્રગરખાં પહેરીને અર્ધા વો પહેરીને ઘરમાંથી બહાર નીકળે.
પછી વામને કહ્યું કે, રાજકુળમાં જવાનું થશે, માટે જઈએ.
આ સમયે લજજાને ત્યાગ કરીને પ્રિયદર્શનાએ કહ્યું કે, તે વાત કહો કે તે ફરી કયાં ગયા ? વામને કહ્યું કે, “અમે પારકી સ્ત્રીઓ સાથે વાતચીત કરતા નથી... પ્રિયદર્શનાએ કહ્યું, તમારું વંઢપણું તે લોકેથી અમે જાણેલું છે જ, તે કપટ છોડીને સ્પષ્ટ હકીક્ત કહે, તમારા વચન ઉપર તે મારું જીવતર છે.” ફરી વામને કહ્યું કે, “આવતી કાલે સવારે કહીશ.” એમ કહીને ઉપાશ્રયમાંથી નીકળી ગયો. વિશ્વાસુ પુરુષએ રાજા પાસે જઈને બનેલી યથાર્થ હકીકત કહી. રાજા વિરમય પામ્યું. કરી બીજા દિવસે સવારે જઈને તે જ વિધિથી અનંગસુંદરીને બોલાવી. તેમજ ત્રીજા દિવસે અનંગમતિને બોલાવી. વામનકના વૃત્તાન્તથી રાજા વિરમય પામ્યો. તે કારણે આ વામનક તમારા જમાઈ અને ત્રણે નારીઓના ભર્તાર છે.
એ સાંભળીને વામનકે ગણધર ભગવંતને વંદના કરી કહ્યું કે, “હે ભગવંત! આપે જે કહ્યું, તે સત્ય જ છે. મને તેટલું યાદ નથી, જે ભગવંતે કહ્યું. એમ કહીને ગણધર ભગવંત ઊભા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org