________________
૨૨૦
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પછી સાગરદત્ત વામનકની સાથે ઉપાશ્રયે ગયે. વિરમયથી વિકસિત નેત્રવાળી ત્રણે નારીઓ એકદમ વામનકની પાસે આવી. સાગરદને કહ્યું કે, “આ તમારે ભર છે. તેઓએ કહ્યું કે, કેવી રીતે ?” તેણે યથાસ્થિત જણાવ્યું. ગણિની સાથે ત્રણે નારીઓ વિરમય પામી. વામને અંદર જઈને વામનનું રૂપ પલટાવી નાખ્યું. જે અનંગસુંદરીએ જે હતો, તે વેષ કર્યો. ત્યાર પછી તે પણ વેષ દૂર કર્યો અને સ્વાભાવિક રૂપ કર્યું. પ્રિયદર્શન અને અનંગમતિએ તેને ઓળખ્યો. ગણિનીએ કહ્યું- હે ધર્મશીલ! આ શ ?' તેણે પણ પિતાને અભિપ્રાય કહ્યો કે, “કીડા નિમિત્તે હું ઘરેથી નીકળ્યો હતો, તેથી મેં આ પ્રમાણે ક્રીડા કરી.” ગણિનીએ કહ્યું કે ભાગ્યશાળી ધન્યાત્મા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં ધર્મનું ફળ મેળવીને અતુલ સુખ અનુભવે છે, તેમાં સંદેહ નથી. દુઃખથી મુક્ત થયેલા સુખ પ્રાપ્ત કરેલા જીને આ લેકમાં સુપાત્રદાન આપવાના પ્રભાવથી ઈચ્છા પ્રમાણે ભેગેની પ્રાપ્તિ થાય છે. ફરી કહ્યું કે, તીર્થંકર ભગવંતની પાસે જઈને પૂછીએ કે આણે જન્માંતરમાં શું કર્યું હતું ? ત્યાર પછી વીરભદ્ર પિતાની ભાર્યાઓ સાથે તથા સાગરદત્ત સસરાને પણ સાથે લઈને ગણિની સાથે તીર્થકર ભગવંતની પાસે ગયો. વંદના કરીને ભગવંતને પૂછ્યું કે-ગયા ભવમાં મેં શું સુકૃત આચર્યું હતું ?” ભગવંતે કહ્યું કે- મારું વચન સાંભળ–
અહીંથી પૂર્વે પાંચમા ભાવમાં પૂર્વ વિદેહમાં રત્નપૂરનિવાસી જિનદાસનામના શેઠપુત્ર એવા તે રાજ્યલમી અને રાજભેગોનો ત્યાગ કરી પ્રત્રજ્યા અંગીકાર કરી તીર્થંકરનામ-ગોત્ર ઉપાજન કરનાર, ચારમહિનાના ઉપવાસના પારણાવાળા મુનિને વિપુલ આહાર-પાણીથી પારણા માટે દાન આપ્યું હતું. તેના પુણ્ય-પ્રભાવથી તું બ્રહ્મદેવલેકમાં ઉત્પન્ન થયું હતું. ત્યાં પણ ભેગે ભેળવીને, ત્યાંથી ચ્યવને જંબુદ્વીપના અરવત ક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મહેશ્વરના પુત્રપણે ઉત્પન્ન થયું. તેના પુણ્ય-પ્રભાવથી ઋદ્ધિ-રૂપતિશય પ્રાપ્ત કર્યા. શ્રાવકપણું પાળીને અશ્રુત નામના બારમા દેવ કે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવને આ ભવમાં ઉત્પન્ન થયે. તે કારણે સુપાત્રદાનના પ્રભાવથી ઘણા ભવ સુધી જીવોને ભેગની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે ભગવંતે કહ્યું, “તે સમયે ઘણું જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણાઓને કર્મરાશિ પીગળી ગયે. કેટલાકે એ વ્રત ગ્રહણ કર્યા, સુપાત્રમાં દાનાદિક બુદ્ધિ કરી. આ પ્રમાણે અરનાથ તીર્થકર ભગવંતે ભવ્ય-કમલવનને પ્રતિબોધ કરીને કેવલિ-પર્યાયમાં વિચરીને સમેત શિખર' નામના પર્વત ઉપર જઈને નિર્વાણુ–પદ પ્રાપ્ત કર્યું.
–આ પ્રમાણે મહાપુરુષચરિતમાં અરનાથ ચક્રવતી તથા તીર્થકરનું ચરિત્ર સમાપ્ત કર્યું. [૩૪-૩૫]
(૩૬-૩૭) પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવનાં ચરિત્ર
મૃતદેવતાને નમસ્કાર થાઓ. શ્રીઅરતીર્થંકર પછી પુંડરીક નામના અર્ધચક્રવતી ઉત્પન્ન થયા, તેનું ચરિત્ર સંક્ષેપથી કહેવાય છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં કાંપિ.
ચપર' નામનું નગર હતું. તેમાં દેવ અને•અસુરેના નગરની શોભાથી ચડીયાતા સારી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org